Friday, May 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનિવાસસ્થાને મળવા ગયા હતા સમર્થકો, કોંગ્રેસ નેતા સિદ્ધારામૈયાએ તેમાંથી એકને પકડીને મારી...

    નિવાસસ્થાને મળવા ગયા હતા સમર્થકો, કોંગ્રેસ નેતા સિદ્ધારામૈયાએ તેમાંથી એકને પકડીને મારી દીધો જોરદાર તમાચો, વિડીયો વાયરલ: પીએમ મોદીએ કર્યો કટાક્ષ

    આ ઘટનાને લઈને પીએમ મોદીએ આજે સિદ્ધારામૈયા પર કટાક્ષ કર્યો હતો. તેમણે ટિપ્પણી કરીને કહ્યું કે જેઓ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓનું સન્માન ન કરી શકે તેઓ જનતાનું સન્માન કઈ રીતે કરશે? 

    - Advertisement -

    કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારામૈયા ચર્ચામાં છે. કારણ એ છે કે તેમણે તેમના એક સમર્થકને તમાચો મારી દીધો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે તો હવે પીએમ મોદીએ પણ આ ઘટનાને લઈને કટાક્ષ કર્યો છે. 

    આ ઘટના શુક્રવારે (24 માર્ચ, 2023) બની હતી. સિદ્ધારામૈયાને મળવા માટે તેમના સમર્થકો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જેના કારણે ભારે ભીડ એકઠી થઇ ગઈ હતી. વાયરલ વિડીયોમાં પણ આ ભીડ નજરે પડે છે અને કોંગ્રેસ નેતા સમર્થકોથી ઘેરાયેલા જોવા મળે છે. 

    પોતાના નિવાસસ્થાનની બહાર સિદ્ધારામૈયા સમર્થકો સાથે મુલાકાત કરી રહ્યા હતા ત્યારે જ તેમનો એક સમર્થક ભીડમાંથી જઈને તેમને મળવા માટે ગયો તો તેને સિદ્ધારામૈયાએ એક તમાચો મારી દીધો હતો. વિડીયોમાં આ થપાટનો અવાજ પણ સાંભળવા મળે છે. તમાચો મારીને કશુંક કહેતાં-કહેતાં ગાડીમાં બેસી ગયા હતા. 

    - Advertisement -

    આ ઘટનાને લઈને પીએમ મોદીએ આજે સિદ્ધારામૈયા પર કટાક્ષ કર્યો હતો. તેમણે ટિપ્પણી કરીને કહ્યું કે જેઓ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓનું સન્માન ન કરી શકે તેઓ જનતાનું સન્માન કઈ રીતે કરશે? 

    પીએમ મોદીએ એક સભામાં આ ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યું, “સોશિયલ મીડિયા પર મેં કર્ણાટકનો એક વિડીયો જોયો. એક પાર્ટીના મોટા નેતા, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી પોતાની જ પાર્ટીના એક કાર્યકર્તાને સાર્વજનિકરૂપે થપ્પડ મારવાનો આનંદ લઇ રહ્યા હતા. જેઓ પોતાના કાર્યકર્તાઓનું સન્માન નથી કરી શકતા તેઓ જનતા-જનાર્દનનું સન્માન શું કરશે?”

    આમ તો જાહેરમાં પોતાના સમર્થકોને તમાચો મારી દેવાની ઘટના સામાન્ય ન કહી શકાય પરંતુ કોંગ્રેસ નેતા સિદ્ધારામૈયા માટે આ નવી વાત નથી. કારણ કે અગાઉ પણ તેમણે આવું કર્યું હતું. સપ્ટેમ્બર, 2019માં તેઓ કર્ણાટકના મૈસૂર એરપોર્ટની બહાર મીડિયાના કેમેરાની સામે સિદ્ધારામૈયાએ પોતાના એક સાથી નેતાને તમાચો મારી દીધો હતો. 

    સિદ્ધારામૈયા એરપોર્ટની બહાર પ્રેસ-મીડિયાને સંબોધી રહ્યા હતા. સંબોધન પતાવીને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની સાથેના એક કોંગ્રેસ નેતા સાથે કંઈક વાતચીત કર્યા બાદ તેમણે જોરદાર તમાચો મારી દીધો હતો અને તેમને હાથ પકડીને હડસેલી દીધા હતા. આ ક્ષણો કેમેરામાં કેદ થઇ ગઈ હતી. હવે, ફરી આવી ઘટના સામે આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં