Friday, November 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ભારત જોડો યાત્રા’માં ફરી જોવા મળ્યાં વીર સાવરકરનાં પોસ્ટરો, કોંગ્રેસે હાથ અઘ્ધર...

    ‘ભારત જોડો યાત્રા’માં ફરી જોવા મળ્યાં વીર સાવરકરનાં પોસ્ટરો, કોંગ્રેસે હાથ અઘ્ધર કર્યા: રાહુલ ગાંધી ગણાવી ચૂક્યા છે ‘દેશદ્રોહી’

    રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ અવારનવાર વીર સાવરકરનું અપમાન કરતા આવ્યા છે ત્યારે તેમની યાત્રામાં બીજી વખત વીર સાવરકરનાં પોસ્ટરો જોવા મળ્યાં હતાં.

    - Advertisement -

    કોંગ્રેસની ભારત જોડો યાત્રાના પોસ્ટરમાં વીર સાવરકર સાથે રાહુલ ગાંધીના ફોટા લગતા કોંગ્રેસ ઘાંઘી થઇ ગઈ છે, પોસ્ટરમાં રાહુલ સાથે કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો ફોટો વીર સાવરકર સાથે હતો. આ પોસ્ટર કર્ણાટકના માંડ્યા જિલ્લામાં લગાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં કોંગ્રેસ પાર્ટી છેલ્લા કેટલાક સમયથી મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરનું સતત અપમાન કરતી આવી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પોસ્ટરો પર વીર સાવરકરનો ફોટો લગાવવાનો શ્રેય કોંગ્રેસના શાંતિ નગરના ધારાસભ્ય નાલાપદ અહેમદ હરિસને આપવામાં આવી રહ્યો છે. જોકે, હરિસે કહ્યું છે કે આ પોસ્ટરો કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ લગાવ્યાં નથી, પરંતુ અન્ય કોઈએ જાણીજોઈને પોસ્ટરો લગાવ્યાં છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ મામલાની તપાસ કરવા માટે અજાણ્યા લોકો સામે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવશે. જોકે વીર સાવરકર રાહુલ ગાંધીના અણગમતા ક્રાંતિકારીઓમાંના એક છે.

    ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કોંગ્રેસના પોસ્ટરમાં વીર સાવરકરના ફોટાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પૂનાવાલાએ ટ્વિટ કર્યું હતું કે, કેરળ બાદ હવે કર્ણાટકમાં કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’માં સાવરકરજીના પોસ્ટર ફરી દેખાઈ રહ્યા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ‘ભારત જોડો’ વીર સાવરકરની વિચારધારાથી જ થઈ શકે છે. કોંગ્રેસ આ માટે બદમાશોને દોષી ઠેરવી શકે છે પરંતુ સત્ય હંમેશા બહાર આવે છે.

    - Advertisement -

    આ સિવાય આંધ્ર પ્રદેશના બીજેપી નેતા વિષ્ણુ વર્ધન રેડ્ડીએ પણ આના પર કટાક્ષ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, ‘કોંગ્રેસે કર્ણાટકમાં વીર સાવરકરનાં પોસ્ટર લગાવ્યાં છે, તે ખૂબ જ રસપ્રદ છે. તેમના કેટલાક કાર્યકરોએ વાસ્તવિક ઇતિહાસ વાંચ્યો હોય તેવું લાગે છે અને ગાંધી-નેહરુ પરિવારની બહાર પણ વિચારે છે.’

    નોંધનીય છે કે આ પહેલા 21 સપ્ટેમ્બરે પણ કેરળમાં આવી જ ઘટના બની હતી. જ્યાં અલુવામાં કોંગ્રેસ નેતાઓએ ‘ભારત જોડો’ યાત્રા દરમિયાન વીર સાવરકરનું પોસ્ટર લગાવ્યું હતું. તે બેનરમાં વીર સાવરકર સહિત અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓની તસવીરો હતી.

    જોકે, તે પોસ્ટર બાદ કોંગ્રેસે કહ્યું હતું કે પોસ્ટરમાં છપાવવા દરમિયાન ભૂલ થઈ હતી. કોંગ્રેસ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે તેઓ સ્વાતંત્ર્ય સેનાનીઓની તસવીરો મૂકવા માંગતા હતા પરંતુ તેમની ભૂલ થઈ હતી. પાર્ટી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે બૂથ લેવલના કાર્યકરોએ ઈન્ટરનેટ પરથી તસવીરો લીધી હતી અને પોસ્ટર છાપતા પહેલા ક્રોસ ચેક કરવામાં આવ્યા ન હતા.

    શહઝાદ પૂનાવાલાએ કેરળમાં વીર સાવરકરના ફોટા સાથેના પોસ્ટરો પર કટાક્ષ કરતા કહ્યું, “ઉફ્ફ, એવું લાગે છે કે રાહુલ (ગાંધી)ના ઈતિહાસને ખોટો બનાવવાના પ્રયાસો સફળ થયા નથી. વીર સાવરકર જેની સામે રાહુલ જૂઠું બોલી રહ્યા છે, તે જૂઠનો પર્દાફાશ અલુવા અને એર્નાકુલમમાં ‘ભારત જોડો’ યાત્રાના પોસ્ટરો દ્વારા કરવામાં આવ્યો છે. તે પછી પણ તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાવરકર ઝિંદાબાદ.”

    તેમણે તેમના બીજા ટ્વીટમાં લખ્યું, “રાહુલ જી, તમે ગમે તેટલી કોશિશ કરો. ઈતિહાસ અને સત્ય સામે આવે જ છે. સાવરકર હીરો હતા. પદયાત્રા કરનારાઓ ‘કાયર’ છે.”

    ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના તમામ નેતાઓએ મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની સ્વાતંત્રવીર સાવરકરનું વારંવાર અપમાન કર્યું છે. કોંગ્રેસના નેતાઓએ વીર સાવરકરને આંદામાન જેલમાં તેમના રોકાણ દરમિયાન અંગ્રેજોને આપેલી ‘અરજીઓ’ માટે ‘દેશદ્રોહી’ ગણાવ્યા છે. વીર સાવરકર 1911 થી 1921 સુધી આંદામાનની સેલ્યુલર જેલમાં બંધ હતા. કોંગ્રેસના નેતાઓએ ક્યારેય સ્વીકાર્યું ન હતું કે સાવરકરે દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડાઈ લડી હતી, પરંતુ તેઓએ સાવરકરને માત્ર ‘માફી માંગનારા’ ગણાવ્યા હતા.

    કોંગ્રેસની કહેવાતી ‘ભારત જોડો’ યાત્રા દ્વારા સત્તામાં પાછા ફરવાનું સપનું જોનારા રાહુલ ગાંધીએ મહાન ક્રાંતિકારી વીર સાવરકરનું પણ અનેકવાર અપમાન કર્યું છે. વર્ષ 2019માં નવી દિલ્હીમાં ‘ભારત બચાવો રેલી’ને સંબોધિત કરતી વખતે તેઓ ભાષણમાં વીર સાવરકરનું નામ બિનજરૂરી રીતે ઢસડી લાવ્યા હતા. આ ભાષણ દરમિયાન દેશમાં બળાત્કારની ઘટનાઓ વિશે બોલતા તેમણે કહ્યું હતું કે, તેઓ રાહુલ ગાંધી છે અને ‘રાહુલ સાવરકર’ નથી.

    એટલું જ નહીં માર્ચ 2022માં કેરળમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે વીર સાવરકરને ‘દેશદ્રોહી’ કહ્યા હતા. સંસદ ભવનમાં વીર સાવરકરની તસ્વીર સામે ગાંધીજીની તસવીર લગાવવા બદલ ભાજપની ટીકા કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશદ્રોહી ક્યારેય દેશભક્ત ન હોઈ શકે. “દેશભક્ત ભૂલ કરીને દેશદ્રોહી બની શકે છે. પરંતુ દેશદ્રોહી ક્યારેય દેશભક્ત ન હોય શકે. તે વીર સાવરકર હતા. ભાજપ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, આંબેડકર, સુભાષચંદ્ર બોઝ પર નાટક કરે છે કારણ કે તેમના નેતાઓ રાષ્ટ્રવિરોધી હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં