Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિરોધ પ્રદર્શન બાદ અટકાયતથી બચવા કોંગ્રેસીઓના ઉધામા, મોટા કોંગ્રેસી નેતાઓનું રાહુલ ગાંધી...

    વિરોધ પ્રદર્શન બાદ અટકાયતથી બચવા કોંગ્રેસીઓના ઉધામા, મોટા કોંગ્રેસી નેતાઓનું રાહુલ ગાંધી સાથે ‘ઉભા રહેવાનું’ નાટક

    રાહુલ ગાંધી આજે ઇડી સમક્ષ નેશનલ હેરાલ્ડના કેસ અંતર્ગત હાજર થયા હતા, પરંતુ કોંગ્રેસીઓ તેનો વિરોધ કરી રહ્યા છે અને ધરપકડના ડરથી ભાગી પણ રહ્યા છે.

    - Advertisement -

    નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે રાહુલ ગાંધીને ઇડીએ સમન્સ પાઠવ્યા બાદ આજે તેઓ હાજર થયા છે. રાહુલ ગાંધી ઇડી સમક્ષ હાજર થાય તે પહેલાં રાજધાની દિલ્હીમાં કોંગ્રેસે માહોલ બનાવવાનો અને પોતાની તરફ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. કેટલાક કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર હોબાળો મચાવ્યો હતો તો સાંસદો અને વરિષ્ઠ નેતાઓએ ઇડી મુખ્યમથક સુધી માર્ચનું આયોજન કર્યું હતું. 

    રાહુલ ગાંધી પાર્ટી કાર્યકરો અને નેતાઓ સાથે ઇડી મુખ્યમથક સુધી પગપાળા માર્ચ કરીને નીકળ્યા હતા. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ સામેલ હતાં. જોકે, થોડા દિવસો પહેલાં સોનિયા ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ કોરોના પોઝિટિવ થયાં હતાં, પરંતુ આજે સવારે અચાનક જ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાના સમાચારો વહેતા થયા હતા, એ પણ રસપ્રદ છે. 

    જોકે, કાર્યકરો સાથે પગપાળા જઈ રહેલા રાહુલ ગાંધી અને તેમના સાથીઓને પોલીસે રોકી લીધા હતા અને ત્યારબાદ તેઓ ગાડીમાં બેસીને ઇડી ઓફિસ પહોંચ્યા હતા અને હાજર રહ્યા હતા . બીજી તરફ, રાહુલ ગાંધીને પાઠવેલા સમન્સ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓને પોલીસે સુરક્ષા કારણોસર ડિટેઇન કરી લીધા હતા. 

    - Advertisement -

    સત્યાગ્રહ કરવાની વાતો કરતા કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ પોલીસના હાથે ચડ્યા બાદ ભાગતા જોવા મળ્યા હતા. યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસની પોલીસે અટકાયત કરી લેતા તેઓ પોલીસના હાથેથી છટકી ગયા હતા અને ભાગી ગયા હતા. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

    રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ કરતા કોંગ્રેસી કાર્યકરે રાહુલ ગાંધીને રામ અને કેન્દ્ર સરકારને રાવણ ગણાવી હતી. તેમણે ANI સાથે વાત કરતા કહ્યું કે, “રાહુલ ગાંધી અમારા રામ છે અને અમે તેમની ભક્તિ કરીએ છીએ. રાહુલજી ઇડીની ઓફિસમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી અમે વિરોધ કરીશું.”

    અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતી વખતે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ દ્રૌપદીની જગ્યાએ માતા સીતાનું નામ લઈને ‘સીતા મૈંયા કા ચીરહરણ’ શબ્દપ્રયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “જેવી રીતે સીતા માતાનું ચીરહરણ થયું હતું, તે રીતે પ્રજાતંત્રનું ચીરહરણ કરનારા પણ હારશે.” જે મામલે ભાજપે વળતો પ્રહાર કર્યો હતો અને તેને હિંદુ દેવી-દેવતાનું અપમાન ગણાવ્યું હતું. 

    કોંગ્રેસે રાહુલ ગાંધીના સમર્થનમાં શક્તિપ્રદર્શન કરવા માટે માણસો તો ભેગા કરી નાંખ્યા પરંતુ તેમાંથી ઘણા લોકોને એ પણ ખબર ન હતી કે મુદ્દો શું છે અને તેઓ શા માટે વિરોધ કરવા આવ્યા છે. રિપબ્લિક ટીવીની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં કેટલીક મહિલાઓને જ્યારે પૂછવામાં આવે છે કે તેઓ શા માટે આવ્યા છે અને રાહુલ ગાંધીને શું થયું છે? ત્યારે તેઓ ગેંગેફેંફે કરતા જોવા મળે છે અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર બોલવા માંડે છે. 

    કાયદાકીય પ્રક્રિયા અનુસાર એજન્સીએ રાહુલ ગાંધીને મની લોન્ડરિંગ કેસ મામલે સમન્સ પાઠવ્યા બાદથી જ કોંગ્રેસ હાંફળી-ફાંફળી બની ગઈ હતી અને અગાઉથી જ ‘શક્તિપ્રદર્શન’ના બહાને નાટકનું આયોજન કરી રાખ્યું હતું. જે બાદ કોંગ્રેસે આજે રાહુલ ગાંધી કાયદા અને બંધારણથી પણ ઉપર હોય તેમ વર્તન કરી હોબાળો મચાવી મુક્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં