Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાળ ઠાકરેનો પુત્ર CM શિંદે સાથે સ્ટેજ પર, 'ગર્વસે કહો હિંદુ હૈ'ના...

    બાળ ઠાકરેનો પુત્ર CM શિંદે સાથે સ્ટેજ પર, ‘ગર્વસે કહો હિંદુ હૈ’ના નારા લાગ્યા: દશેરા રેલીમાં ‘ઉદ્ધવની ગદ્દારી’ પર ચર્ચા

    ગઈકાલે દશેરાને દિવસે શિવસેનાના બંને જૂથો આમનેસામને આવી ગયા હતાં અને આ બંને જૂથો વચ્ચે શાબ્દિક લડાઈ પણ થઇ હતી.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં શિવસેનાના બંને જૂથોએ બુધવારે (5 ઓક્ટોબર, 2022) દશેરા રેલીનું આયોજન કરીને તેમની તાકાતનું પ્રદર્શન કર્યું. આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથે બાળાસાહેબની ખુરશીને શ્રદ્ધાંજલિ આપી હતી અને 51 ફૂટ લાંબી તલવારની પૂજા કરી હતી અને આ સમયે CM શિંદેનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ દરમિયાન સીએમ શિંદેએ કહ્યું કે તેમનો પુત્ર સીએમ પદનો ઉત્તરાધિકારી નહીં બને પરંતુ જે ઉત્તરાધિકારી હશે તેજ તેમનો પુત્ર હશે.

    શિંદે જૂથની રેલીમાં બાળાસાહેબ ઠાકરેના પુત્ર જયદેવ ઠાકરે અને તેમની પૂર્વ પત્ની સ્મિતા ઠાકરે પણ હાજર હતા. આ ઉપરાંત બાળાસાહેબના અંગત મદદનીશ ચંપા સિંહ થાપા પણ હાજર હતા. આ દરમિયાન લોકોની હાજરીમાં તલવારનું શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.

    રેલી પહેલા શિંદેએ કવિ હરિવંશરાય બચ્ચનની લાઇન ‘मेरा बेटा उत्तराधिकारी नहीं होगा, उत्तराधिकारी ही मेरा बेटा होगा’ ટ્વીટ કર્યું હતું. પોતાના ટ્વીટમાં તેમણે ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે પર નિશાન સાધતા લખ્યું કે, “મારો પુત્ર, પુત્ર હોવાથી મારો વારસદાર નહીં બને, જે મારો વારસદાર હશે, તે મારો પુત્ર હશે – હરિવંશરાય બચ્ચન.”

    - Advertisement -

    રેલી સંબોધતા શિંદેએ કહ્યું હતું કે મહા વિકાસ અઘાડી (MVA) સરકાર હેઠળ ઉદ્ધવ કોંગ્રેસ અને NCPની ધૂન પર નાચતા રહ્યા. તેમણે કહ્યું કે વિશ્વાસઘાત થયો હતો, હા પરંતુ 2019માં. મહાવિકાસ અઘાડીની સરકાર બનાવીને દગો કરવામાં આવ્યો હતો.

    આ દરમિયાન એકનાથ શિંદેએ કહ્યું કે, બાળાસાહેબ ઠાકરેના વિચારો અમારી સાથે છે. તેમણે બાળાસાહેબના વિચારોને સમર્થન આપવા માટે રેલીમાં આવેલા લોકોનો આભાર માન્યો હતો. સીએમ શિંદેએ મંચ પરથી ‘શિવાજી મહારાજ કી જય’, ‘બાલા સાહેબ ઝિંદાબાદ’ અને ‘ ગર્વથી કહો હમ હિન્દુ હૈ’ના નારા લગાવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે રેલી પહેલા બંને જૂથના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. ઘટના નાસિક-આગ્રા હાઇવે પર ઇગતપુરી-કસરા શિવરાની છે. મીડિયા અહેવાલો અનુસાર ઠાકરે જૂથના સમર્થકોને લઈ જતી બસને શિંદે જૂથની બોલેરોએ ઓવરટેક કરી હતી. આ પછી શિંદે જૂથના સમર્થકોએ ઠાકરે જૂથના કાર્યકરો તરફ ઈશારા કર્યા હતા આ પછી મહિલા કાર્યકરોએ બોલેરો રોકી અને શિંદેના સમર્થકો સાથે મારપીટ કરી.

    ઠાકરે જૂથના 2 સાંસદો અને 5 ધારાસભ્યો તોડવાનો દાવો

    બીજી તરફ શિંદે શિવસેનાના લોકસભા સભ્ય ક્રિપાલ તુમાને બુધવારે (5 ઓક્ટોબર 2022) દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે જૂથના બે સાંસદો અને 5 ધારાસભ્યો સાંજે દશેરા રેલીમાં મુખ્ય પ્રધાન શિંદેના નેતૃત્વમાં જોડાશે. શિવસેનાના બે સાંસદો જે શિંદે જૂથમાં જોડાશે તેવું કહેવાય છે, એક મુંબઈથી અને એક મરાઠવાડા પ્રદેશમાંથી.

    ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂનમાં શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. હાલમાં, પાર્ટીમાં શિવસેનાના એકનાથ શિંદે જૂથ સાથે 40 ધારાસભ્યો અને 12 લોકસભા સાંસદો છે. તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે 15 ધારાસભ્યો અને 6 લોકસભા સભ્યો બાકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં