Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ એટલે કરપ્શન: કોંગ્રેસ ફાઈલ્સના ત્રીજા એપિસોડમાં BJPએ ‘કોલસાની દલાલીમાં કોંગ્રેસના હાથ...

    કોંગ્રેસ એટલે કરપ્શન: કોંગ્રેસ ફાઈલ્સના ત્રીજા એપિસોડમાં BJPએ ‘કોલસાની દલાલીમાં કોંગ્રેસના હાથ કાળા’નો ઉલ્લેખ કર્યો, કહ્યું- UPA સરકાર પણ કલંકિત થઈ

    વર્ષ 2012માં કોલસાની દલાલીમાં માત્ર કોંગ્રેસનો જ હાથ કાળો ન હતો થયો, પરંતુ કોંગ્રેસની યુપીએ સરકાર પણ કલંકિત થઈ હતી. અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવનાર કોલસો પોતે જ કોંગ્રેસની સરકારમાં કૌભાંડોનો શિકાર બન્યો હતો.

    - Advertisement -

    કોંગ્રેસને ઘેરવા માટે ભાજપે શોર્ટ ફિલ્મની સિરીઝ શરુ કરી છે જેમાં કોંગ્રેસ શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર અને કૌભાંડોની વાત કરવામાં આવે છે. આ જ શ્રેણીમાં કોંગ્રેસ ફાઈલ્સના એપિસોડ નંબર 3માં મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન થયેલા કોલસા કૌભાંડની વાત કરવામાં આવી છે. આ વિડીયોમાં ભાજપે કહ્યું છે કે કોલસાની દલાલીને કારણે યુપીએ સરકાર પર કલંક લાગી ગયો હતો.

    વાસ્તવમાં કોંગ્રેસના શાસનમાં એક પછી એક અનેક કૌભાંડો થયા છે. ભાજપે આ કૌભાંડોને લઈને ‘કોંગ્રેસ ફાઈલ્સ’ નામની સિરીઝ બહાર પાડી છે. આ સિરીઝ દ્વારા ભાજપ એ કહેવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ‘કોંગ્રેસનો અર્થ કરપ્શન’ એવો થાય છે. કોંગ્રેસ ફાઈલ્સના એપિસોડ નંબર ત્રણમાં કોલસાના બ્લોકની ફાળવણીમાં થયેલા કૌભાંડ માટે કોંગ્રેસ અને તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

    વિડીયોમાં ભાજપે ‘કોલસાની દલાલીમાં હાથ કાળા’ એ કહેવતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ માત્ર કહેવત નથી, વાસ્તવિકતા પણ છે. વર્ષ 2012માં કોલસાની દલાલીમાં માત્ર કોંગ્રેસનો જ હાથ કાળો ન હતો થયો, પરંતુ કોંગ્રેસની યુપીએ સરકાર પણ કલંકિત થઈ હતી. અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવનાર કોલસો પોતે જ કોંગ્રેસની સરકારમાં કૌભાંડોનો શિકાર બન્યો હતો. એટલે તમે કલ્પના કરી શકો છો કે કોંગ્રેસે ક્યાં અને કેવા કૌભાંડો કર્યા હશે!

    - Advertisement -

    ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવેલા વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે, “કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના લીડર મનમોહ સિંહ હતા. મનમોહન સિંહ જ્યારે બીજી વખત વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે જનતાને અનેક વચનો આપ્યા હતા. જોકે, તેમના કાર્યકાળમાં તેમના વચનોની ઓછી અને કૌભાંડોની વધુ ચર્ચા થઈ. વર્ષ 2004 થી 2009 દરમિયાન થયેલા ગોટાળામાં 100 જેટલી કંપનીઓને નિયમો વિરુદ્ધ કોલસાની ખાણોની ફાળવણી કરવામાં આવી હતી. ખાણોમાંથી કોલસા કાઢવાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીઓને બહુ નજીવી કિંમતે અને કોઈપણ હરાજી વગર આપવામાં આવ્યો હતો. આ કૌભાંડને કારણે દેશને લગભગ 1 લાખ 86 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું.”

    વિડીયોમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “આ કૌભાંડમાં CAGએ તત્કાલીન સરકાર પર મનફાવે તેમ સાર્વજનિક અને પ્રાઈવેટ કંપનીઓને કોલસાની ખોટી રીતે ફાળવણી કરવાનો આરોપ મૂક્યો હતો. કોંગ્રેસે કોલસા કંપનીઓ સાથે મળીને જે રમત રમી હતી, તેનાથી દેશને આર્થિક નુકસાન તો થયું, ઉપરાંત તેની છબી પણ ખરાબ થઈ. આ કૌભાંડનું રસપ્રદ પાસું એ છે કે 2004 થી 2009 સુધી કોલસા મંત્રાલય શિબુ સોરેન અને પીએમ મનમોહન સિંહ પાસે હતું. એ જ વડાપ્રધાન જે રિમોટથી ચાલતા હતા. મનમોહન સિંહે કોલસા મંત્રાલય સંભાળ્યું એ દરમિયાન 1 લાખ 86 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું.

    અગાઉના બે એપિસોડમાં આ ભ્રષ્ટાચારની વાત

    ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ફાઈલ્સના પહેલા એપિસોડમાં કોંગ્રેસ સરકારના 70 વર્ષમાં 48 ટ્રિલિયન 20 અબજ 69 કરોડ રૂપિયાના કૌભાંડની વાત કરવામાં આવી હતી. પહેલા એપિસોડમાં જ મનમોહન સિંહના કાર્યકાળમાં 2જી સ્પેક્ટ્રમથી લઈને મનરેગા, કોમનવેલ્થ અને હેલિકોપ્ટર સોદામાં થયેલા ગોટાળા વિશે જણાવવામાં આવ્યું હતું. જ્યારે બીજા એપિસોડમાં રાજીવ ગાંધીની સામાન્ય પેઇન્ટિંગને 2 કરોડ રૂપિયામાં ખરીદવા માટે ધમકી આપવાની વાત કહેવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં