Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર પર હુમલો: ફૂલનો હાર...

    દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર પર હુમલો: ફૂલનો હાર પહેરાવવા આવેલા યુવાને ચોંટાડી દીધી થપ્પડ, વિડીયો વાયરલ

    વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક યુવક ફૂલોની માળા લઈને કન્હૈયા કુમાર તરફ આગળ વધી રહ્યો હતો. દરમિયાન જ એક વ્યક્તિ બોલતો સાંભળી શકાય છે કે, "કન્હૈયા અબ પીટને વાલા હૈ, કન્હૈયા અબ પીટેગા" તે સમયે જ ફૂલોની માળા લઈને આગળ વધી રહેલો વ્યક્તિ કન્હૈયાને થપ્પડ ચોંટાડી દે છે.

    - Advertisement -

    ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તર પૂર્વ દિલ્હીથી કોંગ્રેસ અને INDI ગઠબંધનના ઉમેદવાર કન્હૈયા કુમાર સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, માળા પહેરાવવા આવેલા યુવકે કન્હૈયા કુમાર પર હુમલો કર્યો હતો અને થપ્પડ ચોંટાડી દીધી હતી. આ પછી સ્થળ પર અફરાતરફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. આ ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના ઉસમાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કરતાર નગરમાં બની હતી. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક યુવક ફૂલોની માળા લઈને કન્હૈયા કુમાર તરફ આગળ વધી રહ્યો હતો. દરમિયાન જ એક વ્યક્તિ બોલતો સાંભળી શકાય છે કે, “કન્હૈયા અબ પીટને વાલા હૈ, કન્હૈયા અબ પીટેગા.” તે સમયે જ ફૂલોની માળા લઈને આગળ વધી રહેલો વ્યક્તિ કન્હૈયાને તમાચો મારી દે છે અને સાથે તેના પર શાહી પણ ફેંકે છે. જોકે, ટોળાંમાં ઉભેલા કન્હૈયાના સમર્થકોએ તે યુવકને પકડી પાડ્યો હતો. પરંતુ ઘટનાનો વિડીયો વાયરલ થતાં લોકોમાં પણ આ ઘટના અંગે કુતૂહલ સર્જાયું હતું.

    આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના કાઉન્સિલર છાયા શર્માએ પોલીસને લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદમાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે, જ્યારે તેઓ કન્હૈયાને છોડવા માટે બહાર આવ્યા ત્યારે કેટલાક લોકોએ તેમની સાથે મારપીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. છાયાએ કહ્યું કે, જ્યારે તેમણે કન્હૈયાને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને પણ ધમકી આપવામાં આવી હતી. AAP કાઉન્સિલરની ફરિયાદ પર નોર્થ ઈસ્ટ DCPએ જણાવ્યું છે કે, “અમે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી દીધી છે. કન્હૈયા અને છાયાનું નિવેદન પણ નોંધવામાં આવશે.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “જે લોકો ઘટના સમયે હાજર હતા તેમના પણ નિવેદન નોંધવામાં આવશે. સુસંગત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા તમામ વિડીયોની તપાસ કરવામાં આવી રહી છે. જે લોકોએ શરૂઆતમાં વિડીયો રેકોર્ડીંગ કર્યું તે કોણ હતા અને તેમને આ ઘટના વિશે પહેલાંથી જ જાણકારી હતી કે કેમ, તે અંગે પણ તપાસ કરવામાં આવશે.”

    ‘જે દેશના ટુકડા કરવાની વાત કરશે, તેનો આવો જ ઈલાજ કરવામાં આવશે’

    સોશિયલ મીડિયા પર એક અન્ય વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહેલા 2 વ્યક્તિઓ કન્હૈયા કુમાર પર હુમલો કરવાની જવાબદારી લે છે. પોલીસ તે વિડીયોની પણ તપાસ કરી રહી છે. વિડીયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે, “જે કન્હૈયા કુમારે નારા લગાવ્યા હતા કે, ‘ભારત તેરે ટુકડે હોંગે, ‘અફઝલ હમ શરમિંદા હૈ, તેરે કાતિલ જિંદા હૈ’.. જુઓ ભાઈ, બંને ભાઈઓએ થપ્પડનો જવાબ આપ્યો છે. રેલીમાં પહોંચીને મોઢા પર શાહી ફેંકીને થપ્પડનો જવાબ આપ્યો છે. ભારતના ટુકડા કોઈ નહીં કરી શકે.”

    બીજો એક વ્યક્તિ કહે છે કે, “જે દેશને તોડવાની વાત કરે છે, તેને દિલ્હીમાં પણ નહીં ઘૂસવા દઈએ. જે ભારતના સૈનિકોને રેપિસ્ટ ગણાવે છે. તેની સારવાર કરી દીધી છે. જે અમે કહ્યું હતું, તે કરી દીધું છે. જેટલા પણ જવાન છે, તે તમામનો બદલો લીધો છે.” આ સાથે બંને વ્યક્તિઓએ ‘ભારત માતા કી જય’ના નારા પણ લગાવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં