Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજીનામું આપતી વખતે આંસુ ન રોકી શક્યા કોંગ્રેસ નેતા, ઉમેદવારો જાહેર કરતાં...

    રાજીનામું આપતી વખતે આંસુ ન રોકી શક્યા કોંગ્રેસ નેતા, ઉમેદવારો જાહેર કરતાં જ પાર્ટીમાં કકળાટ શરૂ: ડીસામાં 15 નેતાઓએ પાર્ટી છોડી

    કોંગ્રેસે બનાસકાંઠાની ડીસા વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી છે.

    - Advertisement -

    કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોનાં નામ જાહેર કરવાની શરૂઆત કરવાની સાથે જ પાર્ટીમાં કકળાટ શરૂ થઇ ગયો છે. ડીસામાં પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યાની સાથે જ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ડીસા નગરપાલિકાના બે પૂર્વ પ્રમુખ સહિત 15 કોંગ્રેસ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામાં આપી દીધાં છે. દરમ્યાન, એક નેતા જાહેરમાં રડી પડ્યા હતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું.

    કોંગ્રેસે બનાસકાંઠાની ડીસા વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી છે. 4 નવેમ્બરે સાંજે ઉમેદવારનું નામ જાહેર થયા બાદ પાર્ટીમાં નારાજગીના સૂર ઉપડ્યા હતા અને કેટલાક નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો. અસંતોષ વધતાં બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ પીના ઘડિયા, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કૈલાશ શાહ, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પોપટજી દેલવાડિયા સહિત 15 નેતાઓએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જઈને ત્યાગપત્ર સોંપી દીધા હતા

    રાજીનામું આપતી વખતે 2 વખતના જિલ્લા પંચાયત સભ્ય અને ટિકિટ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવતા કોંગ્રેસ નેતા પોપટજી દેલવાડિયા રડી પડ્યા હતા અને રડતાં-રડતાં પાર્ટી સામે દુઃખ વ્યક્ત કરી રાજીનામું આપી દીધું હતું. તેમણે સમર્થકો મારફતે પાર્ટીને આ વખતે દેસાઈ સમાજ સિવાય અન્ય સમાજને ટિકિટ આપવા માટે ભલામણ કરી હતી. જોકે, હાઇકમાન્ડે તેમની વાત ધ્યાને ન લેતાં આખરે પાર્ટી જ છોડી દીધી હતી. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, કોંગ્રેસે આ પહેલાં ગોવાભાઈ રબારીને 5 વખત ટિકિટ આપી હતી, જેમાંથી તેઓ માત્ર 2 વખત જીતી શક્યા હતા. જેથી સ્થાનિક કોંગ્રેસ સંગ્રણીઓએ ડીસામાં અન્ય સમાજને ટિકિટ આપવાની માંગ કરી હતી અને એમ પણ કહ્યું હતું કે, જો પાર્ટી આ મુદ્દે વિચાર કરીને નિર્ણય નહીં લે તો તેમણે આ બેઠક ગુમાવવી પડશે. જોકે, પાર્ટીએ આ માંગને માળિયે ચડાવી દઈને પૂર્વ MLAના પુત્રને ટિકિટ આપતાં નેતાઓ પાસે રાજીનામું આપવા સિવાયનો વિકલ્પ રહ્યો ન હતો. 

    રાજીનામું આપી ચૂકેલા નેતાઓમાંથી વિપુલ શાહે પાર્ટી ઉપર ડીસા બેઠકને પરિવારવાદી બનાવી દીધી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, અહીં અન્ય સમાજના પણ મોટા પ્રમાણમાં મતદારો હોવા છતાં એક જ સમાજને ટિકિટ આપવામાં આવે છે, જેના કારણે કાર્યકરો નારાજ થયા છે. 

    વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગોવાભાઈ રબારીને ટિકિટ આપી હતી. સામે ભારતીય જનતા પાર્ટી તરફથી શશિકાંત પંડ્યાને ઉતારવામાં આવ્યા હતા. હિંદુવાદી નેતાની છબી ધરાવતા પંડ્યા 15 હજારથી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં