Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુથ કોંગ્રેસમાં 9 લાખ કૂતરાં-બિલાડીઓને સદસ્ય બનાવીને છત્તીસગઢ બન્યું હતું સૌથી વધુ...

    યુથ કોંગ્રેસમાં 9 લાખ કૂતરાં-બિલાડીઓને સદસ્ય બનાવીને છત્તીસગઢ બન્યું હતું સૌથી વધુ સદસ્યતા કરાવનાર રાજ્ય, તપાસમાં ભાંડો ફૂટ્યો

    યુથ કોંગ્રેસના સભ્ય બનવા માટે અરજદારે 50 રૂપિયાની ફી ઓનલાઈન જમા કરાવવાની હતી. તેથી, લાખોમાં સભ્યપદ રદ થયા પછી, આ રકમ પાર્ટીમાં જ બેનામી રીતે જમા કરવામાં આવશે.

    - Advertisement -

    યુવાનોને કોંગ્રેસ પક્ષ સાથે જોડવાની ઝુંબેશને પક્ષના કાર્યકરો જ નુકશાન પહોંચાડી રહ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. કોંગ્રેસ શાસિત રાજ્ય છત્તીસગઢમાં યુથ કોંગ્રેસની ચૂંટણી દરમિયાન નકલી સદસ્યો બનાવવાનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મેમ્બરશિપ કેમ્પેઈનના ટાર્ગેટને પૂરા કરવા માટે કાર્યકરોએ ડિજિટલ મેમ્બરશિપ કેમ્પેઈન હેઠળ બનાવવામાં આવેલી એપમાં કૂતરા, બિલાડી સહિત અન્ય ઘણા પ્રાણીઓના ફોટાઓ લગાવીને લાખો નકલી સભ્યો બનાવ્યા હતા.

    જે બાદ છત્તીસગઢમાં યુથ કોંગ્રેસની ચૂંટણી દરમિયાન નકલી સભ્યપદનો પર્દાફાશ થયો હતો. કુતરા, બિલાડીઓ, પ્રાણીઓ, વૃક્ષો અને તળાવના ફોટા અપડેટ કરીને સભ્ય બનાવનારાઓને યુથ કોંગ્રેસના કેન્દ્રીય સંગઠનમાં મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં યુથ કોંગ્રેસની ચૂંટણીમાં 17 લાખ સભ્યો બન્યા હતા, જેમાંથી લગભગ નવ લાખ સભ્યોની સદસ્યતા રદ કરવામાં આવી છે. એ નોંધવું પણ જરૂરી છે કે યુથ કોંગ્રેસના સદસ્યતા અભિયાન દરમિયાન છત્તીસગઢે મહારાષ્ટ્ર સહિત અનેક મોટા રાજ્યોને હરાવીને સમગ્ર દેશમાં સૌથી વધુ સભ્યો બનાવ્યા હતા.

    યુથ કોંગ્રેસના સભ્ય બનવા માટે અરજદારે 50 રૂપિયાની ફી ઓનલાઈન જમા કરાવવાની હતી. તેથી, લાખોમાં સભ્યપદ રદ થયા પછી, આ રકમ પાર્ટીમાં જ બેનામી રીતે જમા કરવામાં આવશે.

    - Advertisement -

    છેતરપિંડી સામે આવ્યા બાદ કેન્દ્રીય સંગઠને યુથ કોંગ્રેસના એવા નેતાઓને ચકાસણી દ્વારા કડક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો જેઓ કોઈપણ રીતે ચૂંટણી જીતવા માંગતા હતા. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બીવી શ્રીનિવાસે ખાતરી આપી હતી કે છેતરપિંડીનો પર્દાફાશ થયા બાદ દરેક સભ્યની તપાસ કરવામાં આવશે.

    યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુબોધ હરિતવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સદસ્યતા અભિયાનની ચકાસણીમાં લગભગ નવ લાખ સભ્યોની સદસ્યતા નામંજૂર કરવામાં આવી છે. તેમાંથી મોટાભાગનાનો ફોટો મતદાર યાદીના ફોટા સાથે મેચ થતો ન હતો. ઘણા સભ્યોના મતદાર આઈડી નંબર સાચા જણાયા નથી. જેઓ ફોર્મ યોગ્ય રીતે સબમિટ નથી કરતા અને ખોટા વિડિયો બનાવતા હતા તેમને પણ ટર્મિનેટ કરવામાં આવ્યા છે.

    નોંધનીય છે કે 12 મે થી 12 જૂન સુધી યુથ કોંગ્રેસની મેમ્બરશીપ ડ્રાઈવની સાથે એપ દ્વારા ચૂંટણી યોજાઈ હતી. યુથ કોંગ્રેસની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 12 અને પ્રદેશ મહામંત્રી પદ માટે 138 ઉમેદવારો મેદાનમાં હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં