Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટથાઈલેન્ડમાં હાઈવેની બાજુમાં ભગવાન શિવ-મા પાર્વતી અને ગણેશજીની પ્રતિમા જોઈ ભાવવિભોર થયા...

    થાઈલેન્ડમાં હાઈવેની બાજુમાં ભગવાન શિવ-મા પાર્વતી અને ગણેશજીની પ્રતિમા જોઈ ભાવવિભોર થયા અનુપમ ખેર, કહ્યું- દરેક જગ્યાએ ભગવાનનો આશીર્વાદ

    આ વીડિયોમાં બોલિવૂડ અભિનેતા એક વ્યસ્ત હાઇવેની સાઇડમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. સાથે જ રોડની બીજી તરફ શિવ પરિવારની વિશાળ પ્રતિમાઓ છે. વીડિયોમાં અનુપમ ખેર હાથ જોડીને કહે છે કે....

    - Advertisement -

    થાઈલેન્ડમાં ભગવાન શિવની પરિવાર સહીત પ્રતિમા જોઈ અનુપમ ખેર આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે આનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં થાઈલેન્ડ ખાતે એક હાઈવેના બાજુના ભાગે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણપતિની વિશાળ પ્રતિમાઓ મુકવામાં આવી હોવાનું નજરે પડે છે. “ધ કશ્મીર ફાઈલ્સ”ના અભિનેતાએ આ વિડીયો શેર કરતા લખ્યું છે કે આ એક અદ્ભુત અનુભૂતિ હતી.

    થાઈલેન્ડમાં ભગવાન શિવના પરિવારની પ્રતિમા જોઇને દિગ્ગજ કલાકાર અનુપમ ખેર દ્વારા તેમના ટ્વિટર હેન્ડલ પર વિડીયો શેર કરવામાં આવ્યો હતો. જેના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, “થાઈલેન્ડના વ્યસ્ત હાઈવેપર ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની વિશાળ મૂર્તિઓ જોઇને અદ્ભુત અનુભૂતિ થઈ. ભલે અનેક વાર આપણે સામાન્ય આંખોથી ન જોઈ શકીએ, પણ ભગવાનનો આશીર્વાદ દરેક જગ્યા પર છે.”

    આ વીડિયોમાં બોલિવૂડ અભિનેતા એક વ્યસ્ત હાઇવેની સાઇડમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. સાથે જ રોડની બીજી તરફ શિવ પરિવારની વિશાળ પ્રતિમાઓ છે. વીડિયોમાં અનુપમ ખેર હાથ જોડીને કહે છે કે, “મિત્રો, આજે હું તમને જણાવીશ કે ભારતના દેવી-દેવતાઓ, ભારતની પરંપરા, ભારતની સંસ્કૃતિની ગરિમા દુનિયામાં કેટલી મહત્વની છે. હું થાઇલેન્ડમાં છું, બેંગકોકથી 3-4 કલાકના અંતરે એક હાઇવે પર. હું અહીં રાહુના મંદિરમાં પ્રાર્થના કરવા ગયો હતો અને જુઓ મે અહી શું જોયું.”

    - Advertisement -

    ત્યારબાદ તેઓ રસ્તાની બીજી તરફ ભગવાન શિવ, મા પાર્વતી અને ગણેશની મૂર્તિઓ બતાવે છે. અનુપમ ખેર વીડિયોમાં વધુમાં કહે છે, “જય શિવ શંભુ. મિત્રો, આ જ તો ભારતની મહાનતા છે. આ આપણા દેવી-દેવતાઓની હાજરી છે, તેમના આશીર્વાદ માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશોને પણ વરદાન-આશીર્વાદ આપે છે. જય શિવ શંભુ. “

    થાઇલેન્ડમાં ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશની મૂર્તિઓ બતાવવા બદલ અભિનેતાના ચાહકો તેમનો આભાર માની રહ્યા છે. સાથે જ તેમનો કોમેન્ટ સેક્શન ‘જય શિવ શંભુ’ અને ‘જય શ્રી રામ’ની કમેન્ટ્સથી ભરેલું છે. ઉલ્લેખનીય છે કે અનુપમ ખેરની ફિલ્મ ‘શિવ શાસ્ત્રી બલ્બોઆ’ (Shiv Shastri Balboa) આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. જેમાં તેની સાથે નીના ગુપ્તા પણ જોવા મળી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં