Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટLOC નજીક છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓ સ્થાપિત કરાશે; તેમનાં કિલ્લાઓની માટી ભૂમિપૂજનમાં...

    LOC નજીક છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓ સ્થાપિત કરાશે; તેમનાં કિલ્લાઓની માટી ભૂમિપૂજનમાં મિશ્રિત થશે

    દરરોજ આ રીતે શિવાજી મહારાજને જોઇને આ હિંદુ રાજાની તેમનાં દુશ્મનો વિરુદ્ધ તેમણે દેખાડેલી વીરતામાંથી આપણા સૈનિકોને ઉત્સાહ અને જોશ મળશે તેમ પણ આ એનજીઓનું માનવું છે.

    - Advertisement -

    ‘આમ્હી પુણેકર’ નામનાં એક એનજીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી લાઈન ઓફ કન્ટ્રોલ એટલેકે LOC નજીક છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરશે. આમ કરવા પાછળનો હેતુ એવો છે કે સરહદ નજીક દેશનાં દુશ્મનો સાથે લડતાં આપણા જવાનોને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જોઇને પ્રેરણા મળે.

    દરરોજ આ રીતે શિવાજી મહારાજને જોઇને આ હિંદુ રાજાની તેમનાં દુશ્મનો વિરુદ્ધ તેમણે દેખાડેલી વીરતામાંથી આપણા સૈનિકોને ઉત્સાહ અને જોશ મળશે તેમ પણ આ એનજીઓનું માનવું છે. આમ્હી પુણેએ પોતાનાં આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે કાશ્મીરની બે જગ્યાઓ પસંદ કરી છે. LOC નજીક આવેલા કિરાન અને તંગધર-તીતવાલ ખીણ પાસે છત્રપતિ શિવાજી મહારાજની બે પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

    આ પ્રતિમાઓ સ્થાપિત કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ આતાકેપર સ્મારક સમિતિના અધ્યક્ષ અભયરાજ શિરોલે અને વ્હી પુણેકર એનજીઓના પ્રમુખ હેમંત જાધવે આ પહેલ આદરી છે. આ માટે આ બંને સંસ્થાઓ જમ્મુ અને કાશ્મીરના કુપવારા જીલ્લાના કલેકટર ડો. સાગર દત્તાત્રેય દોઇફોન્ડેની મંજુરી લેવાની કાર્યવાહી હાથ ધરશે.

    - Advertisement -

    વ્હી પુણેકર એનજીઓના હેમંત જાધવે જણાવ્યું હતું કે, “માર્ચ મહિનાનાં અંત સુધીમાં પ્રતિમાઓને સ્થાપિત કરવાનું કાર્ય તેનાં ભૂમિપૂજનથી શરુ થઇ જશે. આ માટેની માટી અને પાણી ‘શિવરાયાનાં’ પગલાંથી પાવન થયેલા તેમનાં કિલ્લાઓ રાઈગડ, તોરાણા, શિવનેરી, રાજગડ, અને પ્રતાપગઢમાંથી લાવવામાં આવશે.

    જ્યારે અભયરાજ શિરોલેએ જણાવ્યું હતું કે “છત્રપતિ શિવાજી મહારાજે તેમનાં કાર્યો અને હિંમત દ્વારા દુશ્મનોને ભગાડી મૂક્યાં હતાં. વિશ્વનાં ઘણાં દેશો દ્વારા તેમનાં દ્વારા અપનાવવામાં આવેલી ગેરીલા યુદ્ધ પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાનની સરહદ પર સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ભારતીય સૈનિકોને શિવરાયાનાં આદર્શોની સતત યાદ આપતી રહેશે.”

    અત્રે એ નોંધનીય છે કે આ પ્રકારનો પ્રયત્ન સાવ નવોસવો નથી કારણકે 2022નાં જાન્યુઆરી મહિનામાં મરાઠા રેજીમેન્ટ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં છત્રપતિ શિવાજી મહારાજની એક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી અને તે પણ LOCની નજીક જ છે. આ પ્રતિમા સમુદ્રના તળથી 14800 ફૂટ ઉપર સ્થાપિત કરવામાં આવી છે. હવે શિવાજીની બે નવી પ્રતિમાઓ LOC નજીક પુણેની બે સંસ્થાઓ દ્વારા સ્થાપિત કરવામાં આવનાર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં