Monday, September 16, 2024
More
    હોમપેજદેશરામ મંદિર પર ટિપ્પણી બાદ હવે મણિશંકર ઐયરની પુત્રીની મુશ્કેલીઓ વધી, સાયબર...

    રામ મંદિર પર ટિપ્પણી બાદ હવે મણિશંકર ઐયરની પુત્રીની મુશ્કેલીઓ વધી, સાયબર ક્રાઇમ પાસે પહોંચી ફરિયાદ: RWAએ પણ પાઠવી હતી નોટિસ

    ફરિયાદી અજય અગ્રવાલે માંગ કરી હતી કે સુરન્યા ઐયર વિરુદ્ધ IPCની કલમ 153A (વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવી) અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવે. આ પહેલાં RWAએ પણ કહ્યું હતું કે સુરન્યા ઐયર સોસાયટીનું નામ બગાડી રહ્યાં છે, તેમણે માફી માંગવી જોઈએ અથવા કોઈ અન્ય સોસાયટીમાં જવું જોઈએ.

    - Advertisement -

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પર ટિપ્પણી કરીને ઉપવાસની જાહેરાત કરનાર કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરની પુત્રીની વધી છે. સુરન્યા ઐયર વિરુદ્ધ સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના વિરોધમાં 3 દિવસના ઉપવાસ કર્યા હતા અને કહ્યું હતું કે, તેઓ દેશના મુસ્લિમ નાગરિકો માટે આ કરી રહ્યાં છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટ પણ કરી હતી. જે પછી તેઓ જ્યાં રહે છે તે સોસાયટીના RWAએ (રેસિડન્ટ વેલફેર એસોશિએશન) પણ તેમને જાહેરમાં માફી માંગવા અથવા સોસાયટી છોડી બીજે ચાલ્યા જવા માટે નોટિસ આપી હતી. ત્યારે હવે સામે આવ્યું છે કે, તેમની સામે દિલ્હીમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    સુપ્રીમ કોર્ટના વકીલ અને ભાજપના નેતા અજય અગ્રવાલે શનિવારે (3 ફેબ્રુઆરી, 2024) આ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમની ફરિયાદમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, કેવી રીતે મણિશંકર ઐયરની પુત્રીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના 2 દિવસ પહેલાં 20 જાન્યુઆરી, 2024ના રોજ તેમના ફેસબુક અને યુટ્યુબ સિવાયના અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વાંધાજનક પોસ્ટ લખી હતી. સાથે તેમણે દિલ્હી પોલીસને 36 મિનિટનો એક વિડીયો પણ પોલીસને સોંપ્યો છે અને તેને ભડકાઉ ગણાવ્યો છે.

    ફરિયાદી અજય અગ્રવાલે માંગ કરી હતી કે સુરન્યા ઐયર વિરુદ્ધ IPCની કલમ 153A (વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવી) અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવે. આ પહેલાં RWAએ પણ કહ્યું હતું કે સુરન્યા ઐયર સોસાયટીનું નામ બગાડી રહ્યાં છે, તેમણે માફી માંગવી જોઈએ અથવા કોઈ અન્ય સોસાયટીમાં જવું જોઈએ. જોકે, આના જવાબમાં સુરન્યાએ કહ્યું કે આ RWA તેમની નહીં પરંતુ અન્ય કોઇ સોસાયટી સાથે સંબંધિત છે.

    - Advertisement -

    આ પહેલાં મણિશંકર ઐયરની પુત્રીએ એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેની માતા તેને મધ પીવડાવીને ઉપવાસ તોડતી જોવા મળી રહી છે. જેના કારણે સમાજના લોકોમાં રોષનું વાતાવરણ સર્જાયું હતું. લોકો કહી રહ્યા છે કે, કોંગ્રેસ નેતાની પુત્રીએ માફી માંગવી જોઈએ. એ પણ નોંધવું જોઈએ કે થોડા દિવસો પહેલાં જ મણિશંકર ઐયરની બીજી પુત્રી યામિની સાથે સંકળાયેલ થિંક ટેન્ક સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (CPR)નું FCRA લાઇસન્સ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાને કારણે રદ કર્યું હતું .

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં