Tuesday, March 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમનીષ સીસોદીયાના ઘરે CBI ત્રાટકી, લીકર પોલીસીમાં ઉચાપતની તપાસ માટે 21 જગ્યાએ...

    મનીષ સીસોદીયાના ઘરે CBI ત્રાટકી, લીકર પોલીસીમાં ઉચાપતની તપાસ માટે 21 જગ્યાએ દરોડા; સીએમ કેજરીવાલે છેડયું “ટ્વીટ વોર”

    દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ઘેર સીબીઆઈએ રાજ્યની લીકર પોલીસીમાં ગોટાળાના મામલે દરોડા પાડ્યા છે.

    - Advertisement -

    મનીષ સીસોદીયાના ઘરે CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, સીબીઆઈની આ કાર્યવાહી દિલ્હી સરકારની એક્સાઈઝ નીતિ સાથે સંબંધિત છે. દિલ્હીનું એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ મનીષ સિસોદિયા હેઠળ છે. સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, “સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નિવાસસ્થાન સહિત એક્સાઈઝ પોલિસી કેસમાં દિલ્હી-એનસીઆરમાં 21 સ્થળોએ દરોડા પાડ્યા છે.” મનીષ સીસોદીયાના ઘરે CBI ત્રાટકતા સીએમ કેજરીવાલ અસહજ થયા છે.

    આ દરોડા અંગે મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, “ઘરે CBI આવી છે. તેમનું સ્વાગત છે. અમે કટ્ટર પ્રમાણિક છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવીએ છીએ. આપણા દેશમાં સારું કામ કરનારાઓને આ રીતે હેરાન કરવામાં આવે છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેથી જ આપણો દેશ હજુ નંબર-1 બન્યો નથી.”

    સિસોદિયાએ અન્ય એક ટ્વિટમાં લખ્યું, “અમે સીબીઆઈનું સ્વાગત કરીએ છીએ. તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશું જેથી સત્ય જલ્દી બહાર આવી શકે. અત્યાર સુધી મારા પર ઘણા કેસ દાખલ થયા છે, પરંતુ કંઈ બહાર આવ્યું નથી. આમાંથી પણ કશું નીકળશે નહીં. દેશમાં સારા શિક્ષણ માટે મારું કામ રોકી શકાય નહીં.”

    - Advertisement -

    ટ્વીટમાં તેમણે કહ્યું છે કે, “આ લોકો દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના અદ્ભુત કામથી હેરાન છે. તેથી જ દિલ્હીના આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીની ધરપકડ કરવામાં આવી છે, જેથી શિક્ષણ આરોગ્યના સારા કામને અટકાવી શકાય. અમારા બંને પર ખોટા આરોપો છે. કોર્ટમાં સત્ય બહાર આવશે.”

    દરોડાથી અરવિંદ કેજરીવાલ નારાજ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયા પર સીબીઆઈના દરોડાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, “જે દિવસે દિલ્હીના શિક્ષણ મોડલના વખાણ થયા અને મનીષ સિસોદિયાની તસવીર અમેરિકાના સૌથી મોટા અખબાર NYTના પહેલા પાના પર છપાઈ, એ જ દિવસે કેન્દ્રએ CBIને મનીષના ઘરે મોકલી. સીબીઆઈ આપનું સ્વાગત છે. સંપૂર્ણ સહકાર આપીશું. ભૂતકાળમાં પણ ઘણા તપાસ/દરોડાઓ થયા છે, પરંતુ કંઈ બહાર આવ્યું નથી. હજુ પણ કંઈ બહાર આવશે નહીં.”

    તેમણે આગળ લખ્યું, “આખી દુનિયા દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્ય મોડલની ચર્ચા કરી રહી છે. તેઓ આને રોકવા માંગે છે, તેથી દિલ્હીના આરોગ્ય અને શિક્ષણ મંત્રીઓ પર દરોડા અને ધરપકડની કાર્યવાહી ચાલી રહી છે. 75 વર્ષમાં જેણે પણ સારું કામ કરવાનો પ્રયાસ કર્યો તેને રોકી દેવામાં આવ્યા છે. જેથી ભારત પાછળ રહી ગયું. પરંતુ અમે દિલ્હીના સારા કાર્યોને રોકાવા નહીં દઈએ.”

    શું છે સમગ્ર મામલો?

    આ બાબત દિલ્હીની એક્સાઈસ નીતિ એટલે કે આબકારી નીતિ 2021-22 સાથે સંબંધિત છે. ઉપ રાજ્યપાલ વીકે સક્સેનાએ તાજેતરમાં જ નીતિવિષયક ક્ષતિઓના આરોપો બાદ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટ બાદ LGએ આ પગલું ભર્યું હતું. આ રિપોર્ટમાં મનીષ સિસોદિયાની ભૂમિકા ઉપર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાં છે.

    રિપોર્ટ શું કહે છે?

    રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે GNCTD એક્ટ 1991, ટ્રાન્ઝેક્શન્સ ઑફ બિઝનેસ રૂલ્સ (TOBR)-1993, દિલ્હી એક્સાઈઝ એક્ટ-2009 અને દિલ્હી એક્સાઈઝ રૂલ્સ-2010નું પ્રથમ દૃષ્ટિએ ઉલ્લંઘન થયું છે. આ ઉપરાંત આબકારી નીતિમાં નિયમોને ધ્યાનમાં રાખીને દારૂના વેચાણકર્તાઓને ટેન્ડરોની વહેંચણી કરવામાં આવી હતી. આ રિપોર્ટના આધારે એલજીએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. જે બાદ આમ આદમી પાર્ટીની સરકારે તેને પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો .

    નોંધનીય છે કે નવી આબકારી નીતિ 2021-22 ગયા વર્ષે 17 નવેમ્બરથી લાગુ કરવામાં આવી હતી, જે અંતર્ગત દિલ્હીને 32 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું. આ અંતર્ગત આખા શહેરની 849 દુકાનો માટે ખાનગી બિડરોને છૂટક લાયસન્સ આપવામાં આવ્યા હતા. આરોપ છે કે દિલ્હી સરકારે ટેન્ડર પ્રક્રિયા દ્વારા દારૂના વેપારીઓને 144.36 કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં