Thursday, October 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'કોંગ્રેસના નેતાઓને એસી ગાડીમાંથી કાચ ખોલવા નથી, પરિશ્રમ નથી કરવો': ગેનીબેન ઠાકોરે...

    ‘કોંગ્રેસના નેતાઓને એસી ગાડીમાંથી કાચ ખોલવા નથી, પરિશ્રમ નથી કરવો’: ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પર કર્યા આકરાં પ્રહાર, સાથે જ ભાજપના કર્યા ભરપૂર વખાણ

    ગેનીબેને ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કહ્યું, ભાજપની સ્ટ્રેટેજી જુઓ આખી સરકાર બદલી નાંખે. આખું મંત્રીમંડળ બદલી નાખે અને જેની ટિકિટ કાપી હોય તોય કોઈ ના બોલે.

    - Advertisement -

    કાંકરેજના ચાંગામાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પક્ષ સામેનો પોતાનો બળાપો કાઢ્યો હતો. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની હાજરીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે ભાજપની સ્ટ્રેટેજીના વખાણ પણ કર્યા હતા.

    નોંધનીય છે કે આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ સમેત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર પોતે પણ હાજર હતા. એવામાં આખાબોલા ગેનીબેને કોની સામે આ બળાપો કાઢ્યો હતો એ તો ભવિષ્યમાં ખબર પડશે પરંતુ કોંગ્રેસના જ એક મોટા નેતા દ્વારા જાહેરમાં આ પ્રકારનું નિવેદન કોંગ્રેસ માટે ચિંતાનું કારણ જરૂર બની શકે છે.

    ગેનીબેને કોંગ્રેસ પર કર્યો પ્રહાર

    ગેનીબેને ઠાકોરે જાહેર મંચ પરથી કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘કોંગ્રેસના આગેવાનો-નેતાઓ અમે બધા, ACવાળી કારના કાચ ખોલવા નથી. પરિશ્રમ નથી કરવો. આ ભાજપવાળા બીજું તો એમનું હશે, ઠીક છે… એ વહીવટી તંત્રનો દુરુપયોગ કરે. પૈસા સામ,દામ, દંડ, ભેદ.. પણ એ મહેનત કરે છે.’

    - Advertisement -

    આમ તેમણે કોંગ્રેસના મોટા નેતાઓ મહેનત કરતા હોવાનો અને સામાન્ય નાગરિકોથી દૂર રહેતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે તેઓ VIP ક્લચરમાં રાચતા હોય એવું પણ તેમના નિવેદન પરથી જોવા મળ્યું હતું.

    ભાજપના કર્યા ભરપૂર વખાણ

    ગેનીબેને ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કરતા કહ્યું હતું કે, “તમે ભાજપની સ્ટ્રેટેજી જોવો. એ આખી સરકાર બદલી નાંખે તો પણ કોઈ કાંઈ ના બોલે, મુખ્યમંત્રી બદલી નાંખે તોય કોઈ કંઈ ના બોલી શકે.”

    આગળ ઉમેર્યું, “ટિકિટ જેની જેટલી કાપવી હોય તેટલી કાપી નાંખે. આપણે તો હવે હજુ કાંઈ વધ્યું જ નથી, તો હવે શેના ભાગ પાડવાના રહી ગયા એ જ ખબર પડતી નથી.”

    2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું શરમજનક પ્રદર્શન

    2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. 156 બેઠક જીતીને ભાજપે ઐતિહાસિક દેખાવ કર્યો હતો. આ રેકોર્ડ બ્રેક જીતની તમામ જગ્યાએ ચર્ચા થઈ હતી. ભાજપે કરેલા માઈક્રોમેનેજમેન્ટ અને ભાજપના કાર્યકરો અને નેતાઓએ કરેલી મહેનતથી ભાજપની આટલી ભવ્ય જીત થઈ તેવુ જાણકારો માને છે.

    જ્યારે બીજી બાજુ કોંગ્રેસને માંડ 17 બેઠક મળી હતી. પક્ષના મોટાભાગના દિગ્ગજ નેતાઓ હારી ગયા હતા. ત્યારથી લઈને હજુ સુધી કોંગ્રેસ પોતાની હારના કારણો શોધવામાં વ્યસ્ત છે. એવામાં જીતેલા 17માંના એક ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોરનું આ નિવેદન કોંગ્રેસ માટે ચિંતા વધારી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં