Monday, July 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'ચીને કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા કરાવી': બ્લોગરે કહ્યું- બેઇજિંગ પશ્ચિમી દેશો...

  ‘ચીને કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા કરાવી’: બ્લોગરે કહ્યું- બેઇજિંગ પશ્ચિમી દેશો સાથે બગાડવા માંગે છે ભારતના સંબંધો

  બ્લોગરે આરોપ મૂક્યો હતો કે 18 જૂને, સાયલન્સ્ડ બંદૂકોથી સજ્જ એજન્ટોએ નિજ્જરને ટ્રેક કર્યો હતો. જ્યારે કામ પૂર્ણ થયું, ત્યારે તેઓએ પુરાવાનો નાશ કરવા નિજ્જરની કારમાં રહેલા ડેશ કેમેરાનો નાશ કર્યો. બાદમાં આ એજન્ટો ભાગી ગયા હતા.

  - Advertisement -

  કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યામાં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP)ના એજન્ટો સામેલ હતા” – આ દાવો એક સ્વતંત્ર બ્લોગર અને પત્રકાર જેનિફર ઝેંગ દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે ચીનનો ઉદ્દેશ્ય ભારત અને પશ્ચિમી દેશો વચ્ચે મતભેદ ઉભો કરીને ભારતને ફસાવવાનો હતો. ઉલ્લેખનીય છે કે જેનિફર ઝેંગ ચીનમાં જન્મેલી માનવાધિકાર કાર્યકર્તા, બ્લોગર અને પત્રકાર છે, જે હાલમાં અમેરિકામાં રહે છે.

  એક તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવી રહ્યા છે. તે જ સમયે, હવે એક સ્વતંત્ર બ્લોગરના ખુલાસાથી સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો છે. જેનિફર ઝેંગે દાવો કર્યો છે કે ચીને નિજ્જરની હત્યા કરાવી છે જેથી ભારત અને કેનેડાના સંબંધો બગડે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તાઈવાનને લઈને શી જિનપિંગની સૈન્ય વ્યૂહરચના પરથી વિશ્વનું ધ્યાન હટાવવા માટે આવું કરવામાં આવ્યું હતું.

  ઝેંગે યુટ્યુબર લાઓ ડેંગને ટાંકીને માહિતી આપી

  મીડિયા રિપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કરીને ઝેંગે હરદીપસિંઘ નિજ્જરના મૃત્યુને હત્યા ગણાવી અને દાવો કર્યો કે કેનેડામાં નિજ્જરની હત્યા વિશે ચોંકાવનારા ખુલાસા ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની અંદરથી મળ્યા છે. સાથે આરોપ લગાવ્યો કે CCP ના એજન્ટ્સ દ્વારા જ તેની હત્યા કરવામાં આવી હતી. બ્લોગર ઝેંગે એક ચીની લેખક અને યુટ્યુબર લાઓ ડેંગનો પણ ઉલ્લેખ કર્યો, જેમને તેણે આ માહિતી આપી હતી. હાલમાં ડેંગ કેનેડામાં રહે છે.

  - Advertisement -

  ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂનમાં બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પાર્કિંગમાં આતંકવાદી હરદીપ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલામાં લાઓએ જણાવ્યું કે આ વર્ષે જૂન મહિનામાં ‘ઇગ્નીશન પ્લાન’ના ભાગરૂપે ચીન તરફથી એક ઉચ્ચ અધિકારીને સિએટલ મોકલવામાં આવ્યો હતો. ત્યાં એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. તેણે દાવો કર્યો હતો કે એજન્ટોને કેનેડામાં શીખ નેતા હરદીપસિંઘ નિજ્જરની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. મીટિંગ પછી, CCP એજન્ટોએ કાળજીપૂર્વક હત્યાની યોજનાને અંજામ આપ્યો હતો.

  બ્લોગરે આરોપ મૂક્યો હતો કે 18 જૂને, સાયલન્સ્ડ બંદૂકોથી સજ્જ એજન્ટોએ નિજ્જરને ટ્રેક કર્યો હતો. જ્યારે કામ પૂર્ણ થયું, ત્યારે તેઓએ પુરાવાનો નાશ કરવા નિજ્જરની કારમાં રહેલા ડેશ કેમેરાનો નાશ કર્યો. બાદમાં આ એજન્ટો ભાગી ગયા હતા. એટલું જ નહીં આ લોકોએ તમામ પુરાવાનો નાશ કરવા માટે પોતાના હથિયારો પણ સળગાવી દીધા અને બીજા દિવસે કેનેડાથી ચાલ્યા ગયા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે હત્યારાઓએ જાણીજોઈને ભારતીય ઉચ્ચાર સાથે અંગ્રેજી શીખ્યા હતા. હાલમાં આ આરોપો પર ચીનના વિદેશ મંત્રાલય કે વિદેશ મંત્રાલય તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

  કેનેડા આતંકવાદીઓ માટે બની ગયું છે સુરક્ષિત આશ્રય

  નોંધનીય છે કે ભારતના મોસ્ટ વોન્ટેડ ઈનામી આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવીને આંતરરાષ્ટ્રીય સ્તરે સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહેલું કેનેડા આતંકવાદીઓ અને ગેંગસ્ટરો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહ્યું છે. જ્યાં પહેલા આતંકવાદીઓ-ગેંગસ્ટરો ભારત પર હુમલો કરીને પાડોશી દેશ પાકિસ્તાનમાં ભાગી જતા હતા, હવે તેઓ નકલી દસ્તાવેજોના આધારે સીધા કેનેડા ભાગી રહ્યા છે.

  નોંધનીય છે કે ભારત સરકારે કેનેડામાં બેઠેલા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ અને ગેંગસ્ટરોના પ્રત્યાર્પણ માટે છેલ્લા 10 વર્ષમાં 26 વખત વિનંતીઓ મોકલી છે, પરંતુ કેનેડાએ ભારતની એક પણ વિનંતી પર ધ્યાન આપ્યું નથી. કેનેડામાં ખાલિસ્તાનીઓની પાર્ટી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) દ્વારા સમર્થિત જસ્ટિન ટ્રુડો સરકાર ખાલિસ્તાનીઓના પ્રભાવમાં એટલી બધી છે કે તેણે પ્રત્યાર્પણ અંગે ભારતીય એજન્સીઓ સાથે ચર્ચા પણ કરી નથી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં