Monday, September 9, 2024
More
    હોમપેજદુનિયાકેનેડા: ગેંગસ્ટર સુખા ઉર્ફે સુખદૂલ સિંઘની અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા; એક દિવસ...

    કેનેડા: ગેંગસ્ટર સુખા ઉર્ફે સુખદૂલ સિંઘની અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા; એક દિવસ અગાઉ જ NIAની વોન્ટેડ લિસ્ટમાં આવ્યું હતું નામ

    સુખા 2017માં બનાવટી દસ્તાવેજોની મદદથી ભારતમાંથી ભાગી ગયો હતો. તે પંજાબના મોગા જિલ્લાનો વતની હતો. તે દવિન્દર બંબીહા ગેંગ સાથે જોડાયેલો હતો. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે કેનેડાના વિનીપેગમાં આંતર-ગેંગ અથડામણમાં અજાણ્યા હુમલાખોરોએ સુખાને ગોળી મારી હતી.

    - Advertisement -

    ગેંગસ્ટર સુખદૂલ સિંઘ ઉર્ફે સુખાની કેનેડામાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. સુખદૂલ સિંઘ ‘સુખા દુનેકે’ તરીકે ઓળખાતો હતો અને તે ભારત દ્વારા વોન્ટેડ લિસ્ટમાં હતો.

    સુખા 2017માં બનાવટી દસ્તાવેજોની મદદથી ભારતમાંથી ભાગી ગયો હતો. તે પંજાબના મોગા જિલ્લાનો વતની હતો. તે દવિન્દર બંબીહા ગેંગ સાથે જોડાયેલો હતો.

    કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે કેનેડાના વિનીપેગમાં આંતર-ગેંગ અથડામણમાં અજાણ્યા હુમલાખોરોએ સુખાને ગોળી મારી હતી.

    - Advertisement -

    રસપ્રદ વાત એ છે કે, NIA દ્વારા 20 સપ્ટેમ્બરે શેર કરાયેલા વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સુખાનું નામ હતું. આ નામોમાં ભારત વિરુદ્ધ આતંકી-ગેંગસ્ટર કૃત્યોમાં સામેલ ગુનેગારોનો સમાવેશ થાય છે.

    NIAની યાદીમાં સુખાનું નામ

    અહેવાલો અનુસાર, સુખાની હત્યાને આ વર્ષે જૂનમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની જેમ જ ટાંકવામાં આવી છે, જેના માટે કેનેડા હવે ભારતને દોષી ઠેરવી રહ્યું છે.

    NIA દ્વારા જાહેર કરાયેલા 43 વોન્ટેડ અપરાધીઓની યાદીમાં સુખાનું નામ હતું. પંજાબ ક્ષેત્રના 29 ગેંગસ્ટર આ યાદીમાં સામેલ છે.

    NIAની યાદીમાં સુખા 33મા નંબરે છે.

    “નીચેના ફોટામાં બતાવેલ વ્યક્તિઓ NIA કેસ RC-38/2022/NIA/DLI અથવા RC-39/2022/NIA/DLI માં આરોપી છે. જો તમારી પાસે તેમના નામ પર અથવા તેમના સહયોગીઓ, મિત્રો અને સંબંધીઓના નામે માલિકીની મિલકતો/સંપત્તિ/વ્યવસાય વિશે કોઈ માહિતી હોય, તો કૃપા કરીને WhatsApp DM @ +91 7290009373 પર સંપર્ક કરો,” NIA એ X પર પોસ્ટ કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં