Friday, October 4, 2024
More
    હોમપેજરાજકારણCM યોગીએ જ્ઞાનવાપીના વ્યાસજીના તહેખાનામાં કર્યા દર્શન, બાબા વિશ્વનાથ-નંદીની કરી પૂજા: PM...

    CM યોગીએ જ્ઞાનવાપીના વ્યાસજીના તહેખાનામાં કર્યા દર્શન, બાબા વિશ્વનાથ-નંદીની કરી પૂજા: PM મોદીની કાશી મુલાકાતને લઈને કરી બેઠક

    પીએમ નરેન્દ્ર મોદી ટુંક સમયમાં વારાણસીની મુલાકાતે પહોંચવાના છે. આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સીએમ યોગીએ અધિકારીઓ પાસેથી પણ કામગીરી અંગેની માહિતી લીધી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે (13 ફેબ્રુઆરી 2024) વારાણસીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે કાશી વિશ્વનાથની સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી હતી. જે પછી સીએમ યોગીએ જ્ઞાનવાપી પરિસરની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં વ્યાસજીના તહેખાનામાં (ભોયરા) ઝાંકીના દર્શન કર્યા હતા. આ ઉપરાંત તેમણે ત્યાં નંદી મહારાજની પણ પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે, CM યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસની તૈયારીઓ સાથે ત્યાં ચાલી રહેલા વિકાસના કાર્યોની સમીક્ષા કરવા માટે વારાણસી પહોંચ્યા હતા.

    કાશી વિશ્વનાથની વિધિ-વિધાન સાથે પૂજા

    અહેવાલો અનુસાર, કોર્ટે વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો આદેશ આપ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલીવાર વારાણસી પહોંચ્યા હતા. તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં સંપૂર્ણ વિધિ-વિધાન મુજબ પૂજા કરી હતી. આ પછી તેઓ જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં પહોંચ્યા અને ત્યાં રાખવામાં આવેલી મૂર્તિઓના પણ દર્શન કર્યા હતા. સીએમ યોગીએ જ્ઞાનવાપીમાં સ્થિત નંદી મહારાજની પણ પૂજા કરી હતી.

    - Advertisement -

    સિગરા સ્ટેડિયમ અને રોપ-વે પ્રોજેક્ટનું કામ જોયું

    વિકાસના કાર્યોનું નિરીક્ષણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીના સિગરામાં બની રહેલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને કાશી રોપવે પ્રોજેક્ટનું કામ જોયું. જ્યાં તેમણે અધિકારીઓ પાસેથી કામોની જાણકારી લીધી હતી. નોંધનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી ટુંક સમયમાં વારાણસીની મુલાકાતે પહોંચવાના છે. આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સીએમ યોગીએ અધિકારીઓ પાસેથી પણ કામગીરી અંગેની માહિતી લીધી.

    આ દરમિયાન પિંડરાના કારખિયાંઓ ગામમાં વડાપ્રધાન મોદીની રેલી યોજાવાની છે. તેઓ અહીંથી આગામી લોકસભા ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરશે. પીએમ મોદી બે ટર્મથી વારાણસીના સાંસદ છે.

    કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યપાલક અધિકારી વિશ્વ ભૂષણ મિશ્રાએ જણાવ્યું કે, વહીવટી કામકાજ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાત્રે લગભગ 8 વાગે કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં પુજા અર્ચના કરાયા બાદ તેઓ જ્ઞાનવાપી સંકુલ તરફ આગળ વધ્યા હતા. CM યોગી કાશી વિશ્વનાથ અને વ્યાસજીના ભોયરામાં લગભગ અડધો કલાક જેટલો સમય રોકાયા હતા.

    ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરીએ કોર્ટે વ્યાસજીના તહેખાનામાં (ભોયરા) પૂજા કરવાની મંજૂરી આપી હતી, અને કહ્યું હતું કે જિલ્લા પ્રશાસન ભોંયરામાં અંદર પૂજાની વ્યવસ્થા કરે. ત્યારથી સામાન્ય ભક્તો વ્યાસજીના ભોંયરામાં જીઈને દર્શન કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં