Sunday, October 6, 2024
More
    હોમપેજદેશબૌદ્ધ યુવતીને ભગાવી ગયો મંજૂર અહેમદ, લવ જેહાદ વિરુદ્ધ બંધ રહ્યું આખું...

    બૌદ્ધ યુવતીને ભગાવી ગયો મંજૂર અહેમદ, લવ જેહાદ વિરુદ્ધ બંધ રહ્યું આખું લેહ: બૌદ્ધ સંઘે લેફ્ટનન્ટ ગવર્નર પાસે ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવાની કરી માંગ

    આ લેહ બંધ દરમિયાન નીકળેલા રેલીમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. રેલીના અંતે સભામાં સમાપન થયું હતું. બેઠકમાં બૌદ્ધોએ પણ તેમના સમાજને લવ જેહાદ સામે જાગૃતિ લાવવા અપીલ કરી હતી.

    - Advertisement -

    આ વર્ષે જુલાઈમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાંથી લવ જેહાદનો એક મામલો સામે આવ્યો હતો. બૌદ્ધ યુવતીને ભાગવી ગયેલા મંજૂર અહેમદનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. લવ જેહાદના વિરોધમાં બુધવારે (6 સપ્ટેમ્બર 2023) લેહ બંધ રહ્યું હતું. બૌદ્ધોના સંગઠને આવી ઘટનાઓને રોકવા માટે લેફ્ટનન્ટ ગવર્નર પાસે ધર્માંતરણ વિરોધી કાયદાની માંગ કરી છે.

    બુધવારે લદ્દાખ બૌદ્ધ સંઘે લેફ્ટનન્ટ ગવર્નર બીડી મિશ્રા સાથે મુલાકાત કરી હતી. તેમને મેમોરેન્ડમ સોંપીને લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ કરી હતી. આ વિસ્તારમાં લવ જેહાદની ગેંગ સક્રિય હોવાનો દાવો કર્યો હતો. એસોસિએશનના કાર્યકારી વડા, શિરિંગ દોરજેએ, મંજૂર અહેમદ પર બૌદ્ધ છોકરીને પૈસાની લાલચ આપીને પોતાની સાથે લઈ જવાનો આરોપ લગાવ્યો હતો. અટકાયત દરમિયાન લવ જેહાદના આરોપીઓ પર કડક કાર્યવાહી કરવા અને યુવતીને મંજૂર અહેમદની કેદમાંથી છોડાવી પરિવારને સોંપવાની અપીલ પણ પ્રશાસનને કરવામાં આવી હતી.

    આ લેહ બંધ દરમિયાન નીકળેલા રેલીમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. રેલીના અંતે સભામાં સમાપન થયું હતું. બેઠકમાં બૌદ્ધોએ પણ તેમના સમાજને લવ જેહાદ સામે જાગૃતિ લાવવા અપીલ કરી હતી.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આરોપી મંજૂર અહેમદ કારગિલનો રહેવાસી છે. તેના પિતા નઝીર અહેમદ ભાજપ સાથે જોડાયેલા હતા. આ ઘટના બાદ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. 74 વર્ષીય નઝીર અહેમદ તે સમયે લદ્દાખ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ હતા. તેમના 39 વર્ષના પુત્ર મંજૂર અહેમદ પર જુલાઈ 2023માં 35 વર્ષની બૌદ્ધ યુવતીનું અપહરણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નઝીરે કહ્યું કે ઘટના સમયે તેઓ હજ કરવા ગયા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમના પુત્રએ વર્ષ 2021માં જ એક બૌદ્ધ મહિલા સાથે નિકાહ કર્યા હતા. બંનેએ જુલાઈ 2023માં કોર્ટ મેરેજ કર્યા હતા. આ કેસમાં પોતાને નિર્દોષ ગણાવતા નઝીરે કહ્યું હતું કે તેમનો આખો પરિવાર આ સંબંધની વિરુદ્ધ છે. ત્યારે લદ્દાખના બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ફુનચોક સ્ટેનઝિને કહ્યું હતું કે આ પ્રકારની હરકતોને સહન કરવામાં આવશે નહીં.

    લદ્દાખમાં બૌદ્ધ સમુદાય હંમેશાથી ધર્મની બહાર લગ્નને લઈને સંવેદનશીલ રહ્યો છે. તાજેતરના દિવસોમાં મુસ્લિમ સમાજ દ્વારા બૌદ્ધ સમાજની યુવતીઓના લગ્નની અને લવ જેહાદની ઘટનાઓને લઈને તંગદિલીનો માહોલ સર્જાયો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં