આજે છત્તીસગઢમાં નક્સલવાદીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. દંતેવાડાના અરનપુરમાં નક્સલવાદીઓએ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના જવાનો પર હુમલો કર્યો છે. આ હુમલામાં 10 જવાનો વીરગતિ પામ્યા છે. આ સિવાય એક ડ્રાઈવરનું પણ મોત થયું છે.
અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે નક્સલીઓએ જવાનોના વાહનને નિશાન બનાવીને IED બ્લાસ્ટ કર્યો છે. માહિતી મળ્યા બાદ વધારાની પોલીસ ફોર્સ વિસ્તારમાં રવાના કરવામાં આવી છે. મૃતકોમાં 10 DRG જવાનો અને એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે.
BREAKING | छत्तीसगढ़ में बड़ा नक्सली हमला, 11 जवान शहीद, CM बघेल बोले- किसी को बख्शा नहीं जाएगाhttps://t.co/smwhXUROiK@Sheerin_sherry | @gyanendrat1 #Breaking #Chhattisgarh #NaxalAttack #Dantewada #BhupeshBaghel pic.twitter.com/eCUbrjgaHd
— ABP News (@ABPNews) April 26, 2023
અધિકારીઓએ જણાવ્યું કે “આજે દંતેવાડાના અરનપુર પોલીસ સ્ટેશન હેઠળ માઓવાદી કેડરની હાજરીની બાતમીના આધારે નક્સલ વિરોધી ઓપરેશન માટે દંતેવાડાથી ડીઆરજી ફોર્સ રવાના કરવામાં આવી હતી. પરત ફરતી વખતે અરનપુર રોડ પર માઓવાદીઓ દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે ઓપરેશનમાં સામેલ 10 DRG જવાન અને એક ડ્રાઈવર વીરગતિ પામ્યા હતા.”
કહેવામાં આવી રહ્યું છે કે નક્સલવાદીઓના બાતમીદારના કારણે નક્સલવાદીઓએ બ્લાસ્ટને અંજામ આપ્યો છે. વીરગતિ પામેલા તમામ જવાન ડીઆરજીના છે. ડીઆરજીના જવાનો શોધખોળ માટે નીકળ્યા હતા. ગઈકાલે બુધવારે વરસાદના કારણે તેઓ ફસાયા હતા. ફસાયેલા જવાનોને લેવા માટે ડીઆરજીની ટીમ ખાનગી વાહનમાં જઈ રહી હતી.
સીએમ ભૂપેશ બઘેલે શોક વ્યક્ત કર્યો
સીએમ ભૂપેશ બઘેલે સમગ્ર મામલે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે “નક્સલવાદીઓ સામે લડવામાં આવી રહેલી લડાઈ છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. આ હતાશાના કારણે તેઓ આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. નકસલવાદીઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. અમે આયોજનબદ્ધ રીતે રણનીતિ બનાવીને નક્સલવાદને ખતમ કરીશું.”
दंतेवाड़ा के थाना अरनपुर क्षेत्र अंतर्गत माओवादी कैडर की उपस्थिति की सूचना पर नक्सल विरोधी अभियान के लिए पहुंचे डीआरजी बल पर आईईडी विस्फोट से हमारे 10 डीआरजी जवान एवं एक चालक के शहीद होने का समाचार बेहद दुखद है।
— Bhupesh Baghel (@bhupeshbaghel) April 26, 2023
हम सब प्रदेशवासी उन्हें अपनी श्रद्धांजलि अर्पित करते हैं। उनके…
ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી અને તમામ મદદની ખાતરી આપી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારને જે પણ જરૂર પડશે તે આપવામાં આવશે.
DRG એટલે શું?
DRG એટલે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, જેઓ છત્તીસગઢ પોલીસના ખાસ કર્મચારી છે. તેમની ભરતી માત્ર નક્સલવાદીઓ સામે લડવા માટે કરવામાં આવી છે. આત્મસમર્પણ કરનારા નક્સલવાદીઓ અને બસ્તરના વાતાવરણમાં ઉછરેલા લોકો આમાં સામેલ છે. નક્સલવાદીઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા આ જવાનોએ મેળવી છે.
નોંધનીય છે કે છત્તીસગઢમાં નક્સલવાદીઓએ ઘણી વાર આ રીતે છુપાઈને જવાનો પર હુમલા કર્યા છે.