Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતમાં પોતાનું ધાર્યું કરવું ગુગલને ભારે પડયું, CCI એ ફટકાર્યો અધધ 936...

    ભારતમાં પોતાનું ધાર્યું કરવું ગુગલને ભારે પડયું, CCI એ ફટકાર્યો અધધ 936 કરોડ રૂપિયાનો દંડ: જાણો વિગતે માહિતી

    ભારતમાં ગુગલને સ્પર્ધાના નિયમોના ઉલ્લંઘનના આરોપ હેઠળ કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જો કે આવું પહેલી વખત નથી બન્યું.

    - Advertisement -

    ટેક કંપની ગુગલને ભારતમાં મોટો ઝટકો લાગ્યો છે . કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા ગૂગલને 936 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. એક મહિનામાં બીજી વખત છે જયારે CCI દ્વારા ગુગલને દંડ ફટકારવામાં આવ્યો હોય. આ પહેલા CII દ્વારા ગુગલને 1,337.76 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગુગલને બે અલગ-અલગ કેસમાં દંડ ફટકારવામાં આવ્યો છે અને આ બંને કેસ એન્ટી-કોમ્પિટિશન નિયમો સાથે સંબંધિત છે.

    અહેવાલો અનુસાર કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) અનુસાર જો કોઈ એપ ડેવલપર તેની એપ ગુગલ પ્લેસ્ટોર પર વેચવા માંગે છે અથવા એપ/મોબાઈલ ગેમ દ્વારા પૈસા કમાવવા માંગે છે, તો તેણે ગુગલની પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો પડશે. સીસીઆઈના મતે આમ કરવું ઈન્ડિયન કોમ્પિટિશન એક્ટનું ઉલ્લંઘન છે, જેથી ગુગલને 936 કરોડનો દંડ ફટકાર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

    શા માટે દંડ ફટકારવામાં આવ્યો

    - Advertisement -

    વાસ્તવમાં CCIએ ગુગલને તેના વર્ચસ્વનો દુરુપયોગ કરવા માટે દોષિત ઠેરવ્યું છે. આવી સ્થિતિમાં CCIએ ગુગલ પર ભારતમાં કોમ્પિટિશન એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. સરળ શબ્દોમાં વાત કરીએ તો, ગુગલના ઘણા ઉત્પાદનો છે જેમ કે જીમેલ, ગુગલ મેપ , એન્ડ્રોઇડ પ્લેટફોર્મ, ગુગલ સર્ચ પ્લેટફોર્મ. આ કારણે જાહેરાત અને માર્કેટિંગનું કામ ગુગલ દ્વારા થાય છે. આ કારણોસર, ગુગલ તેના વર્ચસ્વને કારણે બજારમાં હાજર બાકીની કંપનીઓને રહેવા દેતું નથી, જેના કારણે ગુગલની તુલનામાં અન્ય કોઈ કંપની બજારમાં ઊભી રહી શકતી નથી.

    ગુગલ પર આ પહેલા પણ કાર્યવાહી કરવામાં આવી છે

    ઉલ્લેખનીય છે કે 20 ઓક્ટોબરે CCIએ ગુગલને 1337 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એન્ડ્રોઇડ ફોનમાં ગુગલ દ્વારા તેની એપનું વર્ચસ્વ જાળવી રાખવા માટે, સીસીઆઈએ તે સમયે તેની એપ્સને પ્રી-ઇન્ટોલ તરીકે આપવા અને યુઝરને તેને ડિલીટ કરવાની મંજૂરી ન આપવા બદલ દંડ ફટકાર્યો હતો.

    CCIની કાર્યવાહી બાદ તેના આદેશમાં ગુગલને અન્યાયી વ્યાપારી ગતિવિધિઓ રોકવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સાથે કામ કરવાની રીતોમાં પણ ફેરફાર કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. જે બાદ ગુગલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ભારતીય ગ્રાહકો માટે આ એક મોટો આંચકો છે. અમે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાના સ્પર્ધા વિરોધી વ્યવહારો માટે રૂ. 1,338 કરોડનો દંડ લાદવામાં આદેશની સમીક્ષા કરીશું

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં