Tuesday, September 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમધ્ય પ્રદેશ: મુરૈનાના ઇસ્લામપુરામાં હિંદુ યુવક સાથે મારપીટ બાદ સાંપ્રદાયિક તનાવ, ગોળીઓ...

    મધ્ય પ્રદેશ: મુરૈનાના ઇસ્લામપુરામાં હિંદુ યુવક સાથે મારપીટ બાદ સાંપ્રદાયિક તનાવ, ગોળીઓ ચાલી, મહિલાઓએ પણ પથ્થર ફેંક્યા

    ઘટના બાદ મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થઇ ગયા હતા અને રાત્રિના સમયે પથ્થર અને ગોળીઓ ચાલ્યાં હતાં. બંને પક્ષે લગભગ એક કલાક સુધી પથ્થરમારો થયો અને વચ્ચે ગોળીબાર પણ થયો હતો.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના મુરૈનામાં હિંદુ-સમુદાયો વચ્ચે સંઘર્ષના સમાચાર સામે આવી રહ્યા છે. લડાઈમાં પથ્થરમારો થયો હતો તો ગોળીઓ પણ ચાલી હતી. ઘટનામાં 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે તો બીજી તરફ સાંપ્રદાયિક તણાવને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. 

    રિપોર્ટ અનુસાર, મુરૈનામાં આવેલી ઇસ્લામપુરા કોલોનીમાં રહેતા એક હિંદુ યુવક મુન્ના રાઠોડ સાથે શુક્રવારે (10 ફેબ્રુઆરી, 2023) સાંજે ત્રણ મુસ્લિમ યુવકોએ મારપીટ કરી હતી. ત્યારબાદ આ ત્રણ યુવકો રાઠોડ શેરીમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે હિંદુ યુવકોએ તેમને ઘેરી લીધા હતા. જોકે, તેમાંથી બે તો ભાગી ગયા પરંતુ એક પકડાઈ ગયો, જેની સાથે મારપીટ કરવામાં આવી હતી. 

    આ ઘટના બાદ મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થઇ ગયા હતા અને રાત્રિના સમયે પથ્થર અને ગોળીઓ ચાલ્યાં હતાં. મુરૈનામાં ઇસ્લામપુરા ખાતે બંને પક્ષે લગભગ એક કલાક સુધી પથ્થરમારો થયો અને વચ્ચે ગોળીબાર પણ થયો હતો. જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

    - Advertisement -

    વાયરલ વીડિયોમાં લોકોનું ટોળું પથ્થરમારો કરતું નજરે પડે છે, જેમાં મુસ્લિમ મહિલાઓ પણ સામેલ હોવાનું જણાઈ રહ્યું છે. 

    ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ-કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે અમુક યુવકોને હિરાસતમાં પણ લીધા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તપાસ માટે પહોંચેલી પોલીસને રસ્તા ઉપર પથ્થરો, ઈંટ અને કારતૂસ જોવા મળ્યાં હતાં. 

    પોલીસે સ્થાનિકો પાસેથી કેટલાક સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે, જેમાં પથ્થરમારો કરતા લોકો દેખાઈ રહ્યા છે. જેના આધારે હવે કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, આ મામલામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી પરંતુ 6 લોકોને નાની-મોટી ઇજા પહોંચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, કેટલાક અહેવાલોમાં એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો પોલીસના ડરે સારવાર માટે હોસ્પિટલ ગયા ન હતા અને પોતાના ઘરે જ મલમ-પટ્ટી લગાવી દીધાં હતાં.  

    ઘટનાને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બંને પક્ષો વચ્ચે મારામારી થઇ હતી. બંનેએ એકબીજા સામે કેસ દાખલ કરાવ્યા છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને પથ્થરમારો અને ગોળીબાર કરનારાઓની ઓળખ કરવાના પણ પ્રયાસ થઇ રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં