અમરેલીના સાવરકુંડલામાંથી એક આંખ ખોલનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક એવી મુસ્લિમ ગેંગનો પર્દાફાશ થયો છે જે પહેલા લગ્નવાંછુક હિંદુ યુવાનોને શોધતી, પછી નામ બદલીને તેમને પોતાની જાળમાં ફસાવતી અને મોટી રકમ લઈને તેમના લગ્ન સુંદર યુવતી કરાઈ આપતી. લગ્નના થોડા દિવસોમાં આ યુવતી તે યુવકના ઘરેથી પાછી પોતાના ઘરે ચાલી જતી.
એબીપી ન્યૂઝના અહેવાલ મુજબ DYSP હરેશ વોરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતો અંગે સમગ્ર માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે લગ્નની લાલચ આપીને હિંદુ યુવાનોને ફસાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. સાવરકુંડલા તાલુકા પોલીસે ત્રણ મહિલા સહિત મુખ્ય સૂત્રધાર દલાલની ધરપકડ કરી હતી.
કઈ રીતે છેતરતી હતી આ ટોળકી
તાજી ફરિયાદ અનુસાર ગત વર્ષના ઓક્ટોબર માસમાં અમરેલીના સાવરકુંડલાના નિકુંજ માધવાણી નામના એક યુવાનોનો સંપર્ક સાવરકુંડલાના જ થોરડી ગામના એક ભાઈ કિશોર મિસ્ત્રીએ કર્યો હતો. મિસ્ત્રીએ માધવાણીના એક સુંદર યુવતી સાથે લગ્ન કરી આપવાની વાત મૂકી હતી. હકીકતમાં આ મિસ્ત્રીએ આ ગેંગનો એક દલાલ હતો.
કિશોર મિસ્ત્રીએ નિકુંજ પાસેથી 1 લાખ 70 હાજર રૂપિયા લઈને પોતાના જ ઘરમાં તેના લગ્ન એક સેજલ નામની છોકરી સાથે કરાવી આપ્યા. ત્યાં લગ્નમાં છોકરીની માતા ગીતા અને તેની મિત્ર કાજલ પણ હાજર રહી હતી.
લગ્ન થયાના 8 દિવસ બાદ પોતાના ઘરે જવાનું કહીને સેજલ ત્યાંથી નીકળી ગયા બાદ પરત ફરી નહીં. આથી નિકુંજે કિશોર મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. ત્યારે કિશોરે ઘણા દિવસો સુધી ગલ્લા ટલ્લા બતાવ્યે રાખ્યા. કંટાળેલા નિકુંજે કોઈક રીતે સેજલનો સંપર્ક કર્યો ત્યારે તેને જે જાણવા મળ્યું તે ખરેખર આશ્ચર્યજનક હતું.
સેજલે નિકુંજને જણાવ્યું કે તેનું સાચું નામ મુસ્કાન છે અને તેની માતાનું નામ પરવીન છે. અને તે પોતે એક બાળકની માટે પણ છે. આ બધું જાણીને નિકુંજના પગ નીચેથી જમીન સરકી ગાઈ હતી. આથી નિકુંજ માધવાણીને પોતાની સાથે ફ્રોડ થયાનું લાગતા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સુરતથી પકડાઈ આખી ટોળકી
નિકુંજની ફરિયાદ બાદ સાવરકુંડલા તાલુકા પોલીસે ડીવાયએસપી હરેશ વોરાની આગેવાનીમાં સુરત ખાતેથી સેજલ ઉર્ફે મુસ્કાન, ગીતા બનેલી પરવીન અને કાજલ સાથે મુખ્ય સૂત્રધાર કિશોર મિસ્ત્રીની ધરપકડ કરી હતી.
આ વિષયમાં ઑપઇન્ડિયાએ સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા અમારી વાત DYSP વોરા સાથે થઇ હતી. તેઓએ ઉપરોક્ત માહિતી કન્ફ્રર્મ કરી અને સાથે જ પૂરક માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં કિશોરે અગાઉ પણ સાવરકુંડલાના દોલતી ગામ, બાબરા તાલુકામાં પણ આ રીતે આ જ મુસ્કાનના લગ્ન કરાવ્યા હોવાની વિગતો પોલીસને જાણવા મળી હતી.
હાલ પોલીસે કિશોરના રિમાન્ડ મેળવ્યા છે અને એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે શું આ સિવાય પણ કોઈને આ ટોળકીએ ભોગ બનાવ્યા છે કે નહિ. ઉપરાંત આ લુટેરી દુલ્હન વિશે અન્ય કોઈ ભોગ બન્યા હોય તો સાવરકુંડલા તાલુકા પોલીસ મથકનો સંપર્ક કરવા પોલીસે અનુરોધ કર્યો હતો.