Saturday, May 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આવો નાલાયક દીકરો હોય તો…’: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બાદ હવે તેમના...

    ‘આવો નાલાયક દીકરો હોય તો…’: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બાદ હવે તેમના પુત્રે પીએમ મોદી વિશે આપત્તિજનક ટિપ્પણી કરી

    મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને કોંગ્રેસ નેતા પ્રિયાંક ખડગેએ પીએમ મોદી વિશે ‘નાલાયક બેટા’ જેવા શબ્દો વાપર્યા હતા. જેને લઈને ભાજપે વાંધો ઉઠાવ્યો છે. 

    - Advertisement -

    થોડા દિવસ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આપત્તિજનક ટિપ્પણી કરીને તેમને ‘ઝેરીલા સાપ’ કહી દીધા હતા. જેના કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવ્યા બાદ તેમણે માફી પણ માંગવી પડી હતી. પરંતુ હવે ખડગેના પુત્રએ ફરી પાર્ટીની મુશ્કેલીઓ વધારી છે. તેમણે પણ પીએમ મોદી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. 

    મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને કોંગ્રેસ નેતા પ્રિયાંક ખડગેએ પીએમ મોદી વિશે ‘નાલાયક બેટા’ જેવા શબ્દો વાપર્યા હતા. જેને લઈને ભાજપે વાંધો ઉઠાવ્યો છે. 

    કારણેકના કલબુર્ગીમાં એક સભાને સંબોધતાં પ્રિયાંક ખડગેએ પીએમ મોદી વિશે આ શબ્દો વાપર્યા હતા. તેમણે કહ્યું, “તાજેતરમાં તમે વણજારા સમાજને (મોદીએ) કહ્યું હતું, તમે ડરો નહીં, તમારો એક દીકરો દિલ્હીમાં બેઠો છે. આવો ‘નાલાયક દીકરો’ બેઠો હશે તો કેવી રીતે મેળ પડે? ઘર કઈ રીતે ચાલશે?” 

    - Advertisement -

    પ્રિયાંક વણજારા સમાજની જ એક સભાને સંબોધી રહ્યા હતા, જેમાં તેમણે આ ટિપ્પણી કરી હતી. સાથે તેમણે એમ પણ કહ્યું કે, પીએમ મોદી કહે છે કે તેઓ આ સમાજનું ધ્યાન રાખશે પરંતુ તેઓ પછાત વર્ગને મળતા અનામત વિરુદ્ધ કામ કરી રહ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીની સરખામણી ‘ઝેરીલા સાપ’ સાથે કરી હતી. તેમણે એક જનસભામાં કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ઝેરીલા સાપ’ જેવા છે. તમે વિચારો કે તે ઝેરી છે કે નહીં અને ચાખી લો તો તમારું મોત થઇ જશે.”

    PM મોદીએ જવાબ આપતાં કહ્યું- સાપ તો શિવજીના ગળાનું આભૂષણ હોય છે અને જનતા મારી ઈશ્વર છે 

    મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણી પર પીએમ મોદીએ રવિવારે (30 એપ્રિલ, 2023) જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું, “કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસનો સૌથી મોટો મુદ્દો સાપ છે. મારી સરખામણી તેઓ સાપ સાથે કરી રહ્યા છે અને જનતા પાસે મત માંગી રહ્યા છે. પરંતુ સાપ તો ભગવાન શંકરના ગળાની શોભા છે અને મારા માટે દેશની જનતા શિવનું જ સ્વરૂપ છે. જેથી ઈશ્વરરૂપી જનતાના ગળાના સાપ થવું પણ મને સ્વીકાર્ય છે. પરંતુ હું જાણું છું કે સંતો અને સંસ્કારોની ધરતી કર્ણાટકના લોકો કોંગ્રેસની આ ગાળોનો ચોટદાર જવાબ મતના માધ્યમથી આપીને તેમના આ મનસૂબાને તોડી નાંખશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં