Monday, September 9, 2024
More
    હોમપેજક્રાઈમકોઇ ડિગ્રી ન હોવા છતાં ચલાવતો હતો ક્લિનિક, જામનગર પોલીસે હીદાયતુલ્લાખાન નામના...

    કોઇ ડિગ્રી ન હોવા છતાં ચલાવતો હતો ક્લિનિક, જામનગર પોલીસે હીદાયતુલ્લાખાન નામના બોગસ ડૉક્ટરને પકડ્યો: દવા સહિતનો મુદ્દામાલ કબજે, FIR દાખલ

    જ્યાં દવાખાનું ચાલી રહ્યું હતું ત્યાં ત્રાટકી હતી. અહીં, હીદાયતુલ્લાખાન અહમદખાન લોહાની પઠાણ લોકોની સારવાર કરી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી તેની ડીગ્રી વગેરે માંગતા તે આપી શક્યો નહીં. અહીં તપાસ કરતા પોલીસએ વિવિધ પ્રકારની દવાઓ સહિત અનેક પ્રકારના મેડીકલ સાધનો મળી આવ્યા હતા.

    - Advertisement -

    જામનગરમાં સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. શહેરના A ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે મોરકંડા રોડ પર એક રૂમમાં ગેરકાયદેસર દવાખાનું ચાલે છે. આ બાતમીના આધારે દરોડા પાડવામાં આવતાં અહીંથી હીદાયતુલ્લાખાન અહમદખાન લોહાની મળી આવ્યો હતો, જેની ઉપર આરોપ છે કે તે કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને ક્લિનિક ચલાવી રહ્યો હતો.

    મળતી માહિતી અનુસાર, જામનગર A ડિવીઝન પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે મોરકંડા રોડ પર આવેલા સનસનાટી વિસ્તારમાં એક વ્યક્તિ છે, જે કોઈ પણ જાતની ડિગ્રી વગર ડૉકટરીની પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ માહિતી મળતાંની સાથે જ પોલીસે વોચ ગોઠવીને છટકું ગોઠવ્યું હતું. બાતમી આધારે પોલીસે જ્યારે દરોડા પડ્યા ત્યારે ત્યાં હીદાયતુલ્લાખાન અહમદખાન લોહાની પઠાણ મળી આવ્યો હતો.

    પોલીસ બાતમીના આધારે જ્યાં દવાખાનું ચાલી રહ્યું હતું ત્યાં ત્રાટકી હતી. અહીં હીદાયતુલ્લાખાન અહમદખાન લોહાની પઠાણ લોકોની સારવાર કરી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી તેની ડીગ્રી વગેરે માંગતા તે આપી શક્યો નહીં. અહીં તપાસ કરતા પોલીસએ વિવિધ પ્રકારની દવાઓ સહિત અનેક પ્રકારના મેડિકલ સાધનો મળી આવ્યાં હતાં.

    - Advertisement -

    તપાસ બાદ પોલીસની બાતમી સાચી પડી હતી કે, હીદાયતુલ્લાખાન અહમદખાન લોહાની પઠાણ બોગસ તબીબ બનીને લોકોની સારવાર કરી રહ્યો હતો. જામનગર A ડિવિઝન પોલીસે મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ 1963 ની કલમ 30 તથા આઈ.પી.સી. કલમ 336 મુજબ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી, સાથ જ પોલીસે દવાખાનામાંથી રૂપિયા 9,500ની કિંમતનો એલોપેથી દવા સહિતની સામગ્રીનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    આ પહેલા રાજકોટના જેતપુરમાં સાજીદ બલોચ નામના બોગસ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી

    જોકે આ કોઈ નવી વાત નથી કે કોઈ બોગસ તબીબ જાહેરમાં પ્રેક્ટિસ કરતાં ઝડપાયો હોય. આ પહેલાં પણ અનેક લોકો આ રીતે ઝડપાયા છે. આ પહેલા જેતપુર ખાતેથી આવો જ એક તબીબ ઝડપાયો હતો. તે સમયે પણ જેતપુર સીટી પોલીસને બાતમી મળી હતી કે ભોજધાર મેઈન ચોકમાં એક બોગસ ડૉક્ટર છેલ્લા ઘણા સમયથી સારવારના નામે લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ક્લિનિકમાં સાજીદ અયુબ બલોચ મળી આવ્યો હતો. પોલીસે તપાસ આદરતાં જાણવા મળ્યું હતું કે સાજીદ કોઈ પણ જાતની ડિગ્રી વગર ડૉક્ટર બની બેઠો હતો અને સર્વરના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.

    ધરપકડ બાદ પોલીસે સાજિદની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે ઘણા લાંબા સમયથી ડિગ્રી વગર જ ડૉક્ટર બનીને લોકોની સારવાર કરી રહ્યો હતો. પોલીસે તેના ક્લિનિકની તપાસ કરતા તેમાં અલગ અલગ પ્રકારની દવાઓ તેમજ ઈન્જેકશનનો ઢગલો મળી આવ્યો હતો. સાજિદ પાસે રહેલા દવાના જથ્થાને જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ ડમી ડૉક્ટરના દવાખાનામાંથી અલગ-અલગ પ્રકારની દવાઓ, ઈન્જેકશન, નિડલ્સ, તબીબી સારવાર માટે ઉપયોગમાં લેવાતાં સાધનો સહિત 7300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. હાલ પોલીસે સાજિદને જેલહવાલે કરી દીધો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં