Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘PM મોદીના કારણે વૈશ્વિક આપદા ટળી ગઈ’: અમેરિકી એજન્સી CIAના પ્રમુખે કર્યાં...

  ‘PM મોદીના કારણે વૈશ્વિક આપદા ટળી ગઈ’: અમેરિકી એજન્સી CIAના પ્રમુખે કર્યાં નરેન્દ્ર મોદીનાં વખાણ, કહ્યું- તેમના વિચારોનો રશિયા પર પણ પ્રભાવ પડ્યો

  CIA પ્રમુખ બર્ન્સની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં જ કહ્યું હતું કે આ યુદ્ધ હજુ થોડા સમય માટે ચાલી શકે છે અને તેમણે પરમાણુ યુદ્ધને લઈને વધતા જોખમને લઈને પણ ચેતવણી આપી હતી. 

  - Advertisement -

  અમેરિકાની ગુપ્તચર એજન્સી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના (CIA) ડાયરેક્ટર બિલ બર્ન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને કહ્યું કે, તેમાં પરમાણુ હથિયારોના ઉપયોગને રોકવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મોદી અંગે તેમણે કહ્યું કે, તેમના વિચારોનો રશિયા પર પણ પ્રભાવ પડ્યો અને જેણે એક વૈશ્વિક આપદા અટકાવવાનું કામ કર્યું.

  CIA પ્રમુખ બિલ બર્ન્સે અમેરિકન બ્રોડકાસ્ટ સર્વિસ PBSને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, મને લાગે છે કે નરેન્દ્ર મોદી અને શી જિનપિંગે પણ પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે, હું માનું છું કે રશિયા પર તેનો પણ પ્રભાવ પડ્યો હતો. 

  CIA પ્રમુખ બર્ન્સની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં જ કહ્યું હતું કે આ યુદ્ધ હજુ થોડા સમય માટે ચાલી શકે છે અને તેમણે પરમાણુ યુદ્ધને લઈને વધતા જોખમને લઈને પણ ચેતવણી આપી હતી. 

  - Advertisement -

  ક્રેમલિનમાં રશિયન માનવાધિકાર પરિષદની બેઠકને સંબોધતાં પુતિને કહ્યું હતું કે, તેઓ (રશિયા) તમામ શક્તિઓ લગાવીને લડશે. તેમણે ઉમેર્યું હતું કે, “જો એમ માનવામાં આવી રહ્યું હોય કે રશિયા કોઈ પણ પરિસ્થિતિમાં પહેલાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં કરે તો તેનો અર્થ એ થાય છે કે અમે આ શસ્ત્રોનો ઉપયોગ પ્રતિકાર કરવા માટે પણ નહીં કરી શકીશું. કારણ કે રશિયા ઉપર હુમલો થયા બાદ અમે વળતો હુમલો કરી શકીએ તેવી સંભાવનાઓ સાવ ઘટી જશે.”

  ટૂંકમાં, રશિયન રાષ્ટ્રપતિ પુતિને ચેતવણી આપી હતી કે તેઓ પરમાણુ શસ્ત્રોના ઉપયોગથી બચશે પરંતુ તેનો અર્થ એવો પણ નથી કે તેનો ઉપયોગ ક્યારેય નહીં થાય. જો રશિયા ઉપર હુમલો થયો તો પરમાણુ યુદ્ધની આશંકાથી ઇનકાર કરી શકાય નહીં.

  ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારત વાટાઘાટો અને કૂટનીતિથી મામલાનો ઉકેલ લાવવા માટે અપીલ કરતું રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને યુક્રેન બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે અવારનવાર ટેલિફોનિક વાતચીત પણ કરતા રહ્યા હતા. 

  આ ઉપરાંત, સમરકંદ ખાતેની સમિટમાં વડાપ્રધાન મોદી રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા પણ હતા અને ત્યાં પણ તેમણે યુદ્ધ છોડીને અન્ય માર્ગો અપનાવવાની અપીલ કરી હતી. ઉપરાંત, મોદી યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પણ સતત સંપર્કમાં રહ્યા છે અને તેમને પણ આવી જ અપીલ કરતા રહ્યા છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં