Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટછત્તીસગઢમાં આદિવાસી યુવતીની હત્યા: સ્ક્રૂ ડ્રાઈવરથી 51 વખત ઘા કર્યા, શાહબાઝ નામના...

    છત્તીસગઢમાં આદિવાસી યુવતીની હત્યા: સ્ક્રૂ ડ્રાઈવરથી 51 વખત ઘા કર્યા, શાહબાઝ નામના ઈસમ પર આરોપ

    શાહબાઝ ત્રણ વર્ષ પહેલાં જશપુરથી કોરબા વચ્ચે ચાલતી બસનો કંડક્ટર હતો. તે યુવતીની પાછળ પડ્યો હતો પરંતુ તે વાત કરતી ન હતી.

    - Advertisement -

    છત્તીસગઢમાં એક આદિવાસી યુવતીની હત્યા થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. જેનો આરોપ એક શાહબાઝ નામના ઈસમ ઉપર લાગ્યો છે. યુવતીને સ્ક્રૂ ડ્રાઈવરથી 51 ઘા કરવામાં આવ્યા હતા અને કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. 

    રિપોર્ટ અનુસાર, આ યુવતી આદિવાસી સમાજની હતી પરંતુ પછીથી ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો. તેનું નામ નીલકુસુમ હોવાનું જાણવા મળ્યું છે તેમજ ઉંમર 21 વર્ષ હોવાનું પણ સામે આવ્યું છે. જણાવવામાં આવ્યું કે તે ફોન પર વાત ન કરતી હોવાના કારણે શાહબાઝે તેની હત્યા કરી નાંખી હતી. 

    પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, સ્ક્રૂ ડ્રાઈવરથી અનેક વખત ઘા થવાના કારણે નીલકુસુમનું મોત થઇ ગયું હતું. તેની છાતી ઉપર 34 વખત અને પીઠ પર 16 વખત ઘા કરવામાં આવ્યા હતા. ઉપરાંત, હૃદય પાસેનો ઘા વધુ ઊંડો હતો, જેના કારણે બહુ લોહી વહી ચૂક્યું હતું અને તે સ્થળ પર જ મૃત્યુ પામી હતી. 

    - Advertisement -

    અન્ય એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઘટના સમયે યુવતી ઘરે એકલી જ હતી અને અન્ય પરિજનો બહાર ગયા હતા. જ્યારે સવારે 11 વાગ્યે તેનો ભાઈ પરત આવ્યો તો તેને પાછળનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને યુવતી મૃત પડેલી જોવા મળી હતી. તેણે કહ્યું કે, તેની બહેનની એક બસ કંડક્ટર સાથે વાતચીત થતી હતી, જે તેનો પીછો પણ કરતો હતો. 

    દૈનિક જાગરણ અનુસાર, શાહબાઝ ત્રણ વર્ષ પહેલાં જશપુરથી કોરબા વચ્ચે ચાલતી બસનો કંડક્ટર હતો. તે યુવતીની પાછળ પડ્યો હતો પરંતુ તે વાત કરતી ન હતી. એવું પણ જણાવવામાં આવ્યું છે કે તે વોટ્સએપ મારફતે યુવતી સાથે સંપર્કમાં રહેવાના પ્રયાસ કરતો રહેતો હતો. 

    હત્યા પહેલાં શાહબાઝ ગુજરાતથી ફ્લાઇટ લઈને છત્તીસગઢ આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. યુવતીની જ્યાં હત્યા થઇ તે સ્થળેથી બે દિવસ પહેલાંની એક ફ્લાઇટની ટિકિટ પણ મળી આવી છે, જેની ઉપર શાહબાઝનું નામ લખવામાં આવ્યું છે. હાલ પોલીસ તેને શોધી રહી છે. 

    આ કેસની તપાસ કરતી પોલીસે અલગ-અલગ 4 જેટલી ટીમો બનાવી છે અને આરોપી શાહબાઝને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં