Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધર્મ જ નહીં, જમીન પણ ગુમાવી રહ્યા છે હિંદુઓ: કબ્જે કરેલી જમીન...

    ધર્મ જ નહીં, જમીન પણ ગુમાવી રહ્યા છે હિંદુઓ: કબ્જે કરેલી જમીન પર ચર્ચ-કબ્રસ્તાન અને મિશનરી સ્કુલ, પહાડોનું પણ થઇ રહ્યું છે ધર્માંતરણ 

    સ્થાનિક લોકોના મનમાં ખ્રિસ્તી મિશનરીઓનો ડર છે. હિંદુઓની અંદરનો આ ડર ખ્રિસ્તી મિશનરીઓને ફેલાવવા માટે ‘ખાતર’ તરીકેનું કામ કરે છે. 

    - Advertisement -

    આગળના અહેવાલોમાં અમે સનાતનને સમર્પિત પહાડી કોરબાની જમીનો પર કોંગ્રેસીઓથી લઈને ખ્રિસ્તી મિશનરીઓની ગીધ દ્રષ્ટિ વિશે જણાવી ચૂક્યા છીએ. મદકૂ દ્વીપ જેવી જગ્યાઓ પર ખ્રિસ્તી મિશનરીઓની ઘૂસણખોરી વિશે પણ જણાવી ચૂક્યા છીએ. જમીની સ્થિતિ તેનાથી અનેકગણી ભયાનક છે. જમીન ભલે સરકારી હોય કે, અનુસૂચિત જનજાતિની, મિશનરીઓ કબજો કરી રહી છે. આ જમીનો પર ચર્ચથી લઈને શાળાઓ પણ બની રહી છે. કબ્રસ્તાન છે. જે પહાડો સુધી પહોંચવાનું સરળ ન હોય ત્યાં પણ ક્રોસ મૂકીને તેમનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે. મિશનરીઓ દ્વારા થતા આ લેન્ડ જેહાદ અને અન્ય સમસ્યાઓથી ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બની ચૂકેલા જનજાતીય હિંદુઓ પણ પીડિત છે. 

    આ સ્થિતિ છત્તીસગઢની છે, જ્યાં વિશેષ કાયદો છે. રાજ્યના ભૂ રાજસ્વ કાયદાની ધારા 170 (ખ) કહે છે કે 2 ઓક્ટોબર 1959ના રોજ જો કોઈ જમીન અનુસૂચિત જનજાતિ (ST) વર્ગના કોઈ વ્યક્તિની હોય અને ત્યારબાદ તેની ઉપર કોઈ એસટી કે બિન એસટીનો કબજો થયો હોય તો તેણે 2 વર્ષની અંદર એ જમીન એના કબજામાં કઈ રીતે આવી તે બાબતની જાણકારી આપવી પડશે.

    આમ ન થવા પર તેનો કબજો ગેરકાયદેસર માનવામાં આવશે અને તેણે જમીન ખાલી કરવી પડશે. વકીલ રામપ્રકાશ પાંડેય અનુસાર, આ કાયદા હેઠળ કોઈ આદિવાસી વ્યક્તિ જમીન પર કબજાને લઈને જાતે અરજી ન કરે તો એ સરકારની જવાબદારી થશે કે તેઓ આ અંગે રિપોર્ટ માંગે અને 2 ઓક્ટોબર 1959ના રોજ તે જમીનનો માલિક કોણ હતો અને આજે કોણ છે તેની જાણકારી મેળવે. આ રિપોર્ટના આધારે પણ કોર્ટ નિર્ણય સંભળાવી શકે છે. 

    - Advertisement -

    થોડાં વર્ષો પહેલાં રાજ્યના જશપુર જિલ્લામાં આવા જ લગભગ 250 જેટલા કેસ સામે આવ્યા હતા, જેમાં 170 (ખ)નું ઉલ્લંઘન કરીને એસટી વર્ગની જમીન પર ચર્ચ બનાવવામાં આવ્યાં હતાં. વકીલ રામપ્રકાશ પાંડેયે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, આ મામલા ઘણા સમયથી રાજનીતિક હસ્તક્ષેપના કારણે કોર્ટમાં લંબિત પડ્યા છે. આ કેસોને વર્ષ 2007માં હાઇકોર્ટની જાણમાં લાવવામાં આવ્યા હતા. હાઇકોર્ટે છ મહિનાની અંદર આવા તમામ કેસના નિકાલના આદેશ આપ્યા હતા. ત્યારબાદ મોટાભાગના મામલામાં ચર્ચને જમીન ખાલી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે અનેક વર્ષો વીતી ગયા બાદ પણ જમીનો ખાલી નથી થઇ. 

    લોયોલા સ્કૂલના આચાર્ય રહેલા આર ગીટ્સ પર પ્રશાસનિક સાંઠગાંઠથી જમીન ખરીદવાનો આરોપ

    મિશનરીઓ દ્વારા લેન્ડ જેહાદ અને રાજનીતિક અને પ્રશાસનિક સાંઠગાંઠ સાથે જોડાયેલો વધુ એક કેસ કુનકુરીની લોયોલા હાયરસેકન્ડરી સ્કૂલનો છે. 50ના દાયકામાં અમુક વર્ષો સુધી આ શાળાના આચાર્ય રહેલા આરએચ ગીટસ બેલ્જીયમના નાગરિક હતા. તેમણે પોતાને કુનકુરીના નાગરિક ગણાવીને તત્કાલીન કલેકટરની પરવાનગીથી યજ્ઞેશ લકડા નામના એક વ્યક્તિ પાસેથી જમીન લીધી હતી. આજે પણ એ જમીન પર મિશનરી સંસ્થાનો કબજો છે અને તેની ઉપર ઇમારત બનેલી છે, જ્યારે કાયદા અનુસાર ભારતમાં કોઈ પણ વિદેશી નાગરિક જમીન ખરીદી શકતો નથી. પાંડેયે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “ઈગ્નેશ લકડાએ આ મામલે કેસ કર્યો હતો. કાયદાકીય લડાઈ લડતાં-લડતાં તેનું મોત થઇ ચૂક્યું છે, હવે તેનાં સંતાનો લડાઈ લડી રહ્યાં છે.”

    ક્લેમેન્ટ લકડા, જેમની 10 એકર જમીન પર છે મિશનરીનો કબજો

    આવો જ મામલો ક્લેમેન્ટ લકડાનો પણ છે. કુનકુરીના દુલદુલા નિવાસી ક્લેમેન્ટના પિતા ભાડે ઉર્ફ વશીલ ઉરાંવનું ધર્માંતરણ 1957-58માં થયું હતું. ત્યારબાદ તેમની લગભગ 10 એકર જમીન પર મિશનરીએ કબજો મેળવી લીધો હતો. વશીલનું પણ મોત થઇ ચૂક્યું છે. ક્લેમેન્ટે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “કોર્ટમાંથી અમારા પક્ષે નિર્ણય આવી ચૂક્યો છે, પરંતુ મિશનરી જમીન ખાલી કરી રહી નથી. ધમકીઓ આપવામાં આવી રહી છે અને દીકરીઓનું ભવિષ્ય બરબાદ કરવાની વાત કરે છે.”

    મિશનરીઓની તાકાત કેટલી છે એ આ બાબત પરથી પણ સમજાય છે કે ક્લેમેન્ટની પત્ની સુષ્મા લકડા સરપંચ છે. પરંતુ તેમ છતાં આ પરિવારને પ્રતાડિત કરવામાં આવી રહ્યો છે. નિરાશ અને હતાશ ક્લેમેન્ટે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “હવે હું મારા ધર્મમાં પરત ફરવા માંગુ છું.” (ક્લેમેન્ટ મામલે અમે આગળ વિસ્તૃત રિપોર્ટ કરીશું. આ મામલે જોડાયેલા તમામ દસ્તાવેજો પણ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.)

    કુનકુરીના ક્રુસ ટોંગડીનું વિવાદિત કબ્રસ્તાન

    કુનકુરીમાં જ દેશનું સૌથી મોટું ચર્ચ પણ છે. રોજરીની મહારાણી મહાગિરીજાઘર એશિયાનું બીજું સૌથી મોટું ચર્ચ હોવાનું પણ કહેવાય છે. કુનકુરી શહેરમાં મુખ્ય માર્ગથી જે રસ્તો આ ચર્ચ તરફ જાય છે તેની પર બનેલો ગેટ પણ વિવાદિત છે. સ્થાનિક લોકોનો દાવો છે કે હાઇકોર્ટનો સ્ટે હોવા છતાં સરકારી જમીન પર આ ગેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

    ચર્ચની પાછળનો વિસ્તાર ક્રૂસ ટોંગડી કહેવાય છે. અહીં મોટાભાગની વસ્તી ધર્માંતરિત છે. અહીં પણ કબ્રસ્તાન અને રોડ કબજાની જમીન પર બનાવવાનો આરોપ છે. અમુક સ્થાનિક લોકોએ જણાવ્યું કે, કુનકુરીમાં મિશનરી શાળા પાછળ જે પહાડનો હિસ્સો છે, ત્યાં હિંદુઓ નિયમિત રીતે યોગ કરે છે. એક દિવસ રાતોરાત ક્રોસ લગાવીને આ જગ્યાનું પણ ધર્માંતરણ કરી દેવામાં આવ્યું હતું. આ જ રીતે ભંડરી પહાડ પર પણ ક્રોસ લગાવી દેવામાં આવ્યાં છે, જ્યારે આ જગ્યાએ સરળતાથી પહોંચવું પણ શક્ય નથી. 

    જ્યાં પહોંચવાનું સરળ નથી તેવા પહાડોનું પણ થઇ રહ્યું છે ધર્માંતરણ

    બાયબલનો દરેક ભાષામાં અનુવાદ કરવાના મિશન પર કામ કરી રહેલી સંસ્થા ‘અનફોલ્ડિંગ વર્લ’ના સીઈઓ ડેવિડ રિવ્સે 2021માં જણાવ્યું હતું કે, ભારતમાં 25 વર્ષમાં જેટલાં ચર્ચ બન્યાં હતાં, તેટલાં માત્ર કોરોના કાળમાં બની ગયાં છે. એવું જ એક જશપુરના ગિરાંગમાં સ્થિત છે. આ ચર્ચ એવી જગ્યાએ છે, જ્યાં જવા માટે રસ્તો પણ નથી. વિરોધ બાદ તેનું નિર્માણ પૂર્ણ નથી થઇ શક્યું અને બંધ પડ્યું છે. 

    ભાજયુમો સાથે જોડાયેલા અભિષેક ગુપ્તાએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “ખ્રિસ્તી મિશનરીઓ આ રીતે લેન્ડ જેહાદ કરે છે. જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં તેઓ ક્રોસ લગાવી દે છે. ચર્ચ બનાવી લે છે. અમુક સમય બાદ પ્રશાસનના મેળાપીપણાથી ત્યાં જવાનો રસ્તો પણ તૈયાર થઇ જાય છે અને પછી પ્રાર્થના થવા માંડે છે. ત્યારબાદ તમે ગમે તેટલો વિરોધ કરો, તંત્ર કબજો હટાવતું નથી.”

    કોરોના કાળ દરમિયાન વિરોધ થતાં આ ચર્ચનું ગેરકાયદે બાંધકામ રોકવું પડ્યું હતું

    છત્તીસગઢના એક જિલ્લાના કેસથી આખા રાજ્યની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. તેનાથી પણ ખતરનાક સ્થાનિક લોકોના મનમાં ખ્રિસ્તી મિશનરીઓનો ડર છે. રિપોર્ટિંગ દરમિયાન અમને  મોટાભાગના લોકો કેમેરા પર વાત કરવા માંગતા નથી. તેઓ જુદા-જુદા કેસમાં ફસાવાનું કહીને કહેતા હતા કે ખુલીને સામે આવવાથી તેમણે પરેશાની ભોગવવી પડી શકે છે. હિંદુઓની અંદરનો આ ડર ખ્રિસ્તી મિશનરીઓને ફેલાવવા માટે ‘ખાતર’ તરીકેનું કામ કરે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં