Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ, ખ્રિસ્તી મિશનરીઓ અને મશીનરી... 'રાષ્ટ્રપતિના સંતાનો' સૌથી વધુ પીડિત: જ્યાં મંત્રી...

    કોંગ્રેસ, ખ્રિસ્તી મિશનરીઓ અને મશીનરી… ‘રાષ્ટ્રપતિના સંતાનો’ સૌથી વધુ પીડિત: જ્યાં મંત્રી જ ‘જમીનખોર’ હોય, ત્યાં આદિવાસી સમાજને કોણ બચાવે?

    નીતિન રાયના જણાવ્યા અનુસાર, “ખ્રિસ્તી મિશનરીઓ પણ પહાડી કોરબા જમીન પર કબજો કરી રહ્યા છે. આ ગામના જ (હર્રાપાઠ) ભુનેશ્વર કોરબા છે, તેમની જમીન પણ કબજે કરવાનો પ્રયાસ થયો હતો. તે કેસ પણ હાલ ચાલી રહ્યો છે."

    - Advertisement -

    અનુસૂચિત જનજાતિ વર્ગમાં આવનાર પહાડી કોરબા સમુદાયને ભારતના રાષ્ટ્રપતિના ‘દત્તક સંતાનો’ કહેવામાં આવે છે તે છતાં છત્તીસગઢનાં આદિવાસી અસ્તિત્વ બચાવવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. ખેતી અને પશુપાલન તેમની આજીવિકાનું મુખ્ય સાધન છે. સનાતનને સમર્પિત છત્તીસગઢનાં આદિવાસી અસ્તિત્વ બચાવવા લડી રહ્યા છે. આ લેખ ભોળા ભીલો પોતાની જમીન, પોતાનો ધર્મ બચાવવા માટે જે સંઘર્ષ કરી રહ્યા છે તેનાથી આપને માહિતગાર કરવાના હેતુથી લખાઈ રહ્યો છે.

    જેમ કે મેનેજર રામ ભગતે ઑપઈન્ડિયાને જણાવ્યું હતું કે, “કોરબા અને નાગેસિયા એવી જનજાતિઓ છે જેમનું ધર્માંતરણ ખુબજ ઓછું થયું છે. ચર્ચો તેમના પર ઘણા માધ્યમો દ્વારા દબાણ લાવે છે. પરંતુ તેમનો દ્રઢ સંકલ્પ છે કે તેઓ મૂળ, ફળ અને ફૂલ ખાઈને જીવી લેશે, પરંતુ ધર્મ બદલાવશે નહીં. પરંતુ આજે ષડયંત્ર દ્વારા તેમની જમીનો કબજે કરવામાં આવી રહી છે. છત્તીસગઢનાં આદિવાસી અસ્તિત્વ બચાવવા લડત આપી રહ્યા છે” ભગત જશપુર જિલ્લા ભાજપ આદિવાસી મોરચા (BJP ST મોરચા)ના ઉપાધ્યક્ષ છે. આ સાથે તેમની પાસે વનવાસી કલ્યાણ આશ્રમની સરહુલ પૂજા સમિતિના જિલ્લા ઉપાધ્યક્ષની જવાબદારી પણ છે.

    પહાડી કોરબા સમુદાય સંરક્ષિત જનજાતિ છે (ફોટો સાભાર ऑपइंडिया)

    ભગત જે જોખમની વાત કરી રહ્યા છે તે સમજવા આપણે હર્રાપાઠ નામના ગામમાં જઈ રહ્યા છીએ. આ ગામ ઝારખંડની સરહદે છત્તીસગઢના જશપુર જિલ્લાના મનોરા બ્લોકમાં આવેલું છે. રસ્તાને અડીને આવેલા આ ગામમાં પહાડી કોરબા સમુદાય રહે છે. યાદવોના થોડા ઘરોને બાદ કરતાં મોટાભાગની વસ્તી આ જ આદિવાસી સમુદાયની છે. હરરાપથના નંદકુમાર યાદવે, જે પોતાને ભાજપ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરે છે, તેમણે ઑપઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આ ગામમાં રહેતા આદિવાસી વર્ગના લોકો હિન્દુ સનાતન પરંપરાના અનુયાયીઓ છે. પરંતુ જ્યારથી કોંગ્રેસની સરકાર આવી છે ત્યારથી અહીં પણ ખ્રિસ્તી મિશનરીઓ તેમનો ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોને લલચાવી-ફોસલાવી રહ્યા છે. મારા ગામમાં પણ તેઓ ગિરજાઘર બનાવવા માટે પહાડી કોરબા સમુદાયના લોકોની જમીન પર કબજો જમાવી રહ્યા હતા.”

    - Advertisement -

    હર્રાપાઠમાં જ આ પહાડી કોરબા પરિવારો વસ છે, જેમની 24.88 એકર જમીન રાજ્યના ખાદ્ય અને સાંસ્કૃતિક પ્રધાન અમરજીત ભગતના પુત્ર આશિષ ભગતના નામે છેતરપિંડીથી લખાવી લેવામાં આવી હતી. જ્યારે આ છેતરપિંડી થઈ ત્યારે ભગત જશપુરના પ્રભારી મંત્રી પણ હતા.

    આ છેતરપિંડીમાં જે લોકોએ પોતાની જમીનો ગુમાવી, લાલ સાય રામ પણ એ લોકોમાંથી એક છે. તેમણે ઑપઈન્ડિયાને જણાવ્યું કે, “તે આખેઆખી જમીન (લગભગ 25 એકર) અમારા પૂર્વજોની છે. તેમાં અમારા કુટુંબીજનોનો પણ ભાગ છે. સરકારી ગ્રાન્ટ મેળવવાના નામે અમને જશપુર લઈ જવાયા હતા. અમને ત્યાં કેટલાક કાગળો પર અંગૂઠો/સહી કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. જયારે જમીન માપણી કરવા વાળા લોકો આવ્યા ત્યારે જ અમને અમારી જમીન વેચાઈ ગઈ હોવાની જાણ થઈ હતી.”

    સાયના કહેવા પ્રમાણે જમીન માપણી કરવા આવેલા લોકોએ જ તેને જણાવ્યું હતું કે તેની જમીન મંત્રીએ ખરીદી લીધી છે, જ્યારે સાઈ જેમના નામે જમીન લખવી લેવામમાં આવી હતી તે મંત્રી અમરજીત ભગત કે તેના ન્યાયાધીશ પુત્ર આશિષ ભગતને ક્યારેય મળ્યાંજ ન હતા. જેઓ તેમને જશપુર લઈ ગયા તેઓ કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમની પાસેથી જ આ પરિવારોને સાડા 10 લાખના છ ચેક મળ્યા હતા.

    પહાડી કોરબા લાલ સાયનું ઘર અને સ્થાનિક ભાજપ આગેવાન નીતિન રાય (ફોટો સાભાર ऑपइंडिया)

    જ્યારે માપણી કરનારાઓ પાસેથી જમીન વેચવાની માહિતી મળી, ત્યારે પીડિત પરિવાર ચેક લઈને સ્થાનિક બીજેપી નેતા કૃષ્ણ કુમાર રાયના ઘરે ગયો. રાય અગાઉની રમણ સિંહ સરકારમાં મંત્રીનો હોદ્દો ધરાવતા હતા. રાયના ભત્રીજા અને BJYMના સરગુજા વિભાગના પ્રભારી નીતિન રાયે ઑપઈન્ડિયાને જણાવ્યું હતું કે, “આ ગામથી અમારા પૂર્વજોની ભાવનાઓ જોડાયેલી છે. આ લોકો અમારી પાસે ચેક લઈને આવ્યા હતા. અમે તપાસ કરી તો ખબર પડી કે અહીંના પ્રભારી મંત્રી અમરજીત ભગતે તેમના જજના પુત્રના નામે છેતરપિંડી કરીને, કાવતરું રચીને જમીન ખરીદી લીધી હતી. આ કેસમાં દલાલોએ તેમને કહ્યું હતું કે તમારી જમીન બહુ મોટા મંત્રીએ ખરીદી લીધી છે. તમારી જમીન કોઈ પાછી નહીં અપાવી શકે. અમે આંદોલન કર્યું. ધારણાઓ કર્યા. પરંતુ જિલ્લા પ્રશાસને અમારી વાત સાંભળી જ નહિ. જે બાદ અમે આ લોકોને રાજ્યપાલ અનુસુયા ઉઇકે પાસે લઈ ગયા. જે બાદ વિવાદ વધતો જોઈને અમરજીત ભગતને પીડિતોને જમીન પરત કરવાણી ફરજ પડી હતી.

    નીતિન રાયના જણાવ્યા અનુસાર, “ખ્રિસ્તી મિશનરીઓ પણ પહાડી કોરબા જમીન પર કબજો કરી રહ્યા છે. આ ગામના જ (હર્રાપાઠ) ભુનેશ્વર કોરબા છે, તેમની જમીન પણ કબજે કરવાનો પ્રયાસ થયો હતો. તે કેસ પણ હાલ ચાલી રહ્યો છે.” ભુનેશ્વર રામે ઑપઈન્ડિયાને તેની રસ્તાને અડીને આવેલી જમીન પણ બતાવી જેના પર અધૂરું બાંધકામ થયેલું છે. તેણે કહ્યું કે ઘુડા એક્કા અને દયા કુજુર તેમની જમીન પર કબજો કરી રહ્યા હતા. જયારે તેમને રોકવાની કોશિશ કરવામાં આવી તો તેમને ભગાડી ઉક્વામાં આવ્યા. તે કહે છે કે, “આ લોકો ખ્રિસ્તી બની ગયા છે. અને અહીં એક ગિરજાઘર બનાવવા માંગતા હતા.” આ કેસમાં પણ ભાજપના નેતા પ્રબલ પ્રતાપ સિંહ જુડિયોએ દરમિયાનગીરી કરી ત્યારે છેક વહીવટીતંત્રે કાર્યવાહી કરી હતી.

    પહાડી કોરબા ભુનેશ્વર રામની જમીન પર કબજો કરીને કરવામાં આવેલું બાંધકામ (ફોટો સાભાર ऑपइंडिया)

    લાલ સાયનો મામલો હોય કે ભુનેશ્વર રામનો, આ પહાડી કોરબા સમુદાય સાથે જોડાયેલી બાબતો છે જે ધ્યાન પર આવી છે. જેમાં રાજકીય દબાણના કારણે આદિવાસી વર્ગની જમીન બચાવી લેવામાં આવી હતી. આવા સેંકડો કિસ્સાઓ નોંધાયા છે જેમાં અનુસૂચિત જનજાતિની જમીનની નોંધણી બોગસ રીતે કરવામાં આવી છે. જેમકે નીતિન રાયે ઑપઈન્ડિયાને જણાવ્યું કે,“દલાલો અહીંની જમીનો પર ચાંપતી નજર રાખે છે. તેનું કારણ બોક્સાઈટ છે. પાંડ્રા પાટ, બગીચા વિસ્તારમાં હજારો એકર જમીનની બોગસ નોંધણી કરવામાં આવી છે. તેની તપાસ થશે તો તમામ પહાડી કોરબાની જમીન પરત મળી જશે.

    માટેજ અમરજીત ભગતના જમીન પરત કરાયા બાદ આ પ્રશ્નોનો અંત આવી ગયો? જશપુરના પ્રભારી મંત્રી પદેથી તેમને હટાવવાથી તેમના પાપ ધોવાઈ ગયા? નિયમ એવો છે કે પ્રોપર્ટી ખરીદતા પહેલા ન્યાયાધીશે તેની સંપૂર્ણ માહિતી આપવાની હોય છે. શું તેમના પુત્ર આશિષ ભગતે આવું કશું કર્યું હતું? આ કેસમાં જેઓ દલાલોની ભૂમિકામાં હતા, જેઓ કોંગ્રેસના કાર્યકરો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમની સામે કોઈ કાર્યવાહી થઈ ખરી? શું અમરજીત ભગત સાથેના તેના સંબંધોની તપાસ કરવામાં આવી હતી? જમીન પરત કરવાની વાત કરતાં અમરજીત ભગતે દાવો કર્યો હતો કે આ સોદામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. પરંતુ પહાડી કોરબા એક સંરક્ષિત જાતિ છે. અન્ય આદિવાસીઓ સુદ્ધા તેમની જમીન પણ ખરીદી શકતા નથી. તો પછી ઉરાંવ (અન્ય આદિવાસી સમુદાય જે સંરક્ષિત સૂચિમાં નથી) જનજાતિમાંથી આવતા અમરજીત ભગતના પુત્રએ આ કેવી રીતે કર્યું? દેખીતી રીતે આ સોદામાં પણ વહીવટીતંત્રની મિલીભગત હોવી જોઈએ. પરંતુ એક વર્ષ થવા છતાં પણ આ મામલે કોઈ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી નથી. આખરે, એવી તે કઈ ‘લાયકાત’ છે જેના કારણે અમરજીત ભગત આજે પણ ભૂપેશ બઘેલની કેબિનેટમાં છે? આ પ્રશ્નોના જવાબ આજદિન સુધી મળ્યા નથી. આખરે કેમ?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં