સનાતન ધર્મ વિશે કોંગ્રેસ અને DMK નેતાઓની વિવાદાસ્પદ અને અપમાજનક ટિપ્પણીઓનો દોર યથાવત છે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વિશે નિવેદન આપીને આ પાર્ટીએ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, પરંપરા પર આંગળી ઉઠાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે સનાતન ક્યારેય નષ્ટ થઈ શકશે નહીં.
યોગી આદિત્યનાથે એક સભામાં સંબોધન કરતાં કહ્યું કે, “ભારતની સનાતન પરંપરા પર આંગળી ઉઠાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વારસાને અપમાનિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ તેઓ ભૂલી ગયા કે જો સનાતન રાવણના અહંકારથી નહતો નષ્ટ થયો, જે કંસના અહંકારથી નહતો ડગ્યો કે બાબર અને ઔરંગઝેબના અત્યાચારથી નષ્ટ નહતો થયો તુચ્છ સત્તા પરજીવીઓથી શું નષ્ટ થવાનો….આજે તેમણે પોતાનાં કૃત્યો પર લજ્જિત થવું જોઈએ.”
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath says, "Attempts are being made to point fingers at the Sanatan culture. Attempts are being made to insult our heritage. But they forgot 'Jo Sanatan nahi mita tha Ravan ke ahankaar se, Jo Sanatan nahi diga tha Kans ke ahankaar se, Jo… pic.twitter.com/TiJKtmYCc2
— ANI (@ANI) September 7, 2023
આગળ તેમણે કહ્યું કે, “માનવતાનો ધર્મ જે સનાતન ધર્મ છે, તેની ઉપર આંગળી ઉઠાવવાનો અર્થ માનવતાને સંકટમાં નાખવાનો પ્રયાસ છે. યાદ કરો દુનિયાનો કયો એવો મત, મઝહબ કે સંપ્રદાય છે જેના માટે સનાતનીઓએ સંરક્ષણ અને સુરક્ષાનું કામ ન કર્યું હોય. અમે ક્યારેય નથી કહ્યું કે અમે વિશિષ્ટ છીએ. કોઇ સનાતન ધર્માવલંબી ક્યારેય નથી કહેતો કે અમે વિશેષ છીએ કે અમે જ સર્વસ્વ છીએ. અમે તો કહ્યું છે, એકમ સત, વિપ્રા બહુધા વદંતિ. સત્ય એક છે અને વિદ્વાનો તેને અલગ-અલગ ભાવથી જુએ છે.“
આગળ તેમણે ઉમેર્યું કે, “આ બધા છતાં પણ કોઇને સમજ ન હોય અને પોતાની મૂર્ખતા પ્રદર્શિત કરતાં સૂર્ય તરફ થૂંકશે તો તે તેની ઉપર જ પડશે અને તેણે અને આવનારી પેઢીઓએ લજ્જિત થવું પડશે. આપણે ભારતની પરંપરાઓ પર ગૌરવની અનુભૂતિ કરવી જોઈએ. વિશ્વને માનવીય કલ્યાણના માર્ગે ચાલવાની પ્રેરણા આપનારી સનાતન પરંપરા પર ગૌરવની અનુભૂતિ કરવી જોઈએ. આ ભારતની રાષ્ટ્રીયતાનું પ્રતીક છે.”
તેમણે આ દરમિયાન G20 સમિટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ બાદ અમૃતકાળના પ્રથમ વર્ષમાં ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયાના G20દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે તો ભારતે થીમ પણ આપી- વસુધૈવ કુટુમ્બકમની.