Saturday, October 5, 2024
More
    હોમપેજરાજકારણલોકસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે મુલાકાત: ગુજરાતના રાજકારણથી...

    લોકસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે મુલાકાત: ગુજરાતના રાજકારણથી લઈને અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન પાસેથી જરૂરી માર્ગદર્શન પણ લીધું હતું. આ સાથે ભાજપના અન્ય નેતાઓ સાથે પણ મુખ્યમંત્રીની મુલાકાત થઈ હતી. આ દરમિયાન સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી પર વધુ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં તમામ રાજકીય પક્ષો મહેનતમાં લાગી ગયા છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ઊભો થયો છે. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે મુલાકાત થઈ હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રીને દિલ્હીનું તેડું આવ્યું હતું, જેને લઈને તેઓ દિલ્હી ખાતે ગયા હતા. CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે જ PM મોદી સાથે બેઠક કરી હતી. કહેવાય રહ્યું છે કે, આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

    સોમવારે (1 એપ્રિલ, 2024) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે મુલાકાત થઈ હતી. દિલ્હીમાં થયેલી મુલાકાત વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી. તેમણે પોસ્ટ કરીને લખ્યું હતું કે, “આજે વૈશ્વિક નેતા, વિકાસપુરુષ આદરણીય શ્રીનરેન્દ્ર મોદી સાહેબની મુલાકાત લઈ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.” થોડા દિવસો પહેલાં ભાજપે જારી કરેલી મેનિફેસ્ટો કમિટીના મેમ્બરોની યાદીમાં ગુજરાતની કમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથમાં છે. આ ઉપરાંત ગુજરાતના રાજકારણને લઈને પણ વડાપ્રધાન સાથે ચર્ચા થઈ હોવાના અહેવાલ છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે યોજાયેલી મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં પણ ભાગ લેવા માટે પહોંચ્યા હતા. એવું કહેવાય રહ્યું છે કે, ગુજરાતના રાજકારણમાં ચાલી રહેલી હલચલ વિશે પણ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી. તે સિવાય લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને ગુજરાતના વિકાસકાર્યો વિશે પણ ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન પાસેથી જરૂરી માર્ગદર્શન પણ લીધું હતું. આ સાથે ભાજપના અન્ય નેતાઓ સાથે પણ મુખ્યમંત્રીની મુલાકાત થઈ હતી. આ દરમિયાન સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી પર વધુ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

    - Advertisement -

    7 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી

    કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધું છે. જે અનુસાર આ વખતે ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ, જ્યારે અંતિમ તબક્કો 1 જૂનના દિવસે યોજાશે. પરિણામો 4 જૂનના રોજ ઘોષિત કરવામાં આવશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. 7મેના રોજ ગુજરાતમાં ચૂંટણી થઈ રહી છે.

    કુલ 26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની પણ 5 બેઠકો સામેલ છે. ગુજરાતમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠકો પર પેટાચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય બિહાર, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુમાં પણ જ્યાં-જ્યાં વિધાનસભા બેઠકો ખાલી હશે ત્યાં ચૂંટણી યોજાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં