Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્રના રાજકીય ગરમાવા વચ્ચે હવે કોંગ્રેસમાં ઉથલપાથલ: કોંગ્રેસનાં બે દિગ્ગજ નેતાઓ વચ્ચે...

    મહારાષ્ટ્રના રાજકીય ગરમાવા વચ્ચે હવે કોંગ્રેસમાં ઉથલપાથલ: કોંગ્રેસનાં બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ટ્વિટર પર ગરમાવો, કોંગ્રેસ કરતાં બીજાની ચિંતા વધુ

    મહારાષ્ટ્રના મંડાણમાં કોંગ્રેસ પક્ષનું શું વલણ હોવું જોઈએ એ બાબતે જ બે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ વચ્ચે ટ્વિટર પર બોલાચાલી થઇ ગઈ હતી.

    - Advertisement -

    મહારાષ્ટ્રના રાજકીય સમીકરણોમાં ખળભળાટ વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ અને કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણન વચ્ચે સોશિયલ મીડિયા પર બોલાચાલી થઈ હતી. સોશિયલ મીડિયા યુઝર્સ પણ કોંગ્રેસના નેતાઓ વચ્ચેના ટ્વિટર યુદ્ધની મજા લેતા જોવા મળ્યા હતા. જે બાદ કોંગ્રેસ નેતાઓમાં ઘમાસાણ થવા પામ્યું હતું.

    વાસ્તવમાં, આચાર્ય પ્રમોદ ક્રિશ્નને મહારાષ્ટ્રની રાજનીતિ પર કહ્યું કે, સત્તાને ઠોકર મારનાર સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના વારસાને માન આપતા, ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન પદ છોડીને મરાઠા ગૌરવની રક્ષા માટે નૈતિક મૂલ્યોનું પાલન કરવામાં ક્ષણ વિલંબ કરવો જોઈએ નહીં.

    તેના જવાબમાં જયરામ રમેશે કહ્યું કે આ ન તો કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે અને ન તો આચાર્ય પ્રમોદ કૃષ્ણન કોંગ્રેસના સત્તાવાર પ્રવક્તા છે.

    - Advertisement -

    આચાર્ય પ્રમોદે જયરામ રમેશના ટ્વિટ પર ટોણો માર્યો અને લખ્યું કે, “જે અધિકૃત હોય તો તે “અસ્થાયી” હોય છે, હું “કાયમી” છું, છતાં તમને કોઈ સમસ્યા હોય તો તમને “જયરામ” જી.” બંનેના ટ્વીટ પર કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે જો કોંગ્રેસ પોતાના ઘરની લડાઈને હલ કરી શકતી નથી તો તે સત્તામાં રહેલી નરેન્દ્ર મોદી સરકારનો સામનો કેવી રીતે કરશે.

    નોંધનીય છે કે હાલમાં મહારાષ્ટ્રના રાજકારણમાં જે પણ ઉથલપાથલ થઈ રહી છે તેનાથી પૂરી સંભાવના છે કે 2019માં કોંગ્રેસનાં મોઢામાં કોઈ પણ મહેનત વગર આવી પડેલું પતાસું પાછું ખેંચાઇ જાય, એટ્લે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સમર્થનવાળી MVAની સરકાર પડી જાય. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ પૂરી થવાની નામ નથી લઈ રહી. હમણાં જ પૂરી થયેલ ઇડીની લાંબી પૂછપરછ બાદ હાલમાં તેમને કામચલાઉ વિરામ મળ્યો છે પણ તપાસ તો ચાલુ જ છે.

    ઉપરાંત લગભગ પાંચેક માહિનામાં જ હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને ત્યાં પણ કોંગ્રેસની કોઈ એવી સારી સ્થિતિ નથી દેખાઈ રહી કે નથી કોંગ્રેસ એ સ્થિતિને સુધારવા કોઈ પ્રયત્ન કરી રહી.

    એવામાં પોતાનું અને પોતાના પક્ષનું અસ્તિત્વ કઈ રીતે બચાવવું એ ચર્ચા અને ચિંતન કરવાની જગ્યાએ શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના સીએમએ શું કરવું શું ના કરવું એ બાબતે લડી રહેલ કોંગ્રેસનાં બે મોટા નેતાઓ હાલ ટ્વિટર યુઝર્સના નિશાના પર છે અને તેને કોંગ્રેસ નેતાઓમાં ઘમાસાણ ગણાવી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં