Saturday, April 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટછત્તીસગઢમાં 2 હજાર કરોડ રૂપિયાના દારૂ કૌભાંડનો પર્દાફાશ: કોંગ્રેસ નેતા એઝાઝ ઢેબરના...

  છત્તીસગઢમાં 2 હજાર કરોડ રૂપિયાના દારૂ કૌભાંડનો પર્દાફાશ: કોંગ્રેસ નેતા એઝાઝ ઢેબરના ભાઈ અનવરની ધરપકડ, નેતાઓ-અધિકારીઓની પણ સંડોવણી

  2019થી 2022 વચ્ચે ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ દ્વારા 2 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું એજન્સીએ જણાવ્યું છે.

  - Advertisement -

  છત્તીસગઢમાં ઇડીએ 2 હજાર કરોડનું દારૂ કૌભાંડ પકડી પાડ્યું છે. જેમાં નેતાઓ અને અધિકારીઓની પણ સંડોવણી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કૌભાંડના મુખ્ય આરોપી અનવર ઢેબરની એજન્સીએ ધરપકડ કરી લીધી હતી. તે કોંગ્રેસ નેતા અને રાયપુરના મેયર એજાજ ઢેબરનો ભાઈ છે. 

  આ પહેલાં એજન્સીએ માર્ચમાં અનેક ઠેકાણે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યાં હતાં તેમજ કૌભાંડમાં સામેલ અનેક લોકોનાં નિવેદનો પણ નોંધ્યાં હતાં. 2019થી 2022 વચ્ચે ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ દ્વારા 2 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું એજન્સીએ જણાવ્યું છે.

  કૌભાંડના આરોપી અનવર ઢેબરને ઘણા સમયથી શોધવામાં આવી રહ્યો હતો, પરંતુ તે ભાગતો ફરતો હતો. આખરે તે તેના એક હોટેલમાંથી મળી આવ્યો હતો. તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં PMLA કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તેની પૂછપરછમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે. 

  - Advertisement -

  કઈ રીતે આચરવામાં આવ્યું કૌભાંડ?

  એજન્સીએ જણાવ્યું છે કે અનવરના હાથ નીચે છત્તીસગઢમાં એક ક્રિમિનલ સિન્ડિકેટ કામ કરી રહ્યું હતું અને તેને રાજકીય વ્યક્તિઓ અને સિનિયર બ્યુરોક્રેટ્સનું પણ સમર્થન મળતું હતું. એજન્સી અનુસાર, અનવરે એક મોટા ષડ્યંત્ર હેઠળ કૌભાંડને અંજામ આપવા માટે વ્યક્તિઓ અને એન્ટિટિસનું મોટું નેટવર્ક તૈયાર કર્યું હતું, જેના દ્વારા છત્તીસગઢમાં વેચાતા દારૂની પ્રત્યેક બોટલ પર ગેરકાયદેસર રીતે રૂપિયા પડાવી શકાય. જાણવા મળ્યા અનુસાર, આ દારૂ કૌભાંડ સામે આવ્યા બાદ છત્તીસગઢના અમુક નેતાઓ અને અધિકારીઓ પણ ઇડીના રડાર પર છે. 

  ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દેશનાં અન્ય રાજ્યો માટે દારૂ સરકારો માટે આવકનો મોટો સ્ત્રોત છે. જ્યાં દારૂનો પુરવઠો નિયંત્રિત કરવા, લોકોને ગુણવત્તાયુક્ત દારૂ મળે રહે તે સુનિશ્ચિત કરવા અને રાજ્ય માટે આવક મેળવવા માટે એક્સાઇઝ વિભાગ કાર્યરત હોય છે. ઇડીની તપાસમાં બહાર આવ્યું કે છત્તીસગઢમાં અનવરના સિન્ડિકેટે આવા કોઈ નિયમોનું પાલન કર્યું ન હતું. 

  છત્તીસગઢમાં દારૂની ખરીદીથી લઈને વેચાણ સુધી બધું જ સરકાર જુએ છે અને રાજ્યમાં કોઈ ખાનગી લિકર શોપને પરવાનગી અપાઈ નથી. રાજ્યમાં કુલ 800 લિકર શોપ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ નીયંત્રણ છત્તીસગઢ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ (CSMCL) જુએ છે. જે મેનપાવર સપ્લાયર્સને ટેન્ડર ઇસ્યુ કરે છે જેઓ દુકાન ચલાવે છે.

  એજન્સીનો આરોપ છે કે, રાજકીય વ્યક્તિઓની વગનો ઉપયોગ કરીને અનવર ઢેબરે CSMCLના કમિશનર અને MDને હાથ પર લઇ લીધા હતા અને પોતાના નજીકના માણસોની ભરતી કરાવી લીધી હતી. આમ કરીને તેણે ખાનગી ડિસ્ટિલર્સ, લાયસન્સ ધારકો, એક્સાઇઝ વિભાગના અધિકારીઓ, જિલ્લા સ્તરના અધિકારીઓ, મેન પાવર સપ્લાયર્સ, ગ્લાસ બોટલ મેકર્સ, હોલોગ્રામ મેકર, કેશ-કલેક્શન વેન્ડરથી લઈને દારૂના વેપારની આખી ચેન પર નિયંત્રણ મેળવી લીધું હતું. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં