Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુર્જર સમાજને સમજાવવા કોંગ્રેસની મથામણ, 'ભારત જોડો યાત્રા'નો વિરોધ ઓછો નથી થઈ...

    ગુર્જર સમાજને સમજાવવા કોંગ્રેસની મથામણ, ‘ભારત જોડો યાત્રા’નો વિરોધ ઓછો નથી થઈ રહ્યોઃ અત્યાર સુધીની મંત્રણાઓ નિષ્ફળ

    ગુર્જર અનામત આંદોલન દરમિયાન મોટા પાયે થયેલી હિંસા અંગે પોલીસમાં નોંધાયેલા કેસો પાછા ખેંચવાની પણ માંગ કરવામાં આવી છે.

    - Advertisement -

    એક તરફ રાહુલ ગાંધીની યાત્રા રાજસ્થાન પહોંચવાની છે તો બીજી તરફ ગુર્જર સમાજ અનામતને લઈને મિશ્ર મૂડમાં જોવા મળી રહ્યો છે. રાજ્યની અશોક ગેહલોત સરકાર તેમને મનાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ બે વખતની વાતચીત નિષ્ફળ ગઈ છે. બુધવારે (30 નવેમ્બર 2022) ગુર્જર નેતાઓને પણ વાતચીત માટે બોલાવવામાં આવ્યા છે. તે છતાં ગુર્જર સમાજને સમજાવવા કોંગ્રેસની મથામણ નિષ્ફળ જતી જોવા મળી રહી છે.

    વિજય બૈંસલાએ ગુર્જર સમુદાય વતી ઘણી માંગણીઓ ઉઠાવી છે. આમાં ગુર્જર નેતાને મુખ્યમંત્રી બનાવવાનો પણ સમાવેશ થાય છે. બૈંસલાએ ધમકી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ગુર્જર સમુદાય ભારત જોડો યાત્રાનો ખુલ્લો વિરોધ કરશે. આ પછી, બૈંસલા અને ગુર્જર સમાજને સમજાવવા કોંગ્રેસની મથામણ શરુ થઇ હતી.

    રાજ્ય સરકારના મંત્રીઓએ મંગળવારે (29 નવેમ્બર 2022) સતત બીજા દિવસે ગુર્જર સમુદાયના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી. જો કે મંત્રણાનો કોઈ ઉકેલ ન આવે તો બુધવારે પણ તેમને મંત્રણા માટે બોલાવવામાં આવ્યા છે.

    - Advertisement -

    બીજી તરફ મંગળવારે અશોક ગેહલોતના વલણ બાદ બૈંસલા થોડા નરમ પડ્યા હતા. ગુર્જર મુખ્યમંત્રીનો પ્રશ્ન તેમણે મજાક-મજાકમાં ટાળ્યો હતો. તેમણે કહ્યું કે અનામતની માંગ તેમની પ્રાથમિકતા છે. ગુર્જર નેતા બૈંસલાએ કહ્યું કે જ્યાં સુધી રાહુલ ગાંધીની અને રાજસ્થાન કોંગ્રેસ સરકારની લેખિત સંમતિ નહીં મળે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.

    ઉલ્લેખનીય છે કે ગુર્જર સમુદાય સૌથી પછાત વર્ગ (MBC) હેઠળ આવે છે. આ સમુદાયના લોકો શૈક્ષણિક સંસ્થાઓમાં 5 ટકા અનામત, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને નોકરીઓમાં પોસ્ટ સંબંધિત સમસ્યાઓના નિરાકરણની માંગ કરી રહ્યા છે.

    આ ઉપરાંત, ગુર્જર સમુદાય તેમના લોક દેવતા કલ્યાણ દેવનારાયણ બોર્ડ માટે બજેટની માંગ કરી રહ્યો છે. આ સાથે જ અગાઉ ગુર્જર અનામત આંદોલન દરમિયાન મોટા પાયે થયેલી હિંસા અંગે પોલીસમાં નોંધાયેલા કેસો પાછા ખેંચવાની પણ માંગ કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં