Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતમિલનાડુમાં ખ્રિસ્તી આચાર્યએ ધ્વજવંદન કરવાની ના પાડી, 15મી ઓગસ્ટે કહ્યું: 'હું ખ્રિસ્તી...

    તમિલનાડુમાં ખ્રિસ્તી આચાર્યએ ધ્વજવંદન કરવાની ના પાડી, 15મી ઓગસ્ટે કહ્યું: ‘હું ખ્રિસ્તી છું, તિરંગાને સલામી નહી આપું’; લોકોમાં રોષ

    તમિલનાડુના ધર્મપુરી જીલ્લાની એક શાળાના આચાર્ય મહિલાએ એમ કહીને ધ્વજવંદન કરવાની મનાઈ કરી દીધી હતી કારણકે તે ખ્રિસ્તી છે. આ મામલે ગ્રામીણોએ રોષ વ્યક્ત કર્યો છે.

    - Advertisement -

    તમિલનાડુમાં ખ્રિસ્તી આચાર્યએ ધ્વજવંદન કરવાની ના પાડીને, સ્વતંત્રતા દિવસના અવસરે તિરંગાના અપમાનનો મામલો સામે આવ્યો છે, ખ્રિસ્તી આચાર્ય દ્વારા તિરંગાને સલામી ન આપવાના અને રાષ્ટ્રધ્વજના અપમાનની આ ઘટનાના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તમિલનાડુમાં ખ્રિસ્તી આચાર્યએ ધ્વજવંદન કરવાની ના પાડીને કહ્યું હતું કે “હું ખ્રિસ્તી છું, અમારા ધર્મમાં આ બધું કરવાની અનુમતિ નથી આપતો”

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના તમિલનાડુના ધર્મપુરી જિલ્લાની છે. જિલ્લાની એક સરકારી શાળાના આચાર્યએ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને ધ્વજવંદન કરવાની ના પાડી દીધી હતી. આ પાછળનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે અને તમે વિચારવા માટે મજબૂર થઈ જશો કે દેશમાં આવા લોકો પણ રહે છે.

    નોંધનીય છે કે તિરંગાને સલામી આપવાનો ઈન્કાર કરતી વખતે મહિલા ઈસાઈ પ્રિન્સિપાલે કારણ આપ્યું હતું કે તેમનો ધર્મ તેમને તેમના ધર્મમાં ગોડ સિવાય કોઈને પણ સલામ કરવાની મનાઈ કરવામાં આવી છે. આ તમામ ઘટના 15 ઓગસ્ટના રોજ શાળામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન બની હતી. સાથે જ આચાર્ય દ્વારા તિરંગો ન ફરકાવવાના કારણે મદદનીશ મુખ્ય શિક્ષક દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ખ્રિસ્તી પ્રિન્સિપાલે ત્રિરંગો ફરકાવવાની ના પાડી

    માહિતી એવી પણ સામે આવી રહી છે કે શાળાની મહિલા ક્રિશ્ચિયન પ્રિન્સિપાલ તમિલસેલ્વીએ આ પહેલા પણ તિરંગો ફરકાવવાની ના પાડી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાએ ગયા વર્ષે પણ આવી જ રીતે તિરંગો ફરકાવવાની ના પાડીને તિરંગાનું અપમાન કર્યું હતું. નોંધનીય છે કે આ મહિલા ક્રિશ્વિયન આચાર્ય આ વર્ષે સેવામાંથી નિવૃત્ત થવા જઈ રહી છે. તે જ સમયે, આ બાબતે ધર્મપુરીના મુખ્ય શિક્ષણ અધિકારી (DEO)ને ફરિયાદ કરવામાં આવી છે.

    આ કેસ સાથે જોડાયેલા એક વાયરલ વીડિયોમાં મહિલા ક્રિશ્ચિયન પ્રિન્સિપાલ પણ એવી દલીલ કરતી જોવા મળે છે કે રાષ્ટ્રધ્વજ ન લહેરાવવો કે સલામી ન કરવી તે અનાદર નથી. તેણે કહ્યું કે, “અમે ફક્ત અમારા ગોડને જ સલામ કરીએ છીએ બીજા કોઈને નહીં. અમે ધ્વજનું સન્માન કરીએ છીએ પરંતુ અમે ફક્ત ગોડને જ સલામ કરીશું. તેથી મે સહાયક મુખ્ય શિક્ષકને ધ્વજ ફરકાવવા માટે કહ્યું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં