Monday, July 22, 2024
More
  હોમપેજરાજકારણ'2026 સુધીમાં આસામમાં નહીં બચે કોંગ્રેસ': CM હિમંતા બિસ્વા સરમાએ વિપક્ષ પર...

  ‘2026 સુધીમાં આસામમાં નહીં બચે કોંગ્રેસ’: CM હિમંતા બિસ્વા સરમાએ વિપક્ષ પર કર્યા પ્રહાર, કહ્યું- રાહુલ ગાંધીનું ભવિષ્ય અંધરકારમય

  CM હિમંતા સરમાએ કહ્યું કે, "છેલ્લા દોઢ મહિનામાં તમે કોંગ્રેસનું મોટું ધોવાણ જોયું છે. કારણ કે, કોંગ્રેસના ઘણા નેતાઓ, કાર્યકરો ભાજપ અને AGPમાં જોડાયા છે. હું માનું છું કે, 2026 સુધીમાં આસામમાં કોંગ્રેસ પાર્ટી નહીં હોય."

  - Advertisement -

  લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. આસામમાં તેને લઈને ભારે તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પ્રચારમાં લાગેલા રાજકીય પક્ષો તેમના વિરોધીઓ પર પ્રહારો કરી રહ્યા છે. એ જ અનુક્રમે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. CM હેમંતા વિપક્ષી પાર્ટી પર આક્રમણ કરવાની એક પણ તક છોડી રહ્યા નથી. તેમણે પ્રહાર કરતાં કહ્યું કે, રાહુલ ગાંધીનું ભવિષ્ય અંધકારમય છે. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, 2026 સુધીમાં આસામમાં કોંગ્રેસ નહીં હોય. બધા નેતાઓ ભાજપમાં સામેલ થઈ જશે.

  સોમવારે (25 માર્ચ, 2024) આસામમાં સ્થિત વિશ્વનાથમાં પત્રકારો સાથે વાત કરતાં હિમંતા બિસ્વા સરમાએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટીને વોટ આપવાનો અર્થ રાહુલ ગાંધીને વોટ આપવાનો છે. ભાજપને વોટ આપવાનો અર્થ નરેન્દ્ર મોદીને વોટ આપવાનો છે. જે લોકો નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે, તેઓ માને છે કે, ભારત વિશ્વગુરુ બનીને રહેશે. તે લોકો આ ચૂંટણીમાં ભાજપને જ મત આપશે. જે લોકો રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ ધરાવે છે. તે લોકોને પણ ખબર છે કે, રાહુલ ગાંધીનું ભવિષ્ય પણ અંધકારમય છે અને તેમના અનુયાયીઓનું ભવિષ્ય પણ અંધરકારમય છે.” આ સાથે તેમણે 2026 સુધીમાં આસામના રાજકારણમાં શું પરિવર્તન આવી શકે તે પણ કહ્યું હતું.

  ‘2026 સુધીમાં આસામમાં કોંગ્રેસ નહીં હોય’

  તેમણે વધુમાં કહ્યું કે, “છેલ્લા દોઢ મહિનામાં તમે કોંગ્રેસનું મોટું ધોવાણ જોયું છે. કારણ કે, કોંગ્રેસના ઘણા નેતાઓ, કાર્યકરો ભાજપ અને AGPમાં જોડાયા છે. હું માનું છું કે, 2026 સુધીમાં આસામમાં કોંગ્રેસ પાર્ટી નહીં હોય. હું ભરત નહર કે કોઈપણ નેતાઓ પર ટિપ્પણી કરવા માંગતો નાથી, કારણે કે હું તેમના સંપર્કમાં નથી. પરંતુ મારુ માનવું છે કે, 2026 સધીમાં આસામમાં કોંગ્રેસ પાર્ટી રહેશે નહીં. તેઓ ફક્ત કેટલાક નાના વિસ્તારોમાં જ જીવિત રહી શકશે.”

  - Advertisement -

  મુખ્યમંત્રી હિમંતા સરમાએ વધુમાં કહ્યું કે, “લોકસભાની ચૂંટણી સુધી ઘણા સારા નેતાઓ ભાજપમાં જોડાવાનું ચાલુ રાખશે અને જોડાવાની પ્રક્રિયા લોકસભાની ચૂંટણી પછી પણ ચાલુ રહેશે.” તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 2025 સુધીમાં આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન કુમાર બોરા પણ ભાજપમાં જોડાશે.

  તેમણે કહ્યું, “મેં તેમના (ભૂપેન કુમાર બોરા) માટે બે બેઠકો તૈયાર કરી છે. કોંગ્રેસના તમામ તૃણમૂલ સભ્યો અમારી સાથે જોડાશે. જો હું સોનિતપુર માટે ઉમેદવારનું (કોંગ્રેસ) નામ જાહેર કરીશ તો તે ભાજપમાં જોડાઈ જશે પરંતુ હું આ ઈચ્છતો નથી. હાલમાં આસામ કોંગ્રેસ અમારા હાથમાં છે. એ તો ફિક્સ ડિપોઝીટ જેવું જ છે, જરૂર પડશે ત્યારે લાવીશું. જ્યારે મોદીજીને તેની જરૂર પડશે ત્યારે અમે તે લઈ લઈશું.”

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં