Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘રાહુલ ગાંધીના વિમાનને વારાણસીમાં ઉતરવાની પરવાનગી ન અપાઈ’: કોંગ્રેસ નેતાઓ અને પત્રકારોએ...

  ‘રાહુલ ગાંધીના વિમાનને વારાણસીમાં ઉતરવાની પરવાનગી ન અપાઈ’: કોંગ્રેસ નેતાઓ અને પત્રકારોએ ચલાવ્યું જુઠ્ઠાણું, એરપોર્ટ ઓથોરિટીએ પોલ ખોલી નાંખી

  આ દાવો કેટલાક પત્રકારોએ પણ આગળ વધાર્યો હતો. પરંતુ જ્યારે વારાણસી એરપોર્ટ ઓથોરિટીએ સ્પષ્ટતા કરી ત્યારે આ દાવાઓની પોલ ખુલી ગઈ હતી. 

  - Advertisement -

  મંગળવારે (14 ફેબ્રુઆરી, 2023) કોંગ્રેસ નેતાઓએ એક નવો દાવો કરીને જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. દાવો કરવામાં આવ્યો કે ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જનાર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના વિમાનને વારાણસી એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. પછીથી આ દાવો કેટલાક પત્રકારોએ પણ આગળ વધાર્યો હતો. પરંતુ જ્યારે વારાણસી એરપોર્ટ ઓથોરિટીએ સ્પષ્ટતા કરી ત્યારે આ દાવાઓની પોલ ખુલી ગઈ હતી. 

  કોંગ્રેસ નેતા અજય રાયે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “રાહુલજી (ગાંધી) આજે કેરળથી બનારસ આવનાર હતા અને અહીં બાબા વિશ્વનાથના દર્શન કરીને તેમણે પ્રયાગરાજ જવાનું હતું, ત્યાં તેમનો કાર્યક્રમ છે. પરંતુ આજે અહીં એરપોર્ટ ઓથોરિટીએ સંપૂર્ણ રીતે સરકારના દબાણમાં અને રાષ્ટ્રપતિનો હવાલો આપીને તેમના વિમાનને ઉતરવા ન દીધું, પરવાનગી ન આપી અને કાર્યક્રમ રદ કરાવ્યો.” 

  તેમણે આગળ દાવો કર્યો કે, એરપોર્ટ ઓથોરિટીએ ટ્રાફિક જામનું બહાનું આપીને જાણીજોઈને, દબાણમાં પરવાનગી આપી ન હતી. પ્રયાગરાજમાં રાહુલ ગાંધીનો વ્યક્તિગત કાર્યક્રમ હોવાનું તેમણે જણાવ્યું હતું. 

  - Advertisement -

  કોંગ્રેસ નેતાના દાવા બાદ પત્રકાર પંકજ શર્માએ પણ એક ટ્વિટ કર્યું. તેમણે લખ્યું કે, આજે રાત્રે રાહુલ ગાંધીના વિમાનને ઉત્તર પ્રદેશના વારાણસી એરપોર્ટ પર ઉતરવા દેવામાં આવ્યું ન હતું અને તેમણે મોડી રાત્રે જ દિલ્હી પરત ફરવું પડ્યું. તેમણે સાથે એવું પણ લખ્યું કે એક એકલા રાહુલ ગાંધી આખી ભારતીય જનતા પાર્ટી ઉપર ભારે પડી રહ્યા છે. 

  અન્ય પણ કેટલાક પત્રકારોએ આ દાવા આધારિત ટ્વિટ કર્યાં હતાં અને વારાણસીમાં લેન્ડિંગની પરવાનગી ન મળવાના કારણે રાહુલ ગાંધીની મુલાકાત રદ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. 

  આ તમામ દાવાઓની પોલ ખુલી ગઈ જ્યારે સ્વયં વારાણસી એરપોર્ટ ઓથોરિટીએ સામે આવીને સ્પષ્ટતા કરી અને જણાવ્યું કે કેમ રાહુલ ગાંધી વારાણસી પહોંચ્યા ન હતા. વાસ્તવમાં, રાહુલ ગાંધી જે વિમાનમાં આવનાર હતા તેના ઓપરેટરે જ ફ્લાઇટ રદ કરી દીધી હતી. 

  વારાણસી એરપોર્ટ ઓથોરિટીનાં એરપોર્ટ ડાયરેક્ટરે એક વિડીયો બાઈટમાં જણાવ્યું કે, 13 ફેબ્રુઆરી, 2023ના રોજ 9:12 વાગ્યે વોટ્સએપ મારફતે અને 9:16 વાગ્યે ઈ-મેઈલ દ્વારા જાણકારી મળી હતી કે બનારસ આવનારી રાહુલ ગાંધીની ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. 

  એરપોર્ટના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી પણ જણાવવામાં આવ્યું કે, 13 ફેબ્રુઆરી, 2023ના રોજ AR એરવેઝ દ્વારા વારાણસી એરપોર્ટને ઈ-મેઈલ મારફતે જાણ કરવામાં આવી હતી કે ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. એરપોર્ટે લેન્ડિંગ માટે પરવાનગી ન આપી હોવાના દાવામાં કોઈ તથ્ય નથી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં