Saturday, October 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપી પરનો ASI રિપોર્ટ માત્ર એક ‘સરવે’, પુરાતત્વીય તારણો નહીં- આવું માનવું...

    જ્ઞાનવાપી પરનો ASI રિપોર્ટ માત્ર એક ‘સરવે’, પુરાતત્વીય તારણો નહીં- આવું માનવું છે કોંગ્રેસ નેતા લાવણ્યાનું, હવે સોશિયલ મીડિયા પર ઊડી રહી છે મજાક

    કોંગ્રેસ નેતાની આ જ પોસ્ટની હવે મજાક ઉડી રહી છે. કારણ કે ASIમાં જે A આવે છે એ ‘આર્કિયોલોજી’ માટે જ હોય છે અને આર્કિયોલોજીનો અર્થ જ થાય છે પુરાતત્વ. લાવણ્યાના દાવાથી વિપરીત આ માત્ર કોઇ ‘સરવે’ નથી જેમાં આઠ-દસ માણસોને પૂછીને રિપોર્ટ બનાવી નાખવામાં આવ્યો હોય.

    - Advertisement -

    તાજેતરમાં જ્ઞાનવાપી પરિસરમાં કરવામાં આવેલા ASI સરવેનો રિપોર્ટ સાર્વજનિક થયો. જેની ચર્ચા હમણાં ખૂબ ચાલી રહી છે. એક કોંગ્રેસ નેતાને એમ છે કે આ માત્ર ‘સરવે’ હતો અને પુરાતત્વ સંબંધી કોઇ નિષ્કર્ષ આવ્યો નથી. તેઓ આવું વિચારીને બેસી ન રહ્યાં પણ પછીથી સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી. હવે લોકો મજા લઇ રહ્યા છે. આ નેતા છે કોંગ્રેસ પ્રવક્તા લાવણ્યા બલ્લાલ જૈન.

    વાસ્તવમાં, ASIનો રિપોર્ટ જાહેર થયા બાદ ઑપઇન્ડિયાનાં એડિટર ઇન ચીફ નુપુર શર્માએ તે વિશે માહિતી આપતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરી હતી. જેમાં તેમણે ASI રિપોર્ટનો એક ફોટો અપલોડ કરીને તેમાં શું કહેવામાં આવ્યું છે તે લખ્યું. પોસ્ટ આ પ્રમાણે છે- ‘..જેથી એવું કહી શકાય કે હાલના ઢાંચાના બાંધકામ પહેલાં ત્યાં એક ભવ્ય હિંદુ મંદિર અસ્તિત્વ ધરાવતું હતું.- જ્ઞાનવાપી પર ASI સરવે રિપોર્ટ.’ 

    આ પોસ્ટ કોંગ્રેસ પ્રવક્તા લાવણ્યાને પસંદ ન આવી. તેમણે તેનો સ્ક્રીનશોટ પોસ્ટ કરીને લખ્યું, ‘આ સરવે છે, પુરાતત્ત્વીય તારણો નથી.’ પછીથી ‘સંઘીઓ’ને ટાર્ગેટ કરવાના પ્રયાસ કર્યા હતા. ‘સંઘી’ શબ્દનો ઉપયોગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રવાદી કે હિંદુત્વની વિચારધારા ધરાવનારાઓને ટાર્ગેટ કરવા માટે કોંગ્રેસ-લેફ્ટ ઈકોસિસ્ટમ દ્વારા થતો રહ્યો છે. 

    - Advertisement -

    કોંગ્રેસ નેતાની આ જ પોસ્ટની હવે મજાક ઉડી રહી છે. કારણ કે ASIમાં જે A આવે છે એ ‘આર્કિયોલોજી’ માટે જ હોય છે અને આર્કિયોલોજીનો અર્થ જ થાય છે પુરાતત્વ. લાવણ્યાના દાવાથી વિપરીત આ માત્ર કોઇ ‘સરવે’ નથી જેમાં આઠ-દસ માણસોને પૂછીને રિપોર્ટ બનાવી નાખવામાં આવ્યો હોય, ASIની ટીમે સ્થળ પર જઈને તપાસ કરીને, જે ચીજવસ્તુઓ મળી, જે પુરાવા હાથ લાગ્યા તેનો અભ્યાસ કરીને જ આ રિપોર્ટ બનાવ્યો છે. જેથી અહીં કોઇ પુરાતત્વીય પુરાવા નથી મળ્યા એમ ન કહી શકાય. 

    ASIએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું જ છે કે તેમને વિવાદિત ઢાંચાના સ્થાને (જેને જ્ઞાનવાપી ‘મસ્જિદ’ પણ કહેવાય છે) મંદિર હોવાના અનેક પુરાવાઓ મળી આવ્યા છે, જેમાં સંસ્કૃત, દેવનાગરી, કન્નડ વગેરે ભાષામાં લખાયેલા શિલાલેખો, અગાઉ અસ્તિત્વ ધરાવતા મંદિરના સ્તંભો, ખંડિત મૂર્તિઓ વગેરે મળી આવ્યું હતું. રિપોર્ટમાં એ પણ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ સ્તંભો અને અન્ય ચીજવસ્તુઓને તોડીને તેનો જ ફરીથી ઉપયોગ કરીને મસ્જિદ બનાવી દેવામાં આવી હતી. 

    પરંતુ કોંગ્રેસ નેતાએ તેને માત્ર એક ‘સરવે’માં ખપાવી દઈને ફજેતી કરાવી હતી. પછીથી સોશિયલ મીડિયા પર લોકોએ રમૂજી ટિપ્પણીઓ પણ કરી હતી.

    એક યુઝરે લખ્યું કે, “તેમને (લાવણ્યા) લાગે છે કે સરવે એટલે કશુંક ઓપિનિયન પોલ જેવું હશે.”

    સૂરજમલ કટાક્ષ કરતાં લખે છે કે, આમાં લાવણ્યાની કોઇ ભૂલ નથી, ASIના સ્થાને આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયા એવું ચોખ્ખું લખવાની જરૂર હતી. 

    એક વ્યક્તિએ લખ્યું કે, “શું તમે આટલાં મૂરખ છો? એવું માનો છો કે આ લોકો વચ્ચે કરવામાં આવેલો એક માર્કેટ સરવે છે? 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં