Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરાના ગામમાં મસ્જિદ પાસે ફટાકડા ફોડવાને લઈને બબાલ: ઘાતક હથિયારો વડે વરઘોડા...

    વડોદરાના ગામમાં મસ્જિદ પાસે ફટાકડા ફોડવાને લઈને બબાલ: ઘાતક હથિયારો વડે વરઘોડા પર હુમલો, પથ્થરમારો કરીને વાહનોમાં આગ લગાવાઈ

    રિપોર્ટ અનુસાર, મુસ્લિમોનું ટોળું ઘાતક હથિયારો લઈને ધસી આવ્યું હતું અને વરઘોડામાં જોડાયેલા યુવાનો પર હુમલો કરી દીધો હતો.

    - Advertisement -

    વડોદરાના પાદરાના સમીયાલામાં મસ્જિદ પાસે ફટાકડા ફોડવાને લઈને હિંદુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેમાં અમુકને ઈજાઓ પહોંચી છે તો કેટલાંક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમીયાલામાં ગોવિંદભાઈ પરમાર નામના વ્યક્તિના પુત્ર મેહુલનાં લગ્ન હતાં અને જેનું આયોજન ગામની મસ્જિદની સામેના ખેતરમાં કરવામાં આવ્યું હતું. લગ્ન નિમિત્તે શુક્રવારે સાંજે ડી.જે અને આતશબાજી સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. 

    દરમ્યાન, વરઘોડો મસ્જિદ પાસે પહોંચતાં સમીયાલામાં અમુક મુસ્લિમોએ વરઘોડામાં આવેલા યુવાનોને ફટાકડા ફોડવાની ના પાડી હતી અને જેના કારણે મામલો બિચક્યો હતો. પછીથી મુસ્લિમોએ વરઘોડા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો જેના કારણે નાસભાગ મચી ગઈ હતી અને પછીથી સામસામો પથ્થરમારો શરૂ થયો હતો. આ ઘટનામાં 10 લોકોને ઇજા પહોંચી હતી, જેમની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે. 

    - Advertisement -

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, મુસ્લિમોનું ટોળું ઘાતક હથિયારો લઈને ધસી આવ્યું હતું અને વરઘોડામાં જોડાયેલા યુવાનો પર હુમલો કરી દીધો હતો. દરમ્યાન, રસ્તામાં પડેલી ઇકો કાર, ઓટો રિક્ષા અને બાઈક સહિતનાં લગભગ 11 વાહનોમાં તોડફોડ કરીને ત્રણેક વાહનોને આગ લગાડી દેવામાં આવી હતી. 

    જોકે, મામલાએ હિંસક રૂપ પકડી લેતાં પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જાણકારી મળ્યા બાદ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 

    આ મામલે ગામના એક હિંદુ વ્યક્તિએ વડોદરા તાલુકા પોલીસ મથકે હાફિઝ અલી, ભુપત નૂરમહંમદ ઘાંચી, ઉસ્માન ઘાંચી, હસુ ઘાંચી, સાજિદ અઝીઝ ઘાંચી, આરીફ ઘણચિ સહિત 27ના ટોળા સામે ફરિયાદ દાખલ કરાવી હતી. બીજી તરફ, મુસ્લિમ પક્ષે પણ અમુક હિંદુ યુવાનો સામે ફરિયાદ કરી હતી. 

    પોલીસે બંને પક્ષોની ફરિયાદને ધ્યાનમાં લઈને બે જુદી-જુદી FIR દાખલ કરી હતી અને શનિવારે બપોર સુધીમાં 15 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. જાણવા મળ્યા અનુસાર, હાલ અન્યોની ધરપકડ કરવા માટે પોલીસ શોધખોળ હાથ ધરી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં