Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુંબઈમાં ક્રિકેટર પૃથ્વી શો પર હુમલો: સેલ્ફી લેવાની ના પડતા બેઝબોલ સ્ટીક...

    મુંબઈમાં ક્રિકેટર પૃથ્વી શો પર હુમલો: સેલ્ફી લેવાની ના પડતા બેઝબોલ સ્ટીક લઈ મિત્રની ગાડી પર તૂટી પડ્યા; ફરિયાદ દાખલ

    પૃથ્વી શોના મિત્રએ જણાવ્યુ હતુ કે, "અમે ગાડી લઈને હોટેલ પરથી નીકળી ગયા હતા. ત્યારે આરોપીઓએ અમારો પીછો કર્યો હતો અને ઓશિવારા નજીક ટ્રાફિક સિગ્નલ પાસે અટકાવીને વિન્ડશિલ્ડ તોડી નાંખ્યું હતું. આ ઉપરાંત તેમણે ખોટો પોલીસ કેસ દાખલ કરવાની ધમકી આપીને રૂપિયા 50,000ની પણ માંગણી પણ કરી હતી."

    - Advertisement -

    મુંબઈમાં ક્રિકેટર પૃથ્વી શો પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં તેમના મિત્રની કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધી છે. મળતી માહિતી પ્રમાણે એક હોટલની બહાર પૃથ્વી શો અને તેમના મિત્ર પર બેઝબોલ સ્ટિકથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના મિત્રની કારને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. નોંધનીય છે કે છેલ્લે ન્યૂઝિલેન્ડ સામે રમાયેલી ટી 20 મેચની સિરિઝમાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં હતા.

    મળતી માહિતી પ્રમાણે ક્રિકેટર પૃથ્વી શો પર હુમલો થયો તે પહેલા તેમની સાથે બે લોકોએ સેલ્ફી લીધી હતી. ત્યારબાદ તેમની સાથે સેલ્ફી લેવા માટે અન્ય લોકો ભેગા થઈ ગયા હતા અને તેમની સાથે સેલ્ફી લેવા માટે કહેવામાં આવ્યું હતું. સમયના અભાવના કારણે પૃથ્વીએ તેમને ના પાડી હતી. શોના મિત્ર આશિષ સુરેન્દ્ર યાદવે આ બાબતે જણાવ્યુ હતુ કે, ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ તેમનો પીછો કર્યો હતો અને ધમકી આપી હતી કે, પૈસા આપો નહીંતર, તેમને ખોટા કેસમાં ફસાવી દઈશુ.

    મુંબઈની ઓશિવારા પોલીસે આ મામલે 8 લોકો સામે ફરિયાદ દાખલ કરી કરી છે. ફરિયાદ પ્રમાણે, જ્યારે આરોપીઓએ સેલ્ફી લેવા માટે વધુ દબાણ કર્યુ તો પૃથ્વી શોના મિત્રએ હોટેલ મેનેજરને ફોન કર્યો હતો. ત્યારબાદ મેનેજરે આરોપીઓને જવા માટે કહ્યુ હતુ. ત્યારબાદ જ્યારે પૃથ્વી શો હોટેલમાંથી બહાર નીકળ્યા તે સમયે હોટેલની બહાર કેટલાક લોકો બેઝબોલ સ્ટિક સાથે ઊભા હતા. તેમાંથી બે આરોપીની ઓળખ થઈ ગઈ છે. તેમના નામ અનુક્રમે શોભિત ઠાકુર અને સપના (સના) ગિલ છે.

    - Advertisement -

    પૃથ્વી શોના મિત્રએ જણાવ્યુ હતુ કે, ‘અમે ગાડી લઈને હોટેલ પરથી નીકળી ગયા હતા. ત્યારે આરોપીઓએ અમારો પીછો કર્યો હતો અને ઓશિવારા નજીક ટ્રાફિક સિગ્નલ પાસે અટકાવીને વિન્ડશિલ્ડ તોડી નાંખ્યું હતું. આ ઉપરાંત તેમણે ખોટો પોલીસ કેસ દાખલ કરવાની ધમકી આપીને 50,000ની પણ માંગણી પણ કરી હતી.’

    આ મામલે મીડિયા સાથે વાત કરતા આરોપિતો માની એક સપના ગિલના વકીલ અલી કાશિફ ખાને આરોપ લગાવ્યો છે કે, ‘ક્રિકેટર પૃથ્વી શૉએ સપના સાથે મારપીટ કરી હતી.’ જોકે સપના ગિલના મિત્ર દ્વારા ઉતારાયેલા એક વીડિયોમાં સપનાના હાથમાં બેઝબોલ સ્ટિક દેખાઈ રહી છે અને પૃથ્વી શો તેને પકડી રહ્યો હોય અને મારતા રોકી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં