Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોસ્ટગાર્ડ અને NDRFએ ચાલુ તોફાનમાં મધદરિયે પાર પાડ્યું રેસ્ક્યુ ઓપરેશન: ઓઇલ ડ્રિલિંગ...

    કોસ્ટગાર્ડ અને NDRFએ ચાલુ તોફાનમાં મધદરિયે પાર પાડ્યું રેસ્ક્યુ ઓપરેશન: ઓઇલ ડ્રિલિંગ રિગના 50 કર્મચારીઓને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત સ્થાને ખસેડાયા

    ભારતીય કોસ્ટગાર્ડ અનુસાર આ રેસ્ક્યુ ઓપરેશન માટે હેલીકૉપટર દ્વારા 12 જેટલી ટૂંકા અંતરની ઉડાન ભરવામાં આવી હતી.

    - Advertisement -

    હાલ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેંજ અલર્ટ ચાલી રહ્યો છે. બિપરજોય વાવાજોડું હવે ધીમે ધીમે ગુજરાતના કાંઠા નજીક ધસી રહ્યું છે. પરંતુ એ પહેલા જ કાંઠાના વિસ્તારોમાં ઝડપી પવન સાથે તોફાન શરૂ થઇ ગયું છે, દરિયો તોફાની બની ગયો છે અને લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. હાલ કોસ્ટગાર્ડ, ઇન્ડિયન નેવી, NDRF સહિતની એજન્સીઓ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં જોડાઈ ગઈ છે.

    અહેવાલો મુજબ સોમવાર રાતથી શરુ કરીને મંગળવાર સવાર સુધી ચાલેલા એક રેસ્ક્યુ ઓપરેશન અંતર્ગત કોસ્ટગાર્ડ અને NDRF એ દ્વારકા ખાતેના દરિયામાંથી 50 લોકોને બચાવ્યા છે. જેમાં સોમવારની રાતે 26 અને મંગળવારની સવારે 24 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.

    “ભારતીય કોસ્ટ ગાર્ડ ALH ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા ગુજરાતના ઓખા નજીક દ્વારકા કિનારે કાર્યરત જેક-અપ રિગ ‘કી સિંગાપોર’માંથી આજે સવારે તમામ 50 કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે”- ICG અધિકારીઓએ જણાવ્યું હતું.

    - Advertisement -

    ભારતીય કોસ્ટગાર્ડે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “નર્વ-રેકિંગ મિશનમાં, Indian Coast Guard શિપ શૂર અને ALH Mk-III (CG 858) સાથે મળીને એ ઓખા, ગુજરાતના જેક અપ રિગ “કી સિંગાપોર” માંથી 50 કર્મચારીઓને બહાર કાઢ્યા હતા. તમામ 50 ક્રૂ (12મી જૂને 26 ક્રૂ અને આજે 24 ક્રૂ) સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.”

    ભારતીય કોસ્ટગાર્ડ અનુસાર આ રેસ્ક્યુ ઓપરેશન માટે હેલીકૉપટર દ્વારા 12 જેટલી ટૂંકા અંતરની ઉડાન ભરવામાં આવી હતી.

    ગુજરાતમાં NDRF અને SDRF ટીમો ખડેપગે 

    બિપરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં NDRFની 21, SDRF 13 ટીમ તૈનાત કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગની 95 ટીમ સંભવિત વિસ્તારોમાં મોકલાઈ છે. ઊર્જા વિભાગની 577 ટીમો પણ ખડેપગે છે.

    અત્યાર સુધીમાં દરિયાકાંઠા વિસ્તારના 3243 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. દ્વારકાના પ્રવાસન સ્થળો પર પણ સહેલાણીઓને ન જવા સૂચના આપવામાં આવી છે.  નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિર 3 દિવસ યાત્રાળુઓ માટે બંધ કરાયું છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર સ્થિતિની સમીક્ષા માટે સોમવારે તાકીદની બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બાદમાં તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કોલ કરીને કેન્દ્ર દ્વારા શક્ય તેટલી તમામ મદદ પુરી પાડવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં