Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરેલવેના કાર્યક્રમમાં ‘ભારત માતા કી જય’ના નારા લાગતાં ભડકી ઉઠ્યા બસપા સાંસદ...

    રેલવેના કાર્યક્રમમાં ‘ભારત માતા કી જય’ના નારા લાગતાં ભડકી ઉઠ્યા બસપા સાંસદ દાનિશ અલી, સ્ટેજ પર હોબાળો મચાવ્યો- વિડીયો વાયરલ 

    કાર્યક્રમમાં ભાજપ નેતાએ સંબોધનની શરૂઆતમાં ‘ભારત માતા કી જય’ના નારા લગાવતાં દાનિશ અલી પોતાના સ્થાન પરથી ઉભા થઇ ગયા અને વાંધો ઉઠાવ્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના અમરોહામાં રેલવેના એક કાર્યક્રમ દરમિયાન હોબાળો મચી ગયો. અહીં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવતાં બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલી ભડકી ઉઠ્યા હતા અને હંગામો મચાવ્યો હતો. 

    કાર્યક્રમમાં ભાજપ નેતાએ સંબોધનની શરૂઆતમાં ‘ભારત માતા કી જય’ના નારા લગાવતાં દાનિશ અલી પોતાના સ્થાન પરથી ઉભા થઇ ગયા અને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓ પણ સ્ટેજ પર પહોંચી ગયા હતા અને હોબાળો મચી ગયો હતો. થોડીવાર માહોલ તંગ રહ્યા બાદ શાંત પડી ગયો હતો. 

    વધુ વિગતો એવી છે કે, રવિવારે (6 ઓગટ, 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હીથી દેશનાં 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. આ જ ઉપક્રમમાં દેશમાં ઘણે ઠેકાણે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા. યુપીના અમરોહા રેલવે સ્ટેશન પર પણ આ કાર્યક્રમ આયોજિત થયો હતો. જેમાં સ્થાનિક ધારાસભ્યો, સાંસદો, અન્ય નેતાઓ અને સામાન્ય લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.

    - Advertisement -

    કાર્યક્રમમાં ભાજપના વિધાન પરિષદ સભ્ય ડૉ. હરિસિંહ ઢિલ્લો સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે શરૂઆત ‘ભારત માતા કી જય’ના નારાથી કરી. જેથી સાથ મંડપમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. આ સાંભળીને સ્ટેજ પર બેઠેલા બસપા સાંસદ દાનિશ અલી ભડકી ઉઠ્યા અને પોતાના સ્થાન પરથી ઉઠીને કાર્યકર્તાઓ સાથે બોલાચાલી કરવા માંડ્યા હતા. તેમણે કહ્યું કે, આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી પરંતુ કેન્દ્ર સરકારનો કાર્યક્રમ છે. અહીં આવા નારા કેમ લાગી રહ્યા છે?

    ત્યારબાદ ભાજપ કાર્યકર્તાઓ પણ સ્ટેજ પર ફરી વળ્યા હતા અને માહોલ તંગ બન્યો હતો. પરિસ્થિતિ જોઈને ત્યાં હાજર RPF, પોલીસ અને રેલવે સ્ટાફે વચ્ચે પડીને મોરચો સંભાળ્યો હતો. તેમણે અન્ય નેતાઓ સાથે મળીને દાનિશ અલીને સમજાવીને બેસાડી દીધા હતા અને કાર્યકર્તાઓને પણ શાંત કરાવ્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં 500થી વધુ રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવા માટે શિલાન્યાસ કર્યો હતો. 24 હજાર કરોડના ખર્ચે આ રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવશે. આ રેલવે સ્ટેશનોમાં ગુજરાતનાં પણ 21 સ્ટેશનો સામેલ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં