Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઓળખ છુપાવીને શેરુ પઠાણ વડોદરાની એક શાળામાં કોરિયોગ્રાફર તરીકે જોડાયો, ધોરણ 8-9ની...

    ઓળખ છુપાવીને શેરુ પઠાણ વડોદરાની એક શાળામાં કોરિયોગ્રાફર તરીકે જોડાયો, ધોરણ 8-9ની હિંદુ છોકરીઓને કરી ઇન્સ્ટા પર પરેશાન: બજરંગદળે ભાંડો ફોડ્યો

    3 વર્ષ પહેલા આ જ શેરુ પઠાણ આવી જ એક હરકત માટે પબ્લિકનો મેથીપાક ચાખી ચુક્યો છે. તે ત્યારે માંજલપુરમાં જ નવાબ ડાન્સ ક્લાસીસ ચલાવતો હતો. તે દરમિયાન એકવાર તે 15 વર્ષની એક છોકરીને લઈને ક્લાસીસને અંદરથી બંધ કરીને અશ્લીલ હરકતો કરી રહ્યો હતો ત્યારે આજુબાજુના લોકોએ તેને રંગે હાથે પકડી પડ્યો હતો અને મેથીપાક આપ્યો હતો.

    - Advertisement -

    નામ બદલીને મુસ્લિમ યુવાનો હિન્દૂ યુવતીને ભોળવતા હોય એવા કિસ્સા તો હવે રોજબરોજ આવતા જ હોય છે. પરંતુ તાજેતરમાં વડોદરાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને સૌ અચંબામાં પડી જશે. અહીં એક શાળાના કોરિયોગ્રાફરે (શેરુ પઠાણ) શાળાની જ ધોરણ 8-9ની વિદ્યાર્થીનીઓને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને અયોગ્ય વાતો કરવા માંડી હતી.

    સોશિયલ મીડિયા પર હમણાં એક વિડીયો વાઇરલ થઇ રહ્યો હતો જેમાં એક વ્યક્તિ પોતાનું નામ શેરુ પઠાણ જણાવે છે. બાદમાં તે કેમેરા સામે જ પોતે કરેલા ખોટા કામને સ્વીકારીને માફી માંગે છે.

    વિડીયોમાં શેરુ પઠાણ કહેતો સંભળાય છે, “મારુ નામ છે શેરુ પઠાણ છે. હું એક શાળામાં ડાન્સ ટીચર તરીકે ગયો હતો. જ્યાં મેં કેટલીક હિંદુ છોકરીઓને મેસેજ કર્યા હતા. જે બાદ બજરંગદળના લોકોએ મને પકડ્યો હતો. તેઓએ મને પાઠ ભણાવ્યો છે. તો આજથી હું કોઈ હિંદુ છોકરીને મેસેજ નહિ કરું. સાથે જ બધાની માફી માંગુ છું.”

    - Advertisement -

    વાઇરલ વિડીયો પર ધ્યાન પડતા ઑપઇન્ડિયાની ટીમે ઘટનાની સત્યતા તપાસવાનો પ્રયત્ન કર્યો જે દરમિયાન અમારો સંપર્ક વડોદરાના બજરંગદળના અધિકારી કેતન ત્રિવેદી સાથે થયો હતો. તેમણે આ ઘટનાની પુષ્ટિ તો કરી જ સાથે એવી જાણકારીઓ આપી કે ખરેખર હેરાન કરી મૂકનારી હતી.

    ધોરણ 8-9ની, પણ માત્ર હિંદુ છોકરીઓને કરતો હતો મેસેજ

    ઑપઇન્ડિયા સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં કેતન ત્રિવેદીએ જણાવ્યું કે, “શાળાના એક કાર્યક્રમ માટે શાળા દ્વારા એક કોરિયોગ્રાફર રોકાયો હતો, જે શાળાની બાળકીઓને ડાન્સ શીખવાડતો હતો. આ જગ્યા માટે શેરુ પઠાણ પોતાની ઓળખ છુપાવીને જોડાયો હતો.”

    આગળ તેમણે જણાવ્યું કે શેરુ ડાન્સ શીખવા આવતી ધોરણ 8-9ની છોકરીઓના નામ યાદ રાખી બાદમાં તેમને ઇન્સ્ટાગ્રામ પર શોધીને ફોલો કરતો અને પછી એમને મેસેજ મોકલ્યા કરતો. શરૂઆતમાં તે જુદી જુદી રીલ્સ મોકલીને વાત શરૂ કરતો. અને બાદમાં અશ્લીલ વાતો કરીને છોકરીઓને પરેશાન કરતો હતો.

    આ છોકરીઓમાંથી એકે પોતાના ભાઈને આ વાત કરી તો તેણે બજરંગદળનો સંપર્ક કર્યો હતો. જે બાદ બજરંગદળે શાળામાં જઈને આ ડાન્સ ટીચરને પકડી પાડતા આખી વાતનો ઘટસ્ફોટ થયો હતો. બજરંગદળના કાર્યકર્તાઓએ તેનો મોબાઈલ તપાસતા ધ્યાને આવ્યું કે તે ઇન્સ્ટાગ્રામ પાર ઓછામાં ઓછી 10 છોકરીઓને મેસેજ કરીને હેરાન કરી રહ્યો હતો જે તમામ ધોરણ 8-9માં અભ્યાસ કરતી હતી.

    કેતન ત્રિવેદીએ અમને તે મેસેજીસના ફોટા મોકલ્યા, જેમાંથી ઘણા ખુબ અશ્લીલ હોવાથી અહીંયા માત્ર એટલા જ ફોટો જોડ્યા છે અમે. જેમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે શેરુ પઠાણ એ છોકરીઓની ઈચ્છા વિરુદ્ધ તેમને મેસેજ કરીને હેરાન કરી રહ્યો છે. એટલું જ નહિ ‘શું તું મને પસંદ કરે છે?’ જેવી અયોગ્ય ચર્ચા પણ કરી રહ્યો છે, જેનો પણ એ ભોળી દીકરીઓ વિરોધ કરી રહી દેખાય છે.

    ચોંકાવનારી વાત એ સામે આવી હતી કે શેરુ માત્ર હિંદુ દીકરીઓને જ મેસેજ કરીને હેરાન કરી રહ્યો હતો. તેના આખા ફોનમાં કોઈ મુસ્લિમ છોકરીઓની કન્વર્સેશન ન હતી.

    આ પહેલા પણ 15 વર્ષની છોકરી સાથે અશ્લીલ વર્તન કરતા જડપાયો હતો

    બજરંગદળ પાસે વાત પહોંચતા તેમણે તાપસ કરી તો સામે આવ્યું હતું કે તેનું સાચું નામ શેરુ પઠાણ હતું અને તે વડોદરાના માંજલપુરમાં રહેતો હતો.

    તપાસમાં તેમને જાણવા મળ્યું હતું કે 3 વર્ષ પહેલા આ જ શેરુ પઠાણ આવી જ એક હરકત માટે પબ્લિકનો મેથીપાક ચાખી ચુક્યો છે. તે ત્યારે માંજલપુરમાં જ નવાબ ડાન્સ ક્લાસીસ ચલાવતો હતો. તે દરમિયાન એકવાર તે 15 વર્ષની એક છોકરીને લઈને ક્લાસીસને અંદરથી બંધ કરીને અશ્લીલ હરકતો કરી રહ્યો હતો ત્યારે આજુબાજુના લોકોએ તેને રંગે હાથે પકડી પડ્યો હતો અને મેથીપાક આપ્યો હતો.

    ફેસબુક પાર પણ વિડીયો વાઇરલ થયો હતો.

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં બજરંગદળના કેતન ત્રિવેદીએ કહ્યું, “આ એક આંખ ખોલનારો કિસ્સો છે. દરેક મા બાપે આ જરૂર ધ્યાન રાખવું જોઈએ. દરેક મા બાપે પોતાની દીકરીને આવી રીતે કોઈ પરેશાન તો નથી કરી રહ્યું તેની સમયાંતરે તાપસ કરવી જોઈએ, નહિતર આવા અસામાજિક તત્વોને કારણે દીકરીઓની જિંદગી ખરાબ થઇ જય શકે છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં