Saturday, September 24, 2022
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટહૈદરાબાદથી 12 યાત્રીઓ સાથે ઊડેલું ચાર્ટર પ્લેન અચાનક કરાચીના જિન્નાહ એરપોર્ટ પર...

  હૈદરાબાદથી 12 યાત્રીઓ સાથે ઊડેલું ચાર્ટર પ્લેન અચાનક કરાચીના જિન્નાહ એરપોર્ટ પર ઉતર્યું: સ્વતંત્રતા દિવસની ઘટનાથી શંકા વધુ ઘેરાઈ

  ભારતના સ્વતંત્રતા દિવસના દિવસે હૈદરાબાદથી ઉડાન ભરેલું આ ચાર્ટર પ્લેન કરાચીમાં કેમ ઉતર્યું તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

  ભારતથી 12 મુસાફરોને લઈને એક ચાર્ટર પ્લેન સોમવારે 15 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ઉતર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્લેન સોમવારે પાકિસ્તાનના કરાચી શહેરમાં જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ વિમાને ઉડાન ભરી હતી. વિમાન સ્થાનિક સમય અનુસાર સવારે 12.10 વાગ્યે કરાચી એરપોર્ટ પર લેન્ડ થયું હતું.

  પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય ચાર્ટર પ્લેન ભારતના હૈદરાબાદથી ઉડાન ભરી હતી. આ સિવાય પ્લેનનો પાકિસ્તાન સાથે કોઈ સંબંધ નથી. કરાચીમાં ઉતરાણ કર્યાના થોડા સમય પછી, વિમાને તમામ 12 મુસાફરો સાથે ફરીથી ઉડાન ભરી. જોકે, પ્લેન કરાચી એરપોર્ટ પર શા માટે લેન્ડ થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, આ ઘટનાક્રમથી શંકા વધુ ઘેરી બની છે અને પ્લેનના લેન્ડિંગના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

  અગાઉ જુલાઈમાં ટેકનિકલ કારણોસર બે વિમાન પાકિસ્તાનમાં લેન્ડ થયા હતા. 5 જુલાઈના રોજ, સ્પીજેટની દિલ્હી-દુબઈ ફ્લાઈટમાં ફ્યુઅલ ઈન્ડિકેટરમાં ખામી હતી, જેના કારણે તેને કરાચી તરફ વાળવામાં આવી હતી.

  - Advertisement -

  17 જુલાઈના રોજ, ઈન્ડિગોની શાહજાહ-હૈદરાબાદ ફ્લાઈટમાં એન્જિનમાં ખામી હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને પણ સાવચેતી તરીકે કરાચી તરફ વાળવામાં આવી હતી.

  જુલાઈમાં પાકિસ્તાનમાં લેન્ડ થયેલા આ પ્લેન પાછળ એક ટેકનિકલ કારણ હતું, પરંતુ ભારતના સ્વતંત્રતા દિવસે 15 ઓગસ્ટના રોજ હૈદરાબાદથી ટેકઓફ કરાયેલું આ ચાર્ટર પ્લેન કરાચીમાં લેન્ડ થયું તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

  આ સમગ્ર ઘટનાક્રમને લઈને જુદી જુદી શંકા કુશંકાઓ કરાઈ રહી છે. ભારતીય એજન્સીઓએ આ વિષયમાં તપાસ શરુ પણ કરી દીધી છે.

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં