Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆલિયા ભટ્ટની ફિલ્મ ડાર્લિંગ્સ વિવાદોમાં, પુરુષો સામે ઘરેલુ હિંસાને પ્રોત્સાહન આપતી નજરે...

    આલિયા ભટ્ટની ફિલ્મ ડાર્લિંગ્સ વિવાદોમાં, પુરુષો સામે ઘરેલુ હિંસાને પ્રોત્સાહન આપતી નજરે પડતા #BoycottAliaBhatt ટ્રેન્ડમાં

    પોતાની આગામી ફિલ્મ ડાર્લિંગ્સની કથા બાબતે આલિયા ભટ્ટ વિવાદમાં સપડાઈ ગઈ છે. સોશિયલ મિડિયા યુઝર્સને એમ લાગી રહ્યું છે કે આ ફિલ્મ ઘરેલુ હિંસાને પ્રોત્સાહન આપે છે.

    - Advertisement -

    આલિયા ભટ્ટની ફિલ્મ ડાર્લિંગ્સ વિવાદોમાંઆવી ગઈ છે, આ દિવસોમાં આગામી ફિલ્મ ડાર્લિંગ્સને લઈ આલિયા પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 5 ઓગસ્ટના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. હાલમાં ડાર્લિંગ્સ ફિલ્મ ખુબ જ ચર્ચામાં છે. ચોતરફ ડાર્લિંગ્સની ચર્ચા થઈ રહી છે ત્યારે અભિનેત્રી આલિયા ભટ્ટને લઈ નેટીઝન્સ નારાજ છે. બૉયકૉટ લાલ સિંહ ચઢ્ઢા અને બૉયકૉટ રક્ષાબંધન બાદ બૉયકોટ આલિયા ભટ્ટ( #boycottaliabhatt)સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતા આલિયા ભટ્ટની ફિલ્મ ડાર્લિંગ્સ વિવાદોમાં આવી ગઈ છે.

    આજકાલ, ઇન્ટરનેટ વપરાશકર્તાઓ માટે ચોક્કસ વિષયો પર સેલિબ્રિટીના મંતવ્યો સાથે અસંમત થવું સામાન્ય છે. આ દિવસોમાં હજારો લોકો નિયમિતપણે બોલિવૂડ મૂવી સાથેની ‘સમસ્યાઓ’ વિશે ટ્વિટ કરે છે, પરંતુ આલિયા સામેનો ટ્રેન્ડ થોડો અલગ છે. ઘણા લોકોનું માનવું છે કે અભિનેત્રીનું સૌથી તાજેતરનું કામ એક કાવતરું છે જે પુરુષો સામે ઘરેલું હિંસાને સમર્થન આપે છે. ફિલ્મ ડાર્લિંગ્સમાં, વિજય બદ્રુના પતિ હમઝા શેખની ભૂમિકા ભજવે છે, જે જ્યાં સુધી તે બંને રહે છે ત્યાં તેનું અપહરણ કરીને અને તેને ત્રાસ આપીને ચોક્કસ બદલો લેવાનું નક્કી ન કરે ત્યાં સુધી તેને મારતો રહે છે.

    મળતી માહિતી મુજબ ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલા આલિયાને બૉયકૉટ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો કે, બૉયકૉટ કરવા પાછળનું કારણ અજુગતું લાગે તેવું છે. ડાર્લિંગ્સ ફિલ્મના ટ્રેલરમાં તે પોતાના પતિને માર મારતી જોવા મળી રહી છે. જે બાદ તેના પર ઘરેલુ હિંસાનો આક્ષેપ કરી તેણીને બૉયકૉટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    ડાર્લિંગ્સની વાત કરીએ તો આ ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે આલિયા તેના પતિ વિજય વર્માનું અપહરણ કરીને બદલો લે છે, પરંતુ લોકોને આ વાત પસંદ નથી આવી, લોકો આલિયા ભટ્ટને બૉયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. કારણ કે તેમને લાગે છે કે ફિલ્મની અભિનેત્રી પુરુષો સામે ઘરેલું હિંસાનું સમર્થન આપી રહી છે.

    શું છે સમગ્ર મામલો

    ટ્રેલરમાં, આલિયા તેના પતિને પેનથી મારતી, તેના ચહેરા પર પાણી ફેંકતી અને તેનો ચહેરો પાણીની ટાંકીમાં નાખતી જોવા મળે છે. તેણી આ બધી બાબતો તેના પતિ સાથે કરવાની યોજના ધરાવે છે, કારણ કે આ બધી વસ્તુ ભુતકાળમાં તેની સાથે કરવામાં આવી હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં