Sunday, May 5, 2024
More
    હોમપેજદેશએમપીમાં ઉજ્જૈન રેપ કેસના આરોપીનું ઘર જમીનદોસ્ત કરાયું: દેવરિયા હત્યાકાંડ બાદ યુપીમાં...

    એમપીમાં ઉજ્જૈન રેપ કેસના આરોપીનું ઘર જમીનદોસ્ત કરાયું: દેવરિયા હત્યાકાંડ બાદ યુપીમાં પણ બુલડોઝર એક્શનની તૈયારી કરતી યોગી સરકાર

    મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં બાળકી પર બળાત્કાર કરનારના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આરોપી ભરત સોનીએ સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરીને તેના પર ગેરકાયદેસર બાંધકામ કરી મકાન બનાવ્યું હતું.

    - Advertisement -

    ‘અપરાધીઓને કોઈ કાળે બક્ષવામાં નહીં આવે’. આ શબ્દો છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ આ જ સૂત્ર અપનાવી રહ્યા છે. ઉજ્જૈનમાં બાળકી સાથે બળાત્કાર કરનાર આરોપીના ઘર પર બુલડોઝર એક્શન લેવામાં આવ્યું છે. બીજી તરફ યુપીમાં એક પરિવારના 5 લોકોની હત્યા મામલે બુલડોઝર એક્શનની તૈયારીઓ ચાલી રહી છે.

    ઉજ્જૈનમાં બાળકી સાથે બળાત્કાર કરનાર આરોપી ભરત સોનીના ઘર પર બુલડોઝર એક્શન લઇ તોડી પાડવામાં આવ્યું છે. આ સાથે જ ઉત્તર પ્રદેશના દેવારિયા ખાતે પરિવારના નરસંહારના આરોપીના ઘરની પણ મહેસુલ વિભાગ દ્વારા માપણી કરી લેવામાં આવી છે. કાર્યવાહી માટે પ્રસાશનની ટીમ રુદ્રપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફતેહપુર ગામે પહોંચી હતી અને આરોપીઓના ઘરની માપણી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અહીં ગમે ત્યારે બુલડોઝર ફેરવી દેવામાં આવશે.

    આ બધા વચ્ચે આ આખા હત્યાકાંડમાં સહુથી પહેલા મૃત્યુ પામેલા ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય પ્રેમચંદ યાદવની પત્નીનું કહેવું છે કે તે પોતાના ઘર પર બુલડોઝર નહીં ચાલવા દે. આ આખા હત્યાકાંડમાં સહુથી વધુ માથાભારે ગણતા પ્રેમચંદની હત્યા સહુથી પહેલાં થઇ હતી. ત્યારબાદ પ્રેમચંદના પક્ષના લોકોએ સમા પક્ષના સત્ય પ્રકાશ દુબેના ઘર પર હુમલો કરી દીધો અને 5 જણાની ઘાતકી હત્યા કરી નાંખી. મૃતકોમાં કેટલાકને ગોળી મારવામાં આવી હતી તો કેટલાકને ધારદાર હથિયારોથી કાપી નાંખવામાં આવ્યા હતા.

    - Advertisement -

    કચેરીથી કાગળિયાં લાવો, પછી કાર્યવાહી કરો

    મહેસુલ વિભાગે મૃતક પ્રેમચંદના ઘરની માપણી કર્યા બાદ મૃતક પ્રેમચંદ યાદવની પત્ની શીલા યાદવે પ્રતિક્રિયા પણ આપી હતી. શીલાનું કહેવું છે કે, “મારા ઘરના 2 લોકોને પોલીસ ઉઠાવીને લઇ ગઈ છે. બાકીના પડોશીઓને પણ પોલીસ ઉપાડી ગઈ છે. અંતિમ સંસ્કાર સાથે જોડાયેલા ક્રિયા-કરમ માટે પણ કોઈ પુરુષ હાજર નથી. કાયદેસર હોવા છતાં મારું ઘર તોડવાની વાતો થઇ રહી છે. આનો દસ્તાવેજ મારા સાસુના નામે છે. પહેલા કચેરીથી કાગળ લઇ આવે પછી મારું ઘર તોડે. મારા પતિની હત્યા પહેલાં થઇ હતી, પહેલાં તેની તપાસ કરો.”

    ઉજ્જૈનમાં બળાત્કાર કરનારના ઘર પર બુલડોઝર એક્શન

    બીજી તરફ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં બાળકી પર બળાત્કાર કરનારના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આરોપી ભરત સોનીએ સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરીને તેના પર ગેરકાયદેસર બાંધકામ કરી મકાન બનાવ્યું હતું. કબજે કરેલી આ જમીનને પ્રસાશનની ટીમે મુક્ત કરાવીને બુલડોઝર ચલાવી ગેરકાયદેસર કરવામાં આવેલું બાંધકામ ધ્વસ્ત કરી દીધું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં