Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબહાર લખ્યું હતું ‘સત્સંગ ભવન’, અંદર ચાલતું હતું ચર્ચ: હિંદુઓને ધર્માંતરણ માટે...

    બહાર લખ્યું હતું ‘સત્સંગ ભવન’, અંદર ચાલતું હતું ચર્ચ: હિંદુઓને ધર્માંતરણ માટે 50 હજારની લાલચ અપાઈ, પાદરીની ધરપકડ

    હિંદુ સંગઠન દ્વારા આપવામાં આવેલ ફરિયાદ અનુસાર, આરોપી ચર્ચ સંચાલકે હિંદુ ધર્મના લોકોને ધર્મ પરિવર્તન માટે 50 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ આપવાનો વાયદો કર્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત એક ચર્ચમાં હિંદુઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે ચર્ચ સંચાલકોએ લોકોને ધર્મ પરિવર્તન માટે પૈસાની પણ લાલચ આપી હતી. જોકે, હિંદુ જાગરણ મંચના સભ્યોએ ત્યાં પહોંચીને કાર્યક્રમ અટકાવી દીધો હતો. સાથે જ તેમણે ફરિયાદ દાખલ કરી આરોપીઓ સામે કાર્યવાહીની પણ માંગ કરી હતી. 

    ઘટના રવિવાર (16 ઓક્ટોબર 2022)ની છે. વારાણસીના ફુલપુરમાં એક છોટેલાલ જયસ્વાલ નામનો વ્યક્તિ ચર્ચ ચલાવતો હતો. જેનું નામ ‘સર્વ ઇન્ડિયા મિનિસ્ટ્રી’ હોવાનું જાણવા મળ્યું છે. જેની ઉપર ‘સત્સંગ ભવન’ લખવામાં આવ્યું છે. 

    હિંદુ સંગઠન દ્વારા આપવામાં આવેલ ફરિયાદ અનુસાર, આરોપી ચર્ચ સંચાલકે હિંદુ ધર્મના લોકોને ધર્મ પરિવર્તન માટે 50 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ આપવાનો વાયદો કર્યો હતો. એવો પણ આરોપ છે કે તેણે લોકોને 2-2 હજાર રૂપિયા આપી પણ દીધા હતા. 

    - Advertisement -

    ઑપઇન્ડિયા પાસે આ ફરિયાદની નકલ ઉપલબ્ધ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ધર્માંતરણના ષડ્યંત્ર હેઠળ તમામને ચર્ચ આવવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં હિંદુ સંગઠનના લોકો કાર્યક્રમ વચ્ચે પહોંચીને છોટેલાલને ધર્માંતરણ રોકવા માટે કહે છે. જેમાં કેટલીક મહિલાઓ પણ જોવા મળી રહી છે. 

    આ જ વિડીયોમાં હિંદુ સંગઠનના સભ્યોએ કાર્યક્રમમાં વપરાતા મજહબી સાહિત્ય પણ દેખાડ્યાં હતાં. સ્થળ પર એક રજિસ્ટર પણ જોવા મળ્યું હતું, જેમાં અમુક નામો લખવામાં આવ્યાં હતાં. ચર્ચમાં ખાલી ખુરશીઓ જોવા મળી રહી છે અને અમુક લોકો કંઈક ચર્ચા કરતા જોવા મળે છે. આ વિડીયો મામલે વારાણસીના રેન્જ આઇજીએ પોલીસને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

    હિંદુ સંગઠનનો આરોપ છે કે જ્યારે તેઓ ચર્ચ પહોંચ્યા ત્યારે ત્યાં ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું હતું. ‘ધર્મ જાગરણ મંચ’ના સભ્યો અનુસાર, સ્થળ પર સદસ્યતા ફોર્મ અને સ્ટીલથી બનાવવામાં આવેલ ‘ક્રોસ’નું ચિહ્ન પણ મળી આવ્યું હતું. 

    હિંદુ સંગઠનોએ ચર્ચ ચલાવતા ફાધર છોટેલાલ જયસ્વાલને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. બીજી તરફ, ઘટનાની જાણ થયા બાદ હિંદુ સંગઠનો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોલીસ મથકે પહોંચીને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં