Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: 'ખબર નથી પડતી મારો ભાઈ છે' કહી કોર્પોરેશનના અધિકારી પર તૂટી...

    વડોદરા: ‘ખબર નથી પડતી મારો ભાઈ છે’ કહી કોર્પોરેશનના અધિકારી પર તૂટી પડ્યા કોંગ્રેસી કોર્પોરેટર, ઢોર પકડવા ગયેલા મનપા કર્મચારીઓ પર લાકડીઓ વડે હુમલો

    આ પહેલા પણ એક વાર આ પ્રકારની ઘટના ઘટી ચુકી છે. જેમાં વડોદરામાં જ રખડતા ઢોરનો ત્રાસ વધતા કાર્યવાહી કરી રહેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. તે વખતે માલધારીઓએ મહિલાને પોતાની ઢાલ બનાવીને આગળ કરી હતી.

    - Advertisement -

    અનેક શહેરોમાં વધતા જતા રખડતા ઢોરના ત્રાસથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે, તેવામાં વડોદરામાં મનપા કર્મચારીઓ પર કોંગ્રેસના કોર્પોરેટરનો હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડના ભાઈ અને સ્થાનિકોએ ઢોર પકડવા ગયેલી પાર્ટી પર લાકડી અને પાઈપથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઢોર પકડનાર પાર્ટીના એક કર્મચારી રોહન લોખંડેને પગના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું હતું. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

    મળતા અહેવાલો અનુસાર વડોદરામાં મનપા કર્મચારીઓ પર કોંગ્રેસના કોર્પોરેટરનો હુમલો કરવાની આ ઘટના ગઈ કાલે સાંજે ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઢોર પકડનાર વિભાગના કર્મચારીઓ ગતરાતે ફતેગંજ વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી કરવા ગયા હતા. દરમિયાન તેઓને માહિતી મળી હતી કે છાણી ગુરુદ્વારા સામે રસ્તામાં કેટલાક ઢોર અડચણરૂપ બની રહ્યાં છે. મહિતી મળતા જ ટીમ ત્યાં પહોંચી હતી અને એક રઝળતી ગાયને ડબ્બામાં પૂરી હતી. દરમિયાન ગાયનો માલિક ત્યાં આવી ચઢ્યો હતો અને કર્મચારીઓને ગાળો ભાંડીને લાકડી વડે હુમલો કર્યો હતો.

    હજુ કોઈ કશું સમજે તે પહેલા જ કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડ ત્યાં આવી ચઢ્યા હતા અને કહ્યું કે, ‘આ મારો ભાઈ છે તમને ખબર નથી પડતી’ તેમ કહીને તેઓએ પણ કર્મચારીઓને ગાળો આપવા માંડી હતી. આટલું જ નહી, ટીમ સાથે ઝપાઝપી કરી, અને ડંડા ઉગામીને પશુને છોડાવી લીધું હતું. આ અંગે કર્મચારીઓએ હુમલો કરનાર માલધારીઓ સામે ફરિયાદ નોંધાવતા માલધારીઓની અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો કોઈ મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

    - Advertisement -

    નોંધનીય છે કે આ પહેલા પણ એક વાર આ પ્રકારની ઘટના ઘટી ચુકી છે. જેમાં વડોદરામાં જ રખડતા ઢોરનો ત્રાસ વધતા કાર્યવાહી કરી રહેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. તે વખતે માલધારીઓએ મહિલાને પોતાની ઢાલ બનાવીને આગળ કરી હતી. આ મહિલાઓ લાઠી ડંડા તો ઠીક હાથમાં દાતરડા જેવા તીક્ષ્ણ હથિયાર લઈને તંત્ર સામે ભીડી ગઈ હતી. તો આ વખતે મનપા કર્મચારીઓ ઉપર હુમલો કરનાર કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટર છે. જેમની પાર્ટી જાહેર કાર્યક્રમો, ટીવી ડીબેટોમાં સરકારને રખડતા ઢોર પર કાર્યવાહી કરવા અનેક વખત સવાલ કરી ચુકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં