Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટJNUમાં છત્રપતિ શિવાજી મહારાજની છબીના અપમાન બાદ ABVP અને JNU સ્ટુડન્ટ્સ યુનિયન...

  JNUમાં છત્રપતિ શિવાજી મહારાજની છબીના અપમાન બાદ ABVP અને JNU સ્ટુડન્ટ્સ યુનિયન વચ્ચે ધમાલ: ડાબેરી વિદ્યાર્થીઓ પર લાગ્યો આરોપ

  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે જેએનયુમાં કેટલાક ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા આ તોડફોડ કરવામાં આવી હતી.

  - Advertisement -

  જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર કેટલાક વિદ્યાર્થીઓએ કથિત રીતે તોડફોડ કર્યા બાદ નવો વિવાદ ફાટી નીકળ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે આ તોડફોડ કેટલાક ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.

  એબીવીપીના સભ્યોએ દાવો કર્યો હતો કે જ્યારે છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા ત્યારે અમુક ડાબેરી વિદ્યાર્થીઓએ શિવાજીનું અપમાન કર્યું હતું. બદમાશોએ કથિત રીતે તેમની છબી અને માળા છીનવીને નીચે ફેંકી દીધી હતી.

  ABVPએ પણ પોટ્રેટની તસવીરો શેર કરી અને ઘટનાની નિંદા કરી. એક ટ્વિટમાં, તેણે કહ્યું કે “ABVPએ આજે વીર શિવાજીને શ્રદ્ધાંજલિ આપી હતી પરંતુ માઓવાદીઓએ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવેલી તસવીરની તોડફોડ કરી હતી.” ABVP એ રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા વીર શિવાજીના ફોટાના “તોડફોડના કૃત્ય” અને “ડાબેરીઓ દ્વારા સતત તોડફોડ”ની વધુ નિંદા કરી.

  - Advertisement -

  અહેવાલો અનુસાર આ બાબતે બંને પક્ષો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. દરમિયાન, જેએનયુ પ્રશાસને આ મામલાની નોંધ લીધી છે પરંતુ હજુ સુધી કાર્યવાહી કરવાની બાકી છે.

  એબીવીપીના કાર્યકરોએ ડાબેરી વિદ્યાર્થીઓ પર છત્રપતિ શિવાજી મહારાજનું ‘અપમાન’ કરવાનો આરોપ લગાવીને વિરોધ પણ કર્યો હતો. રવિવારે સ્ટુડન્ટ્સ એક્ટિવિટી સેન્ટરની દિવાલો પર મુકવામાં આવેલ પોટ્રેટની કથિત રીતે તોડફોડ કરવામાં આવી હતી.

  ANI સાથે વાત કરતા, ગુસ્સે ભરાયેલા ABVP સભ્યોમાંના એકે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ સામ્યવાદીઓ સહન કરવામાં અસમર્થ હતા અને તેમણે છબી તોડી દીધી અને માળા કચરાપેટીમાં ફેંકી દીધી.

  તેણે ખુલાસો કર્યો કે જ્યારે તેણે બદમાશોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ કહ્યું, “આ લોકો કોણ છે તે અમને ખબર નથી. અમે માત્ર માર્ક્સવાદી અને લેનિનવાદીને અનુસરીએ છીએ.” તેમણે એવો પણ દાવો કર્યો હતો કે “ગેરકાયદેસર વિદ્યાર્થીઓ”એ JNU સ્ટુડન્ટ્સ એક્ટિવિટી સેન્ટર પર કબજો કરી લીધો છે.

  તાજેતરમાં BBC ડોક્યુમેન્ટ્રી મુદ્દે JNUમાં થઇ હતી ધમાલ

  JNUમાં ડાબેરી વિદ્યાર્થીઓ દ્વારા થયેલી આ કોઈ પહેલી ધમાલ નથી. તેમના દ્વારા થતી આવી ઘટનાઓ અવારનવાર બહાર આવતી હોય છે. સૌથી તાજી ઘટના BBCની પ્રતિબંધિત ડોક્યુમેન્ટ્રી સાથે જોડાયેલ હતી.

  24 જાન્યુઆરીના દિવસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, JNU, ભારે અરાજકતા અને હિંસાની સાક્ષી બની હતી, કારણ કે વહીવટીતંત્રે કેમ્પસમાં વીજળીનો પુરવઠો કાપી નાખ્યો હતો કારણ કે ઘણા વિદ્યાર્થીઓ JNU વિદ્યાર્થી સંઘની ઓફિસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની પ્રતિબંધિત BBC ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ માટે એકઠા થયા હતા. JNU યુનિવર્સિટી સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને શ્રેણીની સ્ક્રીનીંગ અને જોવાથી રોકવા માટે વીજળીનો પુરવઠો કાપ્યો હતો ઇન્ટરનેટને સ્થગિત પણ કરી દીધું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં