Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોયમ્બતૂર બ્લાસ્ટ: મંદિર ઉડાવવા માંગતો હતો આતંકી મુબીન, NIAએ દાખલ કરી FIR;...

    કોયમ્બતૂર બ્લાસ્ટ: મંદિર ઉડાવવા માંગતો હતો આતંકી મુબીન, NIAએ દાખલ કરી FIR; વધુ એક આરોપી અફસર ખાન પણ પકડાયો

    આરોપીઓ પૈકીના એક ફિરોઝ ઇસ્માઇલે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તે શ્રીલંકાના ઈસ્ટર સિરિયલ બ્લાસ્ટમાં સંડોવાયેલા આરોપીઓને મળ્યો હતો.

    - Advertisement -

    તમિલનાડુના કોયમ્બતૂરમાં મંદિરની સામે થયેલા સિલિન્ડર બ્લાસ્ટ મામલે આરોપીઓની ધરપકડ થયા બાદ એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.  હવે જાણવા મળ્યું છે કે આત્મઘાતી હુમલો કરનાર જમીઝા મુબીન મંદિરમાં બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતો. આ મામલે એજન્સીએ એક FIR પણ દાખલ કરી છે. બીજી તરફ, વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    એજન્સીને આશંકા છે કે સંદિગ્ધ હુમલાખોર વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં નવોનવો હશે અને એટલે મિશનમાં ફેલ થઇ ગયો હતો અને મંદિરની આસપાસ નુકસાન થતું બચી ગયું હતું. એક પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું હતું કે, મુબીને સંગમેશ્વર મંદિરની સામે 4 વાગ્યે કાર રોકી હતી, ત્યારબાદ તુરંત જ બ્લાસ્ટ થઇ ગયો. આગની લપટોમાં ઘેરાયેલો મુબીન નીકળ્યો અને થોડે દૂર જઈને ઢળી પડ્યો હતો. 

    તપાસ કરનારા અધિકારીઓએ જણાવ્યું હતું કે, કારમાં એક કે બે એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાથી મંદિર અને આસપાસનાં ઘરો પણ ચપેટમાં આવી ગયાં હોત. આશંકા છે કે મુબીનને સંપૂર્ણ ટ્રેનિંગ મળી ન હતી અને તેણે વિસ્ફોટ માટે જે જાણકારી એકઠી કરી હતી તે ક્યાંકથી વાંચીને કે ઇન્ટરનેટ પરથી મેળવી હતી. 

    - Advertisement -

    બીજી તરફ, એક રિપોર્ટ અનુસાર આરોપીઓ પૈકીના એક ફિરોઝ ઇસ્માઇલે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તે શ્રીલંકાના ઈસ્ટર સિરિયલ બ્લાસ્ટમાં સંડોવાયેલા આરોપીઓને મળ્યો હતો. 

    ઈસ્ટર બ્લાસ્ટના આરોપીઓ મોહમ્મદ અઝરૂદ્દીન અને રશીદ અલી સામે કેરળની એક જેલમાં બંધ હતા ત્યારે તે તેમને જેલમાં મળ્યો હતો તેવું તેણે જણાવ્યું હતું. હાલ એજન્સી આ મુલાકાત પાછળનો ઉદ્દેશ્ય તપાસી રહી છે. નોંધનીય છે કે આ બંને આતંકીઓ ISIS સાથે જોડાયેલા હતા. 

    NIAએ FIR દાખલ કરી 

    કોયમ્બતૂરમાં થયેલા બ્લાસ્ટ મામલે 27 ઓક્ટોબરના રોજ એજન્સી NIA દ્વારા પહેલી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ FIR CrPCની કલમ 174 અને એક્સપ્લોઝિવ સબસ્ટેન્સ એક્ટ, 1908ની કલમ 3(a) હેઠળ દાખલ કરવામાં આવી છે. 

    આ ઉપરાંત, 27 ઓક્ટોબરના રોજ એજન્સીએ વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. જેની ઓળખ અફસર ખાન તરીકે થઇ છે. તે બ્લાસ્ટમાં માર્યા ગયેલા મુબીનનો સબંધી હોવાનું કહેવાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે 28 વર્ષીય અફસર ખાને ઈ-કોમર્સ વેબસાઇટ્સ ઉપરથી પોટેશિયમ નાઇટ્રેટ, એલ્યુમિનિયમ પાઉડર, સલ્ફર અને ચારકોલ વગેરે જેવા પદાર્થો ખરીદ્યા હતા, જેનો ઉપયોગ વિસ્ફોટકો બનાવવામાં કરવામાં આવતો હતો. 

    એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે મુબીનના 75  પોટેશિયમ નાઇટ્રેટ અને અન્ય રસાયણિક પદાર્થો જપ્ત કરી લીધા હતા. અફસર સહિતના આરોપીઓએ તેને વિસ્ફોટકો બનાવવામાં અને પદાર્થો ખરીદવામાં મદદ કરી હોવાનો આરોપ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં