Friday, November 22, 2024
More
    હોમપેજદેશસનાતની 'સોનુ તિવારી' જાણ બહાર જ આધાર કાર્ડમાં બની ગયો 'ફિરોઝ અંસારી':...

    સનાતની ‘સોનુ તિવારી’ જાણ બહાર જ આધાર કાર્ડમાં બની ગયો ‘ફિરોઝ અંસારી’: માતા-મામાએ રમ્યો ખેલ, પીડિતને બની રહેવું છે હિંદુ, જાણો શું છે આખો મામલો

    સોનુ તિવારીએ આ ષડયંત્રમાં તેના મામાની સંડોવણીનો પણ ખુલાસો કર્યો છે. હાલમાં, સોનુ તેની સાચી ઓળખ પાછી મેળવવા માટે લડી રહ્યો છે.

    - Advertisement -

    છત્તીસગઢમાં (Chhattisgarh) એક હિંદુ યુવકને તેના આધાર કાર્ડમાં (Aadhar card) મુસ્લિમ બનાવી દેવાનો મામલો સામે આવ્યો હતો. પીડિતનું નામ સોનુ તિવારી છે. તેના પિતાનું નામ શિવકુમાર તિવારી છે. પરંતુ આધાર કાર્ડમાં તેનું નામ બદલીને ફિરોઝ અંસારી (Firoz Ansari)અને પિતાનું નામ બદલીને રાજુ અન્સારી કરવામાં આવ્યું છે.

    સોનુ અને તેના પિતાના સાચા નામ શૈક્ષણિક પ્રમાણપત્રોમાં નોંધાયેલા છે. હવે તે આધાર કાર્ડમાં આ ‘ગેમ’ સુધારવા માટે ઓફિસોના ચક્કર લગાવી રહ્યો છે. સોનુના કહેવા પ્રમાણે, તેની માતા અને મામાએ તેની ઓળખ બદલવાની રમત રમી છે. તેની માતા પરવીન બાનો મુસ્લિમ છે.

    દૈનિક ભાસ્કરે સોનુની વેદના અંગે વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો છે. રિપોર્ટ અનુસાર, આ મામલો છત્તીસગઢમાં આવેલ દુર્ગ જિલ્લાના કસારીડીહ વિસ્તારનો છે. સોનુના પિતા શિવ કુમાર તિવારી તેમના વિસ્તારના હિસ્ટ્રીશીટર હતા અને તેમણે મુસ્લિમ મહિલા પરવીન બાનો સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. 8 સપ્ટેમ્બર 1992ના રોજ પરવીને એક બાળકને જન્મ આપ્યો. આ બાળકનું નામ સોનુ તિવારી હતું.

    - Advertisement -

    પીડિતે જણાવ્યું કે તેનું પ્રાથમિક શિક્ષણ છત્તીસગઢમાં આવેલ કસારીડીહ પ્રાથમિક શાળામાં સોનુ તિવારીના નામે જ થયું છે. આ શાળામાંથી મળેલી ટીસી અને માર્કશીટમાં પણ તેનું નામ સોનુ તિવારી છે. અભ્યાસ દરમિયાન શિવકુમાર તિવારી કેટલાક કેસમાં જેલમાં પણ ગયા હતા. તેના પિતા જેલમાં ગયા બાદ પરવીન તેના બાળક સાથે તેના મામાના ઘરે આવી હતી. અહીં મૂળ હિંદુ સોનુ તિવારીનું નવું આધાર કાર્ડ બનાવવામાં આવ્યું હતું. આ આધાર કાર્ડમાં સોનુનું નામ બદલીને ફિરોઝ અંસારી કરવામાં આવ્યું હતું.

    સોનુનું કહેવું છે કે આધાર કાર્ડમાં તેના પિતાનું નામ પણ બદલવામાં આવ્યું છે. આધાર કાર્ડમાં શિવ પ્રસાદ તિવારીની જગ્યાએ રાજુ અંસારી લખવામાં આવ્યું છે. આ આધાર કાર્ડ પર ફિરોઝ અંસારીના નામે સોનુ તિવારીનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ બનેલું હતું. સોનુ તિવારીએ આ ષડયંત્રમાં તેના મામાની સંડોવણીનો પણ ખુલાસો કર્યો છે. હાલમાં, સોનુ તેની સાચી ઓળખ પાછી મેળવવા માટે લડી રહ્યો છે.

    2 વર્ષથી તેઓ જિલ્લાના તમામ વહીવટી અધિકારીઓને અરજીઓ આપીને આ ભૂલ સુધારવા વિનંતી કરી રહ્યા છે. સોનુએ કહ્યું હતું કે તે હિંદુ છે અને આ ઓળખ સાથે જ જીવવા માંગે છે. તેમણે આ અંગે એસડીએમને અરજી કરી છે. તેની માતાએ પણ આ મામલે સંમતિ આપી દીધી હોવાનું સામે આવ્યું હતું. એસડીએમ મુકેશ રાવતેના જણાવ્યા અનુસાર, આ મામલાની તપાસ કરવામાં આવશે અને નિયમો અનુસાર નિર્ણય લેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં