Tuesday, May 7, 2024
More
    હોમપેજરાજકારણ‘EVM પર મંથન જરૂરી, જરૂર પડે તો હટાવી દેવામાં આવે’: 3 રાજ્યોમાં...

    ‘EVM પર મંથન જરૂરી, જરૂર પડે તો હટાવી દેવામાં આવે’: 3 રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસને હવે લોકતંત્રની ચિંતા થવા માંડી, વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ

    “અમે વારંવાર કહી રહ્યા છીએ કે EVM પર ચિંતા કરવાની જરૂર છે. મંથન કરવાની જરૂર છે. દેશના જનમાનસમાં એ વાત છે કે EVMમાં હેરફેર થાય છે. અમે ક્યાંય પણ જીતીએ કે હારીએ પણ EVM પર ચિંતન થવું જોઈએ.” 

    - Advertisement -

    કોઇ પણ ચૂંટણીમાં પરિણામો પોતાના પક્ષે ન આવે ત્યારે (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) EVMને દોષ આપવાની કોંગ્રેસને જૂની આદત છે, જે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાની ચૂંટણીનાં પરિણામો બાદ પણ જોવા મળ્યું. UPના કોંગ્રેસ પ્રવક્તાએ રવિવારે (3 ડિસેમ્બર) હાર માટે દોષનો ટોપલો EVM પર ઢોળ્યો અને કહ્યું કે, તેની ઉપર આત્મમંથન જરૂરી છે. 

    આ નેતા છે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રવક્તા અંશુ અવસ્થી. તેમણે એક વીડિયો બાઈટ દ્વારા આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “અમે વારંવાર કહી રહ્યા છીએ કે EVM પર ચિંતા કરવાની જરૂર છે. મંથન કરવાની જરૂર છે. દેશના જનમાનસમાં એ વાત છે કે EVMમાં હેરફેર થાય છે. અમે ક્યાંય પણ જીતીએ કે હારીએ પણ EVM પર ચિંતન થવું જોઈએ.” 

    અંશુ અવસ્થીએ કહ્યું કે, લોકોનો EVM પર નહીં પણ દેશના લોકતંત્ર પર વિશ્વાસ હોવો જરૂરી છે. એમ પણ કહ્યું કે, તેઓ આ ચિંતા ચૂંટણી પંચ સમક્ષ વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, જો જરૂર પડે તો EVM હટાવવામાં આવવાં જોઈએ. જોકે, તેલંગણામાં કોંગ્રેસ જીતી છે અને ત્યાં પણ EVMનો જ ઉપયોગ થયો હતો, પણ તેના વિશે તેમણે કશું કહ્યું ન હતું.

    - Advertisement -

    આવા તેઓ એક જ નેતા નથી. કોંગ્રેસ નેતા ઉદિત રાજે પણ કંઈક આવું જ કહ્યું છે. તેમણે X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, જરૂર EVMમાં કશુંક થયું છે, બાકી આવાં પરિણામોની આશા ન હતી. લોકો હવે તેની ઉપર મજા લઇ રહ્યા છે. 

    આ પહેલાં પણ કોંગ્રેસ નેતાઓ હાર બદલ EVM પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. 2 મહિના પહેલાં પૂર્વ કેન્દ્રીય મંત્રી, કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ EVMને સ્થાને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશના લોકતંત્રને તકનીકી પર છોડી શકાય નહીં. સાથે મશીનમાં હેરાફેરી અને છેડછાડની આશંકા વ્યક્ત કરી હતી. 

    આ બધા આરોપોથી વિપરીત સત્ય એ છે કે EVMમાં ક્યારેય કોઇ પણ પ્રકારની છેડછાડ શક્ય જ નથી અને આ બાબત અનેક વખત પૂરવાર થઈ ચૂકી છે. સંપૂર્ણ રીતે વિશ્વસનીય હોવાનું સાબિત થયા બાદ જ ચૂંટણી પંચે તેને લાગુ કર્યું હતું અને તેના લીધે ચૂંટણી પ્રક્રિયા પણ ઝડપી બની છે. જોકે, જ્યાં કોંગ્રેસ પાર્ટી જીતે ત્યાં ક્યારેય EVM પર સવાલ ઉઠાવાતા નથી. 

    ચાર રાજ્યોનાં પરિણામોની વાત કરવામાં આવે તો, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ઐતિહાસિક જીત મેળવી છે. જેમાંથી MPમાં સત્તા ટકાવી રાખી તો છત્તીસગઢ અને રાજસ્થાન કોંગ્રેસ પાસેથી આંચકી લીધાં. તેલંગણામાં કોંગ્રેસ વિજયી બની છે, જ્યારે ભાજપની બેઠકો વધી છે. BRS સત્તામાંથી બહાર થઈ ગઈ. મિઝોરમનાં પરિણામો સોમવારે (4 ડિસેમ્બર) જાહેર થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં